Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યરાહુલ ગાંધીના 3 સ્ટાર બાથરૂમને મહાપરાણે ‘બેઝીક’ જણાવતાં ધ વાયરના આરફા ખાનુમ...

    રાહુલ ગાંધીના 3 સ્ટાર બાથરૂમને મહાપરાણે ‘બેઝીક’ જણાવતાં ધ વાયરના આરફા ખાનુમ શેરવાની ભેરવાઈ ગયા

    કોંગ્રેસ તરફી તટસ્થ પત્રકારોએ પણ અનુક્રમે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાજકારણને લગતાં તીખાં સવાલો કરવાને બદલે તેમની આરતી ઉતરતાં પ્રશ્નો કર્યા હોવાના ઇન્ટરવ્યુ આપણી સામે આવ્યાં હતાં. લાગે છે કે આરફા તરીકે હવે આ લિસ્ટમાં નવું નામ જોડાઈ ગયું છે.

    - Advertisement -

    રાહુલ ગાંધી હવે આગળ વધ્યાં છે અને ભારતના શાસનની ધુરી સંભાળવા માટે એકદમ તૈયાર છે આ પ્રકારનો નેરેટીવ દેશના લેફ્ટ લિબરલ પત્રકારો છેલ્લા દોઢ દાયકાથી સતત કરી રહ્યાં છે. તેમ છતાં રાહુલ ગાંધી તેમની અલગ પ્રકારની બુદ્ધિક્ષમતાને લીધે આ જમાતની આકાંક્ષાઓને સંતોષી શકતાં નથી. હાલમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા જે 60 જેટલાં લક્ઝરી કન્ટેનરોમાં ચાલી રહી છે તેને સાવ સાદાં જણાવવાની લ્હાયમાં ધ વાયરના પત્રકાર આરફા ખાનુમ શેરવાની ભેરવાઈ ગયા છે.

    બન્યું એવું કે આરફા અને ધ વાયરનો એક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે જેમાં તેઓ રાહુલ ગાંધી જે લક્ઝરી કન્ટેનરમાં ફરી રહ્યાં છે તેની મુલાકાતે આવ્યાં હોવાનું દેખાય છે. અહીં આરફા ખાનુમ શેરવાની સાથે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ પણ દેખાય છે અને આરફાને એક ટુરીસ્ટ ગાઈડની જેમ આ કન્ટેનરની તમામ માહિતી આપતાં જણાય છે.

    આ લક્ઝરી કન્ટેનરમાં આરફા જ્યારે રાહુલ ગાંધીનાં બાથરૂમમાં પ્રવેશે છે ત્યારે તેને એક ‘બેઝીક બાથરૂમ’ જણાવે છે. હવે આ બેઝીક બાથરૂમમાં રહેલી સગવડ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે જે કદાચ 5 Star નહીં પરંતુ 3 Star હોટેલ્સના બાથરૂમથી બિલકુલ ઓછી નથી. જે રીતનું ગીઝર કે પછી કમોડ અથવાતો અહીં ટુવાલ વગેરે દેખાય છે એ થોડી મોંઘી હોટલના બાથરૂમમાં ‘બેઝીક’ જરૂરિયાત તરીકે કાયમ જોવા મળતી હોય છે.

    - Advertisement -

    વાત હજી અહીં પુરી નથી થતી. પહેલાં તો આરફા ખાનુમ શેરવાનીને અવોઇડ કરતાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશને છેવટે એમનો સામનો કરવાનો આવતાં તેઓ રાહુલ ગાંધીનો કબાટ દેખાડે છે. જયરામ રમેશ આરફાને કહે છે કે અહીં રાહુલ ગાંધીના 30-40 ટી શર્ટ ટીંગાતાં હોય છે. તો આરાફા ચાટુકારીતાની તમામ હદ પાર કરીને અને કદાચ જયરામ રમેશને સારું દેખાડવા કહે છે કે હું તો અહીં એમનાં જેકેટ શોધી રહી છું કે કદાચ તેઓ ઠંડીથી બચવા માંગતા હોય તો અહીં એકાદું જેકેટ પણ મળી જાય.

    ત્યારબાદ રમેશ આ બેઝીક જરૂરિયાત ધરાવતાં લક્ઝરી કન્ટેનરમાં એસી અને હીટર પણ દેખાડે છે અને સ્પષ્ટ કહે છે કે પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં જ્યારે આ યાત્રા ચાલી રહી છે ત્યારે આ હીટરનું મહત્વ વધી જાય છે. તેમ છતાં અન્યોને ગોદી મીડિયા કહેવામાં જરાય પાછીપાની ન કરતાં અન્ય લેફ્ટ લિબરલ પત્રકારોની જેમ આરફા પણ કન્ટેનરના કણેકણમાંથી ટપકતી લક્ઝરી જોઇને પણ રાહુલ ગાંધીને તપસ્વી કહેવાનું ચૂકતાં નથી.

    જે વ્યક્તિ આટલા પોશ કન્ટેનરમાં રહીને આખા ભારતનું ભ્રમણ કરતો હોય તેને કઈ રીતે કોઈ તપસ્વીની ઉપમાં આપી શકે? ધ વાયરના આ મહિલા પત્રકાર કદાચ એમને રાહુલબાબાના કન્ટેનરની મળેલી એક્સક્લુઝિવ મુલાકાતના આવેગમાં આવી જઈને તેમની ગુડ બુકમાં પોતાનું નામ વધુ ઉપર લઇ જવા માટે કદાચ આટલી હદના ખોટા વખાણ અથવાતો ચમચાગીરી કરી રહ્યાં છે.

    નવાઈની વાત છે કે આ બધું વિડીયોમાં દેખાય છે અને સ્પષ્ટપણે દેખાય છે, વળી જયરામ રમેશ ત્રીસ-ચાલીસ ટીશર્ટ, ગીઝર, હીટર વગેરે લક્ઝરી આ કન્ટેનરમાં હોવાની પુષ્ટિ કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ 60 કન્ટેનરને કોઈ એક જગ્યાએ પાર્ક કરવા માટે 2 એકર જમીનની જરૂર પડે છે એમ પણ રમેશ કહે છે.

    દર સાત દિવસે લોન્ડ્રી કરવામાં આવે છે એ પણ કદાચ બેઝીક જરૂરિયાતમાં જ આવતું હશે. વળી આ કન્ટેનર કોંગ્રેસે ખરીદ્યા નથી પરંતુ તાતા અને આઈશરના ભાડે લીધેલાં છે એમ જયરામ રમેશ સ્વીકારે છે. એક કહેવાતાં તપસ્વી દરરોજનું કેટલું ભાડું ભરતાં હશે આ કન્ટેનર માટે એ પૂછવાની હિંમત આરફાએ નથી કરી.

    આ બધું આ વિડીયો જોનારને સંભળાય અને દેખાય પણ છે તેમ છતાં આરફા રાહુલ ગાંધીને તપસ્વી કહી રહ્યાં છે. એવું લાગે છે કે કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમ જેમાં આરફા ખાનુમ શેરવાની જેવા ચાટુકાર પત્રકારો પણ સામેલ છે તેમના માટે ભારતની પ્રજા હજી પણ ‘ભોળી’ જ છે અને તેઓ જે દેખાડશે, જે સંભળાવશે એ માની લેશે એવું માને છે.

    ભૂતકાળમાં રવીશ કુમાર અને રાજદીપ સરદેસાઈ જેવા કોંગ્રેસ તરફી તટસ્થ પત્રકારોએ પણ અનુક્રમે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાજકારણને લગતાં તીખાં સવાલો કરવાને બદલે તેમની આરતી ઉતરતાં પ્રશ્નો કર્યા હોવાના ઇન્ટરવ્યુ આપણી સામે આવ્યાં હતાં. લાગે છે કે આરફા તરીકે હવે આ લિસ્ટમાં નવું નામ જોડાઈ ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં