Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે મહિલા CISF કોન્સ્ટેબલે કંગના રણૌતને મારી થપ્પડ, તેના સમર્થનમાં ખેડૂત સંગઠનોથી...

    જે મહિલા CISF કોન્સ્ટેબલે કંગના રણૌતને મારી થપ્પડ, તેના સમર્થનમાં ખેડૂત સંગઠનોથી માંડીને પહેલવાનો પણ: વિશાલ દદલાનીએ નોકરી આપવાની વાત કહી

    CISF મહિલા સૈનિક કુલવિંદર કૌર કપૂરથલાના સુલતાનપુર લોધી સબ-ડિવિઝનના મંડ માહિવાલ ગામના એક ખેડૂતની પુત્રી છે. જ્યારે, કુલવિંદર કૌરનો ભાઈ શેર સિંઘ માહિવાલ એક ખેડૂત નેતા છે અને તેમણે ખેડૂત આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયેલા બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌર હાલ કસ્ટડીમાં છે. તેણે પોતાના કૃત્ય બદલ માફી માંગી છે. જ્યારે બીજી તરફ ખેડૂત નેતાઓથી લઈને વિરોધ પક્ષોના રાજનેતાઓ, કુસ્તીબાજો અને ફિલ્મ નિર્માતાઓ સુધીના અમુક આ કાંડની આરોપી કુલવિંદર કૌરના સમર્થનમાં આવ્યા છે. રેસલર બજરંગ પુનિયાએ પણ કુલવિંદરનું સમર્થન કર્યું છે.

    INDI ગઠબંધનના સાંસદે કુલવિંદર કૌરનું કર્યું સમર્થન

    રાજસ્થાનના સીકરથી INDI ગઠબંધનના નવા ચૂંટાયેલા સાંસદ અમરારામે કુલવિંદર કૌરને સમર્થન આપ્યું છે. અમરારામે કહ્યું, “ખેડૂત આંદોલન વિરુદ્ધ બોલવા પર બહાદુર સિપાઈએમ જવાબ આપ્યો, તે માટે હું તેમનો આભાર માનું છું. શક્ય છે કે તેમને સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવે, પરંતુ શહીદ-એ-આઝમ ભગત સિંઘ તો ફાંસી પર ઝૂલી ગયા હતા.” અમરારામે કહ્યું, “દેશમાં જે પણ કાળા કાયદા બન્યા છે, પછી તે અગ્નિવીર હોય કે અન્ય. દેશ માટે મેડલ લાવનાર ખેલાડીઓનું અપમાન કરવામાં આવ્યું હતું. ખેડૂતોનું જે ઐતિહાસિક આંદોલન થયું, તેના વિરુદ્ધ બોલવાથી એક બહાદુર સૈનિકે જે રીતે ઉત્તર આપ્યો, તેને હું ધન્યવાદ આપું છું. જે નીતિઓ દેશના લોકો વિરુદ્ધ છે તેને રદ કરવા માટે આંદોલન આગળ વધતું રહેશે.”

    આરોપીને સન્માનિત કરશે ખેડૂત નેતા

    સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ કંગનાને થપ્પડ મારનાર કુલવિંદર કૌરને સમર્થન આપ્યું છે. ખેડૂત આગેવાનોએ જાહેરાત કરી હતી કે, જો કુલવિંદર કૌર સાથે કોઈ અન્યાય થશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં. તેમણે કુલવિંદર કૌરનો પક્ષ સાંભળવાની પણ માંગ કરી છે. 9 જૂનના રોજ પંજાબ-હરિયાણાના ખેડૂતો મોહાલીના ગુરુદ્વારામાં શ્રીઅંબ સાહેબમાં એકઠા થશે. ત્યાંથી SSP-મોહાલીની ઓફિસ સુધી ‘ઇન્સાફ માર્ચ’ કરશે અને માંગપત્ર સોંપશે.”

    - Advertisement -

    ખેડૂત નેતા સરવન સિંઘ પંઢેરે આરોપી મહિલા સૈનિકનો પક્ષ લીધો છે. પંઢેરે કહ્યું, “ખેડૂત આંદોલન દરમિયાન અભિનેત્રી દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી કંગના સાથે બનેલી ઘટના માટે જવાબદાર છે. તેથી, જો CISF મહિલા કોન્સ્ટેબલ સામે લેવાયેલા પગલાં જો પાછાં ખેંચવામાં નહીં આવે તો કિસાન મોરચા આગળની રણનીતિ પર વિચાર કરશે.”

    પંજાબના ખેડૂત નેતા હરેન્દ્ર લક્ખોવાલે કહ્યું, “એક શીખ યુવતીએ કંગના રણૌતને થપ્પડ મારીને બદલો લીધો છે. જલિયાવાલાં બાગ હત્યાકાંડના આરોપી જનરલ ડાયર અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, “સરદાર ઉધમ સિંઘે ઈંગ્લેન્ડ જઈને ડાયર પાસેથી બદલો લીધો હતો. સતવંત સિંઘ અને બેઅંત સિંઘે દિલ્હીમાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પાસેથી બદલો લીધો હતો.”

    આટલું જ નહીં, શુક્રવારે (7 જૂન 2024) હરિયાણાના જીંદમાં ઉચાના સબ-ડિવિઝનલ ઑફિસમાં ચાલી રહેલા ધરણાં પર ખેડૂતોની એક બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ખેડૂતોએ કહ્યું કે, કુલવિંદર કૌરને મુક્તિ બાદ ઉચાના ધરણા પર બોલાવીને તેમનું સન્માન કરવામાં આવશે. ધરણા સંયોજક આઝાદ પાલવાંએ કહ્યું કે, કુલવિંદર કૌરની થપ્પડનો પડઘો આખી દુનિયામાં પડ્યો છે.

    રેસલર બજરંગ પુનિયા પણ આવ્યા સમર્થનમાં

    રેસલર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોતાની પોસ્ટમાં આરોપી મહિલા કુલવિંદર કૌરનું સમર્થન કર્યું છે. પુનિયાએ લખ્યું , “જ્યારે મહિલા ખેડૂતો વિશે અભદ્ર ભાષા બોલાઈ રહી હતી, ત્યારે નૈતિકતા શીખવનારા લોકો ક્યાં હતા? હવે જ્યારે તે ખેડૂત માતાની પુત્રીએ ગાલ લાલ કર્યા, ત્યારે શાંતિનો પાઠ ભણાવવા આવી ગયા. સરકારી અત્યાચારને કારણે ખેડૂતો માર્યા ગયા, ત્યારે સરકારે આ શાંતિનો પાઠ ભણાવવો હતો!” તેમણે લખ્યું, “ઘટાએ ઉઠતી હૈ, બરસાત હોને લગતી હૈ. જબ આંખ ભર કે ફલક કો કિસાન દેખતા હૈ.”

    સિંગર વિશાલ દદલાનીએ કુલવિંદર કૌરને ઓફર કરી નોકરી

    ગાયક-સંગીતકાર વિશાલ દદલાનીએ CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરને સમર્થન આપ્યું છે અને તેને મદદ કરવાની ઓફર કરી છે. વિશાલ દદલાનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે, જો મહિલા કોન્સ્ટેબલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો CISF કોન્સ્ટેબલે ‘નોકરી સુનિશ્ચિત’ કરવી જોઈએ. દદલાનીએ લખ્યું, “હું ક્યારેય હિંસાનું સમર્થન કરતો નથી, પરંતુ હું આ CISF કર્મીના ગુસ્સાની જરૂરિયાતને સંપૂર્ણપણે સમજું છું. જો CISF દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો હું એ સુનિશ્ચિત કરીશ કે, જો તેઓ સ્વીકારવા ઈચ્છે તો તેમના માટે નોકરીની વ્યવસ્થા કરવામાં આવશે. જય હિન્દ. જય જવાન. જય કિસાન.”

    નોંધનીય છે કે, CISF મહિલા સૈનિક કુલવિંદર કૌર કપૂરથલાના સુલતાનપુર લોધી સબ-ડિવિઝનના મંડ માહિવાલ ગામના એક ખેડૂતની પુત્રી છે. જ્યારે, કુલવિંદર કૌરનો ભાઈ શેર સિંઘ માહિવાલ એક ખેડૂત નેતા છે અને તેમણે ખેડૂત આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. કુલવિંદરના કુલ 6 ભાઈ-બહેનો છે. તેના લગ્ન છ વર્ષ પહેલાં જમ્મુના સિમરન સિંઘ સાથે થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં