
ISROએ ભારતીય નૌકાદળ માટે CMS-03 (GSAT-7R) હેવી કોમ્યુનિકેશન સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. આ સેટેલાઈટ નૌકાદળનો હમણાં સુધીનો સૌથી વધુ એડવાન્સ અને સૌથી વધુ ભારે સેટેલાઈટ છે. તેનાથી નેવીની સ્પેસ-બેસ્ડ કોમ્યુનિકેશન અને સમુદ્રી વિસ્તારમાં નિરીક્ષણની ક્ષમતા પણ વધુ મજબૂત બનશે. આ સેટેલાઈટ સંપૂર્ણપણે સ્વદેશી છે.
આ સેટેલાઈટનો વજન 4400 કિલોગ્રામ છે, જેમાં ઘણા દેશી ટેકનોલોજી સાથેના ભાગ પણ જોડવામાં આવ્યા છે, જે ભારતીય નૌકાદળ માટે ઉપયોગી થશે. આ સેટેલાઈટ આત્મનિર્ભર ભારતનું એક મોટું ઉદાહરણ છે. 2 નવેમ્બરના રોજ સાંજે 5:26 કલાકે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી સેટેલાઈટને ‘બાહુબલી’ રોકેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
Liftoff! #LVM3M5 launches #CMS03 from SDSC SHAR, carrying India’s heaviest communication satellite to GTO.
— ISRO (@isro) November 2, 2025
Youtube URL:https://t.co/gFKB0A1GJE
For more Information Visithttps://t.co/yfpU5OTEc5
આ સેટેલાઈટ LVM-3-M5 રોકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે. આ રોકેટને તેની ઉન્નત ક્ષમતાઓના કારણે ‘બાહુબલી’ રોકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેટેલાઈટના કારણે સમુદ્રી વિસ્તારનું નીરીક્ષણ અને સૈન્ય નિરીક્ષણ પણ થઈ શકશે અને અન્ય વિવિધ સેવાઓ પણ પ્રદાન કરી શકાશે.

