Sunday, June 23, 2024
More
  હોમપેજદેશચંડીગઢ એરપોર્ટ પર મંડીના નવનિર્વાચિત સાંસદ કંગના રણૌતને CISFના મહિલા જવાને માર્યો...

  ચંડીગઢ એરપોર્ટ પર મંડીના નવનિર્વાચિત સાંસદ કંગના રણૌતને CISFના મહિલા જવાને માર્યો લાફો: અહેવાલોમાં દાવો- કરાઈ આરોપીની અટકાયત

  હિમાચલના મંડીમાંથી ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારવાના સમાચાર સામે આવ્યા છે. ચંદીગઢ એરપોર્ટ પર તેની સાથે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.

  - Advertisement -

  ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. સાંસદે આપેલી ફરિયાદમાં એ વાત સામે આવી છે કે તેઓ દિલ્હી આવવા માટે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે તેઓ સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેમને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રણૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

  તાજા જાણકારી મુજબ હાલ કંગના રણૌત દિલ્હી પહોંચી ગયા છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેમણે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહને ઘટનાની જાણકારી આપી છે. કંગનાનો દાવો છે કે કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર કર્ટન વિસ્તારમાં તેમની સાથે દલીલ કરી અને થપ્પડ મારી હતી. કોન્સ્ટેબલ કુલવિંદરને સીઓ રૂમમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલી રહી છે. ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે.

  નોંધનીય છે 4 જૂનના દિવસે જાહેર થયેલ લોકસભા ચૂંટણીના પરિણામમાં હિમાચલની મંડી બેઠક પરથી કંગના રણૌત મોટી લીડથી જીત્યા હતા. તેઓ ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને સાંસદ બન્યા છે. મંડી જીતની ઉજવણી કર્યા બાદ કંગના રણૌત દિલ્હી જવા રવાના થયા હતા. આ પહેલા અભિનેત્રીએ પોતાની માતાના આશીર્વાદ લીધા અને પછી જાંબલી રંગની સાડી પહેરીને નીકળ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં