Monday, July 7, 2025
More

    કડીમાં ભાજપ ઉમેદવારનો વિજય તો વિસાવદરમાં AAPની જીત: પેટાચૂંટણીમાં તળિયે બેસી ગઈ કોંગ્રેસ

    કડી (Kadi) અને વિસાવદરમાં (Visavadar) યોજાયેલી પેટાચૂંટણીનું (By-Election) સોમવારે (23 જૂન) પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જાણવા મળી રહ્યું છે કે, કડી વિધાનસભા બેઠક પર ભાજપ (BJP) ઉમેદવારનો વિજય થયો છે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જીત મળી છે. જોકે, બંને વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસની (Congress) કઠણાઈ નજરે પડી રહી છે.

    મેવડ ખાતે કડી વિધાનસભા પેટાચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે સતત ટક્કર જોવા મળી હતી. જોકે, ગોપાલ ઇટાલિયા આ બેઠક પર 17554 મતથી જીત્યા છે. તે સિવાય કડીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે.

    કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે. તેમણે કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાને 39452 મતથી હરાવ્યા છે. બંને બેઠકોમાંથી એકમાં ભાજપ તો બીજીમાં AAPની જીત થઈ છે. બીજી તરફ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ બેમાંથી કોઈ એક જગ્યાએ પણ ફાવી શકી નથી.