Friday, September 20, 2024
More
    હોમપેજસ્પેશ્યલરામયાત્રા, શિવયાત્રાથી લઈને ગણેશોત્સવની યાત્રામાં પણ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કર્યા હતા હુમલા: છતાં...

    રામયાત્રા, શિવયાત્રાથી લઈને ગણેશોત્સવની યાત્રામાં પણ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કર્યા હતા હુમલા: છતાં રાજ્યભરમાં ઈદના જુલૂસમાં કોઈ ઘર્ષણ નહીં, ખરેખર ‘શાંતિપ્રિય સમુદાય’ કયો?

    આટલી ઘટનાઓ દેશમાં બને છે, દરેક ઘટનાઓમાં હિંદુઓની યાત્રાઓ પર હુમલા થયા છે, હિંદુઓ જ માર ખાય છે અને હિંદુઓને જ 'હિંસક' અને 'આતંકી' પણ કહેવામાં આવી રહ્યા છે. એવું નથી કે, માત્ર હિંદુ તહેવારોમાં જ હિંદુઓ પર હુમલા થાય છે. ઈદના જુલૂસ હોય કે મોહરમના જુલૂસ હોય, પણ ટાર્ગેટ તો હંમેશા હિંદુઓ જ હોય છે.

    - Advertisement -

    તાજેતરમાં દેશભરમાં અનેક તહેવારો ઉજવાયા. ભાતીગળ સંસ્કૃતિના કારણે અનેક ધર્મ, મઝહબ અને પંથના લોકોએ પોતાના તહેવારો ધામધૂમથી અને નિર્વિઘ્ને પૂર્ણ કર્યા. સિવાય કે હિંદુઓએ. દેશના સૌથી મોટા બહુમતી સમાજને પોતાના ઉત્સવો ઉજવાવવા માટે પોલીસ રક્ષણ મેળવવું હવે અનિવાર્ય બની ગયું છે. પોલીસ રક્ષણ હોવા છતાં પણ હવે તો હિંદુઓના ઉત્સવોને એક વિશેષ વર્ગના કટ્ટરપંથીઓ ટાર્ગેટ કરી રહ્યા છે. હમણાં ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ. 11 દિવસના તહેવારમાં દેશભરમાં સેંકડો હુમલા થયા, 8 હુમલાઓ તો માત્ર ગુજરાતમાં જ થયા. તેમ છતાં હિંદુઓએ સામે જઈને પથ્થર નથી ઉપાડ્યા. ગણેશ વિસર્જન દરમિયાન ઈદનો તહેવાર પણ સાથે આવ્યો હતો. પરંતુ રાજ્યમાં કોઈપણ સ્થળે ઈદના જુલૂસ પર પથ્થરમારો થયો હોય તેવી એકપણ ઘટના નથી બની.

    17 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ ઉજવાઇ રહ્યો હતો. હિંદુઓ પોતાના આરાધ્યને વિદાય આપી રહ્યા હતા. તે સાથે જ મુસ્લિમો ઈદનો તહેવાર ઉજવી રહ્યા હતા. આખા રાજ્યમાં ઈદના જુલૂસ નીકળ્યા હતા. પરંતુ એકપણ જુલૂસ પર કોઈએ પણ પથ્થરમારો નહોતો કર્યો. પથ્થરમારો તો દૂર પણ કોઈપણ પ્રકારે વિક્ષેપ સુદ્ધાં નહોતો પાડ્યો. પરંતુ ગણેશ વિસર્જન સમયે પણ ખેડાના વસોમાં ઇસ્લામી ટોળાં હથિયારો લઈને આવી પહોંચ્યા હતા. કારણ હતું માત્ર એટલું કે, મસ્જિદ પાસે હિંદુઓનું ડીજે વાગતું હતું. એ તો સમયસર પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો, નહીં તો હિંદુઓનો આ ઉત્સવ પણ લોહિયાળ બન્યા વગર નહીં રહેત.

