Sunday, September 29, 2024
More
    હોમપેજમંતવ્યકંગના રણૌત, રવિના ટંડન, સ્વાતિ માલીવાલ... ત્રણેય ઘટનાઓમાં ઇકોસિસ્ટમનું સિલેક્ટિવ મૌન શું...

    કંગના રણૌત, રવિના ટંડન, સ્વાતિ માલીવાલ… ત્રણેય ઘટનાઓમાં ઇકોસિસ્ટમનું સિલેક્ટિવ મૌન શું સૂચવે છે?

    કંગના રણૌત સાથે જે ઘટના બની, આવી જ કોઈ ઘટના કોઈ અન્ય મહિલા સાથે ઘટી હોત તો લેફ્ટ ઈકોસિસ્ટમે આખો દેશ માથે લીધો હોત. વિપક્ષી પાર્ટીઓ, વામપંથી ટોળકી અને બોલીવુડની 'સેલેબ્રિટી'ઓતો ઠીક તથાકથિત 'નારીવાદી' સંસ્થાઓ પણ આ મામલે મૌન જોવા મળી રહી છે.

    - Advertisement -

    અભિનેત્રી અને ભાજપનાં ચૂંટાયેલાં ઉમેદવાર કંગના રણૌત પર ચંડીગઢ એરપોર્ટ પર થયેલા હુમલાની ઘટના ચર્ચામાં છે. બોલીવુડ અભિનેત્રી કંગના તાજેતરમાં હિમાચલની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને ભાજપનાં સાંસદ બન્યાં છે. બોલીવુડમાં રાષ્ટ્રવાદ અને હિંદુત્વની તરફેણમાં ખૂલીને બોલતા આંગળીના વેઢે ગણાય તેટલા કલાકારોમાં એક નામ કંગનાનું પણ છે. પરંતુ તેમની આ જ વિચારધારા જ વર્તમાનમાં ચાલી રહેલા વિવાદમાં જાણે ‘નડતરરૂપ’ જણાય રહી છે. કદાચ આ વિચારધારાના કારણે જ આખી એક ઈકોસિસ્ટમ મોંમાં મગ ભરીને બેઠી છે. પેલા આંગળીના વેઢે ગણાય તેટલા કલાકારો સિવાય મોટાભાગના મૌન છે. બીજી તરફ, અમુક એવા પણ છે જેમણે પેલી CISF કોન્સ્ટેબલનું સમર્થન આપ્યું છે અને નોકરી આપવાની પણ વાત કહી.

    કંગના રણૌત સાથે જે ઘટના બની, આવી જ કોઈ ઘટના કોઈ અન્ય મહિલા સાથે ઘટી હોત તો લેફ્ટ ઈકોસિસ્ટમે આખો દેશ માથે લીધો હોત. વિપક્ષી પાર્ટીઓ, વામપંથી ટોળકી અને બોલીવુડની ‘સેલેબ્રિટી’ઓ તો ઠીક તથાકથિત ‘નારીવાદી’ સંસ્થાઓ પણ આ મામલે મૌન જોવા મળી રહી છે. આ મૂક પ્રોત્સાહન અને સમર્થન મળ્યા બાદ આરોપી CISFની મહિલા જવાનની હિંમત પણ આકાશને આંબી રહી છે. ખેડૂત આંદોલનના નામે કંગનાને થપ્પડ મારનાર મહિલા જવાને તાજેતરમાં એવું નિવેદન આપ્યું છે કે, “મારી મા માટે હું આવી 100 નોકરીઓને લાત મારી દઉં.”

    જે લોકો કંગનાના વિરોધમાં જઈ રહ્યા છે અને આરોપી જવાનની તરફેણ કરી રહ્યા છે, તે લોકો કદાચ આ ઘટનાની ગંભીરતાને સમજી નથી રહ્યા, કાં તો આંખ આડા કાન કરી રહ્યા છે. ચાલો માની લઈએ કે કોઈ વાતને લઈને આરોપી મહિલાના મનમાં કંગના પ્રત્યે રોષ હતો. પરંતુ જ્યારે તે યુનિફોર્મમાં પોતાની ફરજ પર હાજર હોય, ત્યારે તમામ બાબતો ગૌણ બની જાય છે. તમે દેશનું અને દેશના નાગરિકોનું રક્ષણ કરવા ફોર્સમાં જોડાઓ છો, ત્યારે તમારા અંગત વિષયો ગૌણ બની જાય છે. કોઈ અભિનેત્રી કે સાંસદને થપ્પડ મારી, એટલે વાત ગંભીર નથી. પરંતુ ગંભીર એ કારણે છે કે લાફો મારનાર એક સુરક્ષા દળની અધિકારી છે. વધુ લાંબું લખવા કરતાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો જ દાખલો લો તો આખી વાત શિરાની જેમ ગળે ઉતરી જશે.

    - Advertisement -

    અહીં બીજી વાત છે સિલેક્ટેડ સપોર્ટની. માત્ર કંગનાની જ વાત નથી, તાજેતરમાં જ ઘટેલી ઘટનાઓ પર નજર નાંખીએ તો અભિનેત્રી રવિના ટંડન સાથે પણ આવું જ કશું થયું. ત્યાં પણ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે તેમની સામેનું ટોળું હિજાબ અને બુરખામાં હતું. રવિનાને પણ જાહેર રસ્તા પર પ્રતાડિત કરવામાં આવ્યાં. ‘મારો એને..’ કહીને તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી. તે સમયે પણ બોલીવુડે આંખ આડા કાન કર્યા. બોલીવુડ હજારો કિલોમીટર દૂર રાફા સુધી પહોંચી ગયું, ભારતને રાફા કે ગાઝા સાથે સ્નાન-સૂતકનોય વ્યવહાર ન હોવા છતાં સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવી દેવામાં આવ્યાં ને રાડારાડ કરી મૂકવામાં આવી. પરંતુ રવિના સાથે થયેલ દુર્વ્યવહાર વખતે એક પણ બોલીવુડ કલાકાર તેમના સમર્થનમાં ન આવ્યો.

    કંગનાની ઘટનામાં તેમની વિચારધારા નડી, તો રવિના વખતે સમા પક્ષે મુસ્લિમ સમુદાય. પરંતુ તાજેતરની ત્રીજી એક ઘટના એવી છે, જેમાં આ માયલું કશું જ નહતું. આમ આદમી પાર્ટીના સાંસદ અને મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ આ જ માનસિકતાના ભોગ બન્યાં. કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમણે તેમની પાર્ટીના લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. એક સમયે સ્વાતિ માલીવાલ ભારતીય ફેમીનીસ્ટ તેમજ વામપંથી ટોળકીમાં ‘મોસ્ટ ફેવરીટ’ હતાં. પરંતુ જેવા તેઓ પોતે એ જ ઈકોસિસ્ટમનો ભોગ બન્યાં કે, એક સમયે તેમના જ સમર્થક રેહેલા લોકોએ મૌન સાધી લીધું. યુટ્યુબ પત્રકારો, વામપંથી મીડિયા, નેતાઓ અને તથાકથિત એક્ટિવિસ્ટો પણ ચૂપ રહ્યા. છેલ્લે સ્વાતિની જ પાર્ટીએ તેમના પર સામા પક્ષના એજન્ટ હોવાના આરોપો લગાવી દીધા. એક સમયે મહિલાઓનો ‘અવાજ’ બનતા સ્વાતિના સમર્થનમાં એક ચૂં..કે..ચા.. ન સંભળાઈ

    કંગના રણૌત હોય, રવિના ટંડન હોય કે સ્વાતિ માલીવાલ. ત્રણેય સાથે ઘટેલી ઘટનાઓ તે વાતની સાબિતી છે કે વામપંથી અને ફેમિનિઝમના ઝંડા લઈને ફરતી ટોળકીને ક્યારેય નારીવાદ કે સ્ત્રી દાક્ષણ્ય સાથે કશું જ નથી લાગતું વળગતું. એક ચોક્કસ સમય અને પરિસ્થિતિમાં ફૂટી નીકળતા આ લોકો માત્ર પોતાનો જ એક એજન્ડા સેટ કરવા માટે હોહા કરતા રહે છે. આવા લોકો પીડિત કે આરોપીની વિચારધારા, ઘટના જે રાજ્યમાં બની છે ત્યાંનની સરકાર, ધર્મ-મઝહબ અને આવા અનેક પાસાં જોઇને નક્કી કરે છે કે બોલવું કે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં