નેપાળમાં ‘Gen-Z’ના વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રીએ પીએમને સોંપ્યું રાજીનામું: હમણાં સુધીમાં 20થી વધુના મોત

નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના હિંસક પ્રદર્શનોથી થયેલ મોતોની નૈતિક જવાબદારી લઈને પદ પરથી રાજીનામું ધરી દીધું હોવાનું સામે આવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન તેમણે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને પોતાનું રાજીનાનું સોંપી દીધું છે. ‘Gen-Z’ના આ વિરોધ પ્રદર્શનના પગલે દેશના મોટાભાગના શહેરોમાં કર્ફ્યૂ લગાવી દેવાયો છે. 

આ સમગ્ર વિરોધ પ્રદર્શનને લઈને 20થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને 250 વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગવાયા બાદ મોટી સંખ્યામાં Gen-Z યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક પ્રદર્શનો કરવા લાગ્યા છે. 

તેમણે સંસદ ભવનમાં જઈને તોડફોડ કરી છે અને પીએમના પૈતૃક ઘર પર પણ પથ્થરમારો કર્યો છે. સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓને ખદેડવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા છે. તે સિવાય લાઈવ-ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં 20થી વધુના મોતના સમાચાર સામે આવ્યા છે.