    તમામ હિંદુ શોભાયાત્રા પર પથ્થરમારો, છતાં ઈદ શાંતિમય રીતે ઉજવાઇ

    બધા તહેવારોનું નિરીક્ષણ કરવામાં આવે તો હિંદુઓનો એકપણ તહેવાર એવો નહીં હોય જેમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ બાધારૂપ ન બન્યા હોય. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને રામનવમી નિમિત્તે રાજ્યમાં અનેક શોભાયાત્રાઓ નીકળી હતી અને તેમાંથી મોટાભાગની યાત્રાઓ પર આ ‘શાંતિદૂતો’એ છુટ્ટા પથ્થરો ફેંક્યા હતા. વડોદરામાં તો એક દિવસમાં આવી બે ઘટનાઓ સામે આવી હતી. તે મહેસાણાનું ખેરાલુ હોય, ખેડાનું ઠાસરા હોય, વડોદરાનું ભોજ હોય, મંજૂસર હોય કે પછી નર્મદાનું સેલંબા હોય. આ તમામ વિસ્તારોમાં એક જ વર્ષમાં હિંદુ શોભાયાત્રાઓ પર અનેક વખત હુમલા કરવામાં આવ્યા હતા. 2024 શરૂ થયા બાદ જે હુમલા થયા તેની તો ગણતરી પણ નથી.

    - Advertisement -

    જાન્યુઆરીમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવને લઈને પણ હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના અનેક કાવતરા કરવામાં આવ્યા હતા. આ મહિનાની જ વાત કરીએ તો માત્ર ગુજરાતમાં ગણેશ આગમનયાત્રા, વિસર્જનયાત્રા અને પંડાલો પર હુમલો કરવાની 8 ઘટનાઓ અહેવાલમાં સામે આવી છે. આ તમામ ઘટનાઓ માત્ર 11 દિવસમાં બની, જ્યાં સુધી ગણેશોત્સવનો તહેવાર હતો ત્યાં સુધીમાં આ તમામ ઘટનાઓ ગુજરાતમાં બનતી રહી. ક્યાંક કોઈ સગીર મુસ્લિમો પથ્થરો ફેંકતા હતા તો ક્યાંક મંદિરો પર ઇસ્લામી ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા. તેમ છતાં હિંદુઓએ માત્ર કાયદાનો સહારો લીધો.

    હવે વાત કરીને ઈદના તહેવારની. મોહમ્મદ પયગંબરના જન્મદિવસને ઉજવવા માટે ઈદનો તહેવાર તમામ મુસ્લિમો ઉજવે છે. મંગળવારે (17 સપ્ટેમ્બર) ગુજરાતના લગભગ તમામ શહેરોમાં ઈદના જુલૂસ નીકળ્યા હતા. ડીજે સાથે તમામ મુસ્લિમ સમુદાયના લોકો શહેરમાંથી નીકળી રહ્યા હતા. ખાસ નોંધવા જેવું છે કે, તેઓ જે-જે સ્થળેથી નીકળ્યા હશે, તે-તે સ્થળે હિંદુઓ જ બહુમતીમાં હશે. અમુક વિસ્તારોને બાદ કરતાં લગભગ તમામ વિસ્તારોમાં હિંદુઓ બહુમતીમાં હશે. તેમ છતાં રાજ્યના એકપણ શહેરમાં ઈદના જુલૂસ પર હુમલો થયો હોવાના અહેવાલ નથી આવ્યા.

    હુમલો તો દૂર પણ હિંદુઓએ વિક્ષેપ પાડ્યો હોવાના પણ એકેય કિસ્સા સામે નથી આવ્યા. ઉલ્ટાનું ઘણી જગ્યાએ તો હિંદુઓએ ‘કોમી એકતા’ના પાઠ પણ શિખવ્યા હતા. જે સુરતમાં પોતાના આરાધ્ય પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. તે જ સુરતમાં હિંદુઓએ મુસ્લિમોના ઈદના જુલૂસનું સ્વાગત કર્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેનું કારણ એ છે કે, હિંદુ જન્મથી સહિષ્ણુ છે. હિંદુઓના મંદિરોમાં એવું નથી શિખાવાતું કે, પોતાનો ધર્મ જ સર્વોપરી છે, પોતાના ઈશ્વર જ સત્ય છે અને પોતાના ધર્મના લોકોને જ જીવવાનો અધિકાર છે. હિંદુ મંદિરોમાં શિખાવાય છે, વિશ્વનું કલ્યાણ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને ધર્મનો વિજય થાય. અહીં પણ ધર્મ એટલે સત્યની વાત કરવામાં આવી છે.

    આખી દુનિયા સામે હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચેનો આ તફાવત સ્પષ્ટ અને ખુલ્લો છે. તેમ છતાં ઘણા ‘બુદ્ધિજીવીઓ’ હિંદુઓને ‘આતંકી’ કહેતા જરાપણ શરમાતા નથી. આ જ ‘બુદ્ધિજીવીઓ’ હિંદુઓને કાયમ ભાંડતા જ રહ્યા છે. જ્યારે સ્વરક્ષા માટે એકાદ કિસ્સામાં જો હિંદુ પલટવાર પણ કરે તો આ આખી જમાત એ કટ્ટરપંથી તત્વોની ઢાલ બનવા દોડી આવે છે.

    ખરેખર ‘શાંતિપ્રિય સમુદાય’ કયો?

    મહત્વની વાત હવે એ છે કે, આટલી ઘટનાઓ દેશમાં બને છે, દરેક ઘટનાઓમાં હિંદુઓની યાત્રાઓ પર હુમલા થયા છે, હિંદુઓ જ માર ખાય છે અને હિંદુઓને જ ‘હિંસક’ અને ‘આતંકી’ પણ કહેવામાં આવી રહ્યા છે. એવું નથી કે, માત્ર હિંદુ તહેવારોમાં જ હિંદુઓ પર હુમલા થાય છે. ઈદના જુલૂસ હોય કે મોહરમના જુલૂસ હોય, પણ ટાર્ગેટ તો હંમેશા હિંદુઓ જ હોય છે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ઈદના જુલૂસમાંથી હનુમાનજીના મંદિર પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. તે સિવાય પણ મોહરનના તાજિયા વખતે હિંદુઓને ટાર્ગેટ કર્યા હોવાના અનેક દાખલા સામે આવે છે. તેનો અર્થ સીધો અને સરળ એ છે કે, હિંદુઓને તો પોતાના ઉત્સવો ઉજવવાનો અધિકાર નથી જ, પરંતુ તેમને જીવવાનો પણ અધિકાર નથી. મઝહબી તહેવાર હોય કે હિંદુઓના ઉત્સવો, દરેકમાં હિંદુઓને જ પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.

    આટલી ઘટનાઓ છતાં પણ રાજ્યમાં એકપણ વખત ઈદના જુલૂસમાં કોઈએ પથ્થર નથી ફેંક્યો. તેમ છતાં કેટલાક બુદ્ધિજીવીઓ માટે હિંદુઓ હંમેશા ‘હિંસક’ અને ‘આતંકી’ જ રહેશે. વારંવાર, દરેક યાત્રા પર હુમલો કરનારા ઇસ્લામી કટ્ટરપંથીઓ તેમના માટે ‘શાંતિપ્રિય સમુદાય’ના રહેશે. નરી વાસ્તવિકતા આંખ સામે દેખાઈ રહી છે, તે બુદ્ધિજીવીઓને પણ ખબર છે કે, સત્ય શું છે. પરંતુ તેઓ બોલી નહીં શકે. કારણ કે, તે તેના એજન્ડા વિરુદ્ધ છે. આંખ પર પટ્ટી બાંધીને તેઓ કહેશે કે, સૂર્ય અસ્ત થઈ ગયો છે. આંખ સામે તરી આવતી આ હકીકત તથ્યો પર આધારિત હોવા છતાં આ પ્રજા ક્યારેય તે નહીં સ્વીકારે કે, ખરેખર ‘શાંતિપ્રિય સમુદાય’ હિંદુઓનો છે.

    આટઆટલા હુમલાઓ અને પીડાઓ સહ્યા પછી પણ જે સમુદાય શાંતિ અને સદભાવનાની વાત કરે છે, વિરોધીઓને તેના તમામ ઉત્સવો શાંતિપૂર્ણ રીતે ઉજવવા દે છે. તે જ સમાજ ‘આતંકી’ ગણવાઈ જશે અને સામેનો સમુદાય કે, જે દરેક યાત્રા પર પથ્થરો લઈને નીકળી પડે છે, હિંદુઓના એક પણ ઉત્સવને ઉજવવા નથી દેતો અને હિંદુઓના જ આરાધ્યો પર હુમલા કરતો રહે છે, તે સમુદાય ‘શાંતિપ્રિય સમુદાય’ ગણવાઈ જશે. આટલું જાણ્યા પછી હવે નિર્ણય તમારે લેવાનો છે કે, ખરેખર ‘શાંતિપ્રિય સમુદાય’ કયો???

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં