Friