અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કર્યો ફોન, 75મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે ટ્રમ્પ પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવનારા પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ બન્યા છે. 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીનો 75મો જન્મદિવસ છે. 

આ બાબતની જાણકારી સ્વયં વડા પ્રધાન મોદીએ આપી. તેમણે લખ્યું, “મારા 75મા જન્મદિવસે ફોન કૉલ કરીને શુભકામનાઓ પાઠવવા બદલ મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરું છું. તેમની જેમ હું પણ ભારત અને અમેરિકાની સમાવેશી અને વૈશ્વિક ભાગીદારીને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે સંપૂર્ણપણે સમર્પિત છું. યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે તમારા પ્રયાસોને અમારું પૂરેપૂરું સમર્થન છે.”