Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતપસ્વી વિરુદ્ધ પુજારી: રાહુલ ગાંધીની બેહુદી સરખામણી પર સંતો આક્રોશિત; કહ્યું બ્રાહ્મણનો...

    તપસ્વી વિરુદ્ધ પુજારી: રાહુલ ગાંધીની બેહુદી સરખામણી પર સંતો આક્રોશિત; કહ્યું બ્રાહ્મણનો ફક્ત વેશ ધારણ કરે છે

    સમગ્ર ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ આ રીતે અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે. તેમણે તપસ્વી વિરુદ્ધ પુજારી ઉપરાંત શ્રીમદ ભગવદ ગીતા અને મહાભારત વિષે પણ વિવાદિત નિવેદનો આપીને હિંદુ સમાજનો રોષ વહોરી લીધો છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીએ તાજેતરમાં જ પોતાની ભારત જોડો યાત્રા દરમ્યાન હરિયાણા ખાતે તપસ્વી વિરુદ્ધ પુજારીની બેહુદી સરખામણી કરી હતી. હવે સંતો અને મહંતોએ રાહુલ ગાંધીની આ સરખામણીની આક્રોશિત ભાષામાં ટીકા કરી છે.

    રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ તપસ્યામાં માને છે જ્યારે ભાજપ પૂજામાં. ભાજપ અને આરએસએસ લોકોને તેમની પૂજા કરવા દબાણ કરે છે. ભારત એ તપસ્વીઓનો દેશ છે પૂજારીઓનો નહીં.

    રાહુલ ગાંધીની આ સરખામણીથી સંતો અને મહંતોએ આકરી પ્રતિક્રિયા આપી છે. હરદ્વારના પુજારી ઉજ્જવલ પંડિતે કહ્યું છે કે, “ભારત બ્રાહ્મણોનો દેશ છે અને દેશમાં કોઇપણ પવિત્ર કાર્ય બ્રાહ્મણ વગર થઇ શકતું નથી. જે રીતે સિનેમાહોલમાં ગેટ કીપર વગર અંદર જવાતું નથી તે જ રીતે કોઇપણ પૂજા બ્રાહ્મણ વગર અધુરી છે.”

    - Advertisement -

    તો યમુનોત્રી ધામના પુજારી રાવલ ઔરુધ અનીયાલે જણાવ્યું હતું કે, “જે રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પુજારીઓનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે ભારત બ્રાહ્મણોનો દેશ નથી તેની આકરામાં આકરી ટીકા થવી જોઈએ. તેમણે આ દેશના રીવાજ, સંસ્કૃતિ અને શ્રદ્ધાળુઓનું અપમાન કર્યું છે. આવાં વ્યક્તિઓએ દેશ છોડી દેવો જોઈએ.”   

    રાહુલ ગાંધીના નિવેદનનો અનેક સંતો અને મહંતોએ જવાબ આપ્યો છે જેમાં બદ્રીનાથ ધામના પુજારી ભાસ્કર દિમરી પણ સામેલ છે. તેમણે રાહુલ ગાંધીને યાદ દેવડાવ્યું હતું કે આપણા દેશમાં પુજારી શબ્દનો અર્થ સનાતન, સંસ્કૃત અને સભ્યતા થાય છે.

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે કુરુક્ષેત્ર પહોંચી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આરએસએસનાં લોકો ક્યારેય હર હર મહાદેવ નથી બોલતા કારણકે ભગવાન શિવ તપસ્વી હતાં. તેમણે જય સિયારામમાંથી સીતાને પણ દૂર કરીને જય શ્રી રામનું સૂત્ર આપ્યું છે. આ લોકો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ વર્તન કરી રહ્યાં છે.

    સમગ્ર ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ આ રીતે અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે. તેમણે તપસ્વી વિરુદ્ધ પુજારી ઉપરાંત શ્રીમદ ભગવદ ગીતા અને મહાભારત વિષે પણ વિવાદિત નિવેદનો આપીને હિંદુ સમાજનો રોષ વહોરી લીધો છે.

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની છે અને આજે તેઓ હરિયાણાના અંબાલાથી પોતાની યાત્રા આગળ વધારવાના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં