Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતખેડાના ઠાસરામાં નૂંહ જેવો બનાવ, હિંદુઓની ધાર્મિક યાત્રા પર પથ્થરમારો: મદરેસામાંથી પથ્થરો...

    ખેડાના ઠાસરામાં નૂંહ જેવો બનાવ, હિંદુઓની ધાર્મિક યાત્રા પર પથ્થરમારો: મદરેસામાંથી પથ્થરો ફેંકાયા હોવાનો આરોપ

    યાત્રા ચાલી રહી હતી ત્યારે બપોરે 3 વાગ્યાના અરસામાં અચાનક યાત્રા પર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ બબાલમાં બે પોલીસ જવાનો અને એક PSI એમ કુલ ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી.

    - Advertisement -

    ખેડા જિલ્લાના ઠાસરામાં હિંદુઓના પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે નીકળેલી ભગવાન શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાનો મામલો સામે આવ્યો છે.

    પ્રાથમિક વિગતો અનુસાર, ખેડાના ઠાસરામાં દર વર્ષે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભગવાન શિવજીની શોભાયાત્રા નીકળતી હોય છે. આ વર્ષે પણ નિયતક્રમ મુજબ બપોરે 1 વાગ્યાના અરસામાં આ શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. યાત્રા ચાલી રહી હતી ત્યારે બપોરે 3 વાગ્યાના અરસામાં અચાનક યાત્રા પર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો.

    આ બબાલમાં બે પોલીસ જવાનો અને એક PSI એમ કુલ ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જોકે, કોઇ શ્રદ્ધાળુને ઈજા પહોંચી છે કે કેમ તે અંગે હજુ સુધી જાણકારી મેળવી શકાઈ નથી. પથ્થરમારો થયો ત્યારબાદ યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ યાત્રા અધૂરી મૂકીને જ ભાગવાની ફરજ પડી હતી. 

    - Advertisement -

    આરોપ છે કે યાત્રા જ્યારે શહેરના ચોક પાસે પહોંચી ત્યારે ત્યાં સ્થિત મદરેસામાંથી પથ્થરો અને ઈંટો ફેંકવામાં આવ્યા હતા. યાત્રાના આયોજક મહંત વિજયદાસજીએ આ હુમલો પૂર્વનિયોજિત હોવાની આશંકા પણ વ્યક્ત કરી. જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધી કોઇ આરોપી પકડાયા નથી. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

    પથ્થરમારો થયો ત્યારે યાત્રામાં પોલીસ પણ હાજર હતી અને સ્થિતિ કાબૂમાં લેવા જતાં ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યારબાદ જિલ્લામાંથી અન્ય પોલીસ કર્મચારીઓનો કાફલો પણ ઠાસરામાં બોલાવી લેવામાં આવ્યો હતો. 

    હાલ સ્થિતિ કાબૂમાં: જિલ્લા પોલીસ વડા

    આ અંગે ખેડાના જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ ઘટનાને લઈને મીડિયાને જણાવ્યું હતું કે, યાત્રા પૂર્ણ થવા પર હતી ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમોએ ઈંટો અને પથ્થરો ફેંક્યા હતા, જેના કારણે પોલીસ કર્મચારીઓ સહિત અમુક લોકોને ઈજા પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસનો બંદોબસ્ત પૂરતો હતો અને આસપાસના ડિવિઝનમાંથી પણ ફોર્સ આપવામાં આવી હતી. 

    પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેમજ સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, જે કોઇ અસામાજિક તત્વો આ કૃત્ય પાછળ જવાબદાર હશે તેમને છોડવામાં આવશે નહીં. હાલ આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ ચાલી રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં