
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં આવ્યા છે. જાહેરમાં તેઓ એક સામાન્ય માણસ સાથે મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચૈતર વસાવાની એક યુવક સાથે બોલાચાલી થઈ ગઈ હતી અને તેમાં AAP ધારાસભ્યએ ભાન ભૂલીને યુવકને લાફો મારી દીધો હતો. ત્યારબાદ યુવકે પણ પ્રતિકાર કરીને ચૈતરને મારવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આસપાસના લોકો અને પોલીસ અધિકારીએ વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા.
ઘટના ભરૂચની એક કંપનીની છે. થોડા દિવસ પહેલાં અહીં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આગમાં દાઝી ગયેલા કર્મચારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક રાકેશ વસાવા નામના યુવકનું મોત થયું હતું. ત્યારબાદ કંપનીએ તેના પરિજનોને બોલાવ્યા હતા.
AAPના ધારાસભ્યની ગુંડાગિરી
— ઑપઇન્ડિયા (@OpIndia_G) April 27, 2026
ચૈતર વસાવાએ પીડિત પરિવારના યુવકને લાફો મારી દીધો, સામે યુવકે પણ કર્યો પ્રતિકાર
ભરૂચની એક કંપનીમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જેના પરિવાર અને કંપની વચ્ચે વળતર બાબતે વાતચીત ચાલતી હતી.
પીડિત પરિવારના યુવકનું કહેવું છે કે ચૈતર વસાવાએ આવીને… pic.twitter.com/AXH99uOlfw
મૃતકના પરિજન રોશન વસાવાએ જણાવ્યું કે કંપનીએ તેમને બોલાવ્યા હતા અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની બાંહેધરી આપી હતી. સાથે વળતર બાબતે પણ ચર્ચા ચાલી હતી અને તેમનું કહેવું છે કે કંપનીએ કોઈ બાબતમાં ના પાડી નથી.
યુવકે ચૈતર વસાવા પર આરોપ લગાવતાં કહ્યું કે ધારાસભ્ય બોલાવ્યા વગર કંપનીએ આવી પહોંચ્યા હતા અને મેનેજરને બહાર કાઢો એવી વાતો કરીને લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. જેથી પીડિત પરિવારે તેમનો વિરોધ કર્યો તો ચૈતરે તેમની સાથે જ માથાકૂટ શરૂ કરી દીધી અને બોલાચાલી બાદ રોશન વસાવાને તમાચો મારી દીધો હતો. ત્યારબાદ યુવકે પણ ધારાસભ્યને મારવાના પ્રયાસ કર્યા હતા.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં AAP ધારાસભ્ય મારામારી કરતા જોવા મળે છે.
રોશને જણાવ્યું કે તેઓ ન ભાજપમાં છે, ન બીજી કોઈ પાર્ટીમાં, તેમને કોઈએ દબાણ પણ કર્યું નથી અને સ્વતંત્રત રીતે આ વિડીયો બનાવી રહ્યા છે અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તે માટે ચૈતર વસાવા જવાબદાર રહેશે. તેમણે કહ્યું કે ચૈતર વસાવા માત્ર પૈસા કઢાવવા અને હીરો બનવા માટે આવ્યા હતા, પરંતુ તેની કોઈ જરૂર નથી.

