ગુજરાતના નવનિયુક્ત મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ, રાજ્યપાલે લેવડાવ્યા શપથ: હર્ષ સંઘવી રાજ્યના નાયબ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતની ભાજપ સરકારે નવા મંત્રીમંડળની વિગતવાર યાદી જાહેર કરી હતી. આ મંત્રીઓની શપથવિધિ શરૂ થઈ ગઈ છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે.

રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેઓ ગુજરાતના સૌથી યુવા DYCM છે. નોંધનીય છે કે નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે.

આ ઉપરાંત જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા જેવા અન્ય મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે. હર્ષ સંઘવીનું પદ જાહેર થઈ ચૂક્યું છે, જ્યારે બાકીના મંત્રીઓના પદ શપથગ્રહણ બાદ યોજાનાર બેઠકમાં જાહેર કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં 6 જૂના મંત્રીઓને ફરીથી સ્થાન મળ્યું છે અને 19 નવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે.