Monday, September 9, 2024
More
    હોમપેજસ્પેશ્યલવડોદરામાં 1 જ દિવસે 2 રામયાત્રાઓ પર હુમલા, મંજુસરમાં ગણેશજીની મૂર્તિને નુકસાન,...

    વડોદરામાં 1 જ દિવસે 2 રામયાત્રાઓ પર હુમલા, મંજુસરમાં ગણેશજીની મૂર્તિને નુકસાન, ઠાસરામાં મદરેસા પરથી ફેંકાયા પથ્થર: 2023માં ગુજરાતમાં હિંદુ યાત્રાઓ પર થયેલા હુમલાઓ

    વર્ષ વીતી જશે. આગામી વર્ષે ફરી આ તહેવારો આવશે અને યાત્રાઓ ફરી નીકળશે. આ બધું ચાલતું રહેશે. પરંતુ હિંદુ સમુદાય આ ઘટનાઓ ભૂલી ન જાય તે જરૂરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે દુષ્ટ સેક્યુલરો અને લંપટ વામપંથી પત્રકારોની એક જમાત આપણને કાયમ ભૂલવડાવવા માટે મહેનત કરી રહી હોય. 

    - Advertisement -

    ભારત પંથનિરપેક્ષ એટલે કે સેક્યુલર દેશ કહેવાય છે. બંધારણ અહીં દરેક ધર્મ, મઝહબ કે રિલિજિયનને પોતાનો પ્રચાર-પ્રસાર કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે હિંદુઓનું કોઇ શહેરમાંથી શાંતિપૂર્ણ રીતે યાત્રા લઈને પસાર થવું પણ સમુદાય વિશેષ માટે ઉશ્કેરણીનું કારણ બની જાય છે. પાછલાં વર્ષોમાં હિંદુ યાત્રાઓ ઉપર કઈ રીતે પૂર્વનિયોજીત કાવતરાંના ભાગરૂપે હુમલાઓ થયા તેનાથી કોઇ અજાણ નથી. દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતમાં પણ આ દૂષણ છેક સુધી પેસી ગયું છે. 

    2022માં ગુજરાતમાં રામનવમી પર અમુક નગરોમાં યાત્રાઓ પર હુમલા થયા હતા. 2023માં આ હુમલાઓમાં વધારો જોવા મળ્યો. વડોદરા જેવા મહાનગરમાં એક જ દિવસે બે યાત્રાઓ પર હુમલા થયા, ઠાસરા જેવા નગરપાલિકા ક્ષેત્રમાં શિવજીની યાત્રાને ન બક્ષવામાં આવી તો સેલંબા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ તે જ પેટર્નથી યાત્રા પર હુમલો કરીને માહોલ બગાડવામાં આવ્યો. 

    ઑપઇન્ડિયાએ આ તમામ ઘટનાઓનું વિસ્તૃત કવરેજ જે-તે સમયે કર્યું હતું. વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે ફરી એક વખત આ ઘટનાઓ પર નજર કરીએ.

    - Advertisement -

    વડોદરામાં એક જ દિવસે બે યાત્રાઓ પર થયા હતા હુમલા

    આ વર્ષે 30 માર્ચે રામનવમી હતી. દર રામનવમીએ વિવિધ શહેરોમાં પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે. વડોદરામાં પણ આ વર્ષે ઘણાં આયોજનો હતાં. હિંદુ સંગઠનોએ શહેરના કારેલીબાગથી એક યાત્રાનું આયોજન કર્યું હતું. સૌ રંગેચંગે જોડાયાં અને શાંતિપૂર્ણ રીતે યાત્રા પસાર થઈ રહી હતી. પણ તે મસ્જિદ પાસે પહોંચી ત્યાં સુધી. 

    યાત્રા ફતેપુરાના પાંજરીગર મહોલ્લાની એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે તેની ઉપર અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. અચાનક સેંકડો મુસ્લિમ સમુદાયના લોકોનું ટોળું આવી પહોંચ્યું અને આસપાસથી પથ્થરો વરસવા માંડ્યા, જેના કારણે ભગવાનની મૂર્તિની સુરક્ષા પણ જોખમાઇ. રામભક્તોએ પોતે પથ્થરો ખાઈને ભગવાનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. 

    આ એક ઘટના નથી. આ જ દિવસે થોડા કલાકો બાદ બીજી એ ઘટના બની. જેની પેટર્ન સરખી જ હતી. એક અન્ય રામયાત્રા શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ ટોળાએ તેની ઉપર પથ્થરમારો કર્યો હતો. જેના અમુક વિડીયો પણ પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

    પછીથી જ્યારે ઑપઇન્ડિયાએ આ યાત્રાના આયોજકો પૈકીના એક બજરંગ દળ નેતા કેતન ત્રિવેદી સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે યાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક મુસ્લિમ યુવકે નંબર પ્લેટ વગરની એક બાઈક લાવીને યાત્રામાં સામેલ એક કાર સાથે અથડાવી દીધી હતી અને માથાકૂટ કરી હતી. કારચાલકે તેને જોઈને ચલાવવાનું કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા માંડ્યો. બીજી તરફ ટોળું પણ એકઠું થવા માંડ્યું અને પથ્થરો આવવાના શરૂ થઈ ગયા. 

    હિંદુ નેતાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ઘટના બની ત્યાં આટલા બધા પથ્થરો મળી આવવા શક્ય નથી, જેથી આશંકા એવી વ્યક્ત કરવામાં આવી કે કાવતરું પૂર્વનિયોજીત જોવું જોઈએ. 

    જોકે, પછીથી ગૃહ મંત્રાલયના આદેશથી વડોદરા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી અને અનેક ઉપદ્રવીઓને જેલભેગા કર્યા હતા. 

    ઠાસરામાં શિવયાત્રા પર મદરેસા પરથી થયો હતો પથ્થરમારો 

    બીજી એક ઘટના ખેડા જિલ્લાના ઠાસરામાં બની હતી. શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. અંતિમ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાસરાના હિંદુઓએ ભગવાન શિવજીની એક યાત્રાનું આયોજન કર્યું હતું. 1 વાગ્યે શરૂ થયેલી આ યાત્રા ત્રણેક વાગ્યાના અરસામાં શહેરના ચોક પર પહોંચી કે ત્યાં આવેલી એક મદરેસાની છત પરથી અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેમાં પોલીસકર્મીઓ સહિતના લોકોને ઈજા પહોંચી હતી. 

    પછીથી જ્યારે ઑપઇન્ડિયાએ આ કેસની FIR મેળવીને અભ્યાસ કર્યો તો ઘણું જાણવા મળ્યું. FIR અનુસાર, યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે પહેલાં મુસ્લિમ સમુદાયના અમુક લોકોએ આવીને DJ બંધ કરવાનું કહીને વિવાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી હિંદુ સમુદાયે વાત માની પણ ખરી, પરંતુ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક નજીકની મદરેસા અને આસપાસનાં ઘરો પરથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. 

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, આ દરમિયાન હુમલો કરનારાઓએ જોરજોરથી ‘મારો…મારો હિંદુઓની શોભાયાત્રા બંધ કરાવો’ અને ‘આજે હિંદુઓ જીવતા જવા ન જોઈએ’ તેવી બૂમો પાડીને પથ્થરો ફેંક્યા હતા. ત્યાં હાજર પોલીસકર્મીઓએ પણ પૂરતા પ્રયાસ કર્યા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણુંખરું નુકસાન થઈ ચૂક્યું હતું.

    પછીથી એક રિપોર્ટમાં સામે આવ્યું કે મદરેસાની છત પર પહેલેથી જ પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. જેથી આ હુમલો પણ પૂર્વનિયોજિત હોવાની આશંકા નકારી શકાય નહીં. 

    સેલંબામાં બજરંગ દળ યાત્રા પર હુમલો 

    ઠાસરાની ઘટના 15 સપ્ટેમ્બર, 2023ના રોજ બની. તેના 15 જ દિવસ બાદ નર્મદાના સેલંબામાં આવી જ એક ઘટના બની, જેમાં હિંદુઓની શૌર્ય જાગરણ યાત્રાને નિશાન બનાવવામાં આવી અને પથ્થર ફેંકાયા. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો અને પછીથી અમુક દુકાનો પણ સળગાવાઈ. ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં મુસ્લિમ ટોળું યાત્રા પર પથ્થર ફેંકતું જોવા મળે છે. 

    આ ઘટનાને લઈને પણ પછીથી સામે આવ્યું હતું કે યાત્રા પહેલાં પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા અને યાત્રા આવે એટલે તેને ટાર્ગેટ કરવાનું કાવતરું અગાઉથી બનાવી રાખવામાં આવ્યું હતું. અને બન્યું પણ એવું જ, યાત્રા જેવી પસાર થઈ કે પથ્થરો ફેંકવાના શરૂ થઈ ગયા હતા. 

    મંજુસરમાં ગણેશજીની વિસર્જન યાત્રાને બનાવાઈ હતી નિશાન

    29 સપ્ટેમ્બરના દિવસે જ વડોદરાના મંજુસરમાં પણ આવી એક ઘટના બની હતી. અહીં ગણેશજીની વિસર્જન યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે તેની ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેમાં અમુક હિંદુઓને ઈજા પહોંચી તો ગણેશજીની પ્રતિમા પણ ખંડિત થઈ હતી. 

    ઘટના સાવલીના મંજુસર ગામમાં બની હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે ઘરોનાં ધાબાં પરથી મોઢે માસ્ક પહેરેલા તોફાનીઓ પથ્થરો ફેંકે છે. જે મકાન પરથી પથ્થરો ફેંકવામાં આવ્યા ત્યાં ઇસ્લામિક પોસ્ટરો પણ લગાવવામાં આવેલાં જોવા મળે છે.  

    હુમલો થયા બાદ હિંદુઓએ વિસર્જન યાત્રા અટકાવી દીધી હતી અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. હિંદુઓએ કડક કાર્યવાહીની માંગ કરતાં તોફાનીઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી વિસર્જન નહીં થાય તેવું એલાન પણ કર્યું હતું. જોકે, પછીથી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની બાહેંધરી આપીને મામલો થાળે પાડ્યો હતો. 

    આ ત્રણ મુખ્ય ઘટનાઓ છે, જેનું મીડિયામાં રિપોર્ટિંગ થયું. આ ઘટનાઓ દર્શાવે છે કે ગુજરાત જેવા સુરક્ષિત અને ચુસ્તપણે કાયદાકીય શાસનથી ચાલતા રાજ્યમાં પણ જેહાદી અને ઉન્માદી તત્વો કોઇ યાત્રાને અટકાવીને હુમલો કરી દેવાની હિંમત કરતા ખચકાતા નથી. અભ્યાસ કરશો તો તમામ હુમલાઓની પેટર્ન એક જેવી જ હતી. જ્યાં હિંદુઓનું માત્ર એક યાત્રા લઈને પસાર થવું એ ‘ઉશ્કેરણી’નું કારણ બની ગયું હતું. જ્યાં મોટાભાગના કિસ્સાઓમાં પથ્થરો પહેલેથી એકઠા કરી રાખવામાં આવ્યા હતા, જ્યાં હુમલો થયા બાદ દોષ હિંદુઓ પર નાખી દેવામાં આવ્યો હતો.

    વર્ષ વીતી જશે. આગામી વર્ષે ફરી આ તહેવારો આવશે અને યાત્રાઓ ફરી નીકળશે. આ બધું ચાલતું રહેશે. પરંતુ હિંદુ સમુદાય આ ઘટનાઓ ભૂલી ન જાય તે જરૂરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે દુષ્ટ સેક્યુલરો અને લંપટ વામપંથી પત્રકારોની એક જમાત આપણને કાયમ ભૂલવડાવવા માટે મહેનત કરી રહી હોય. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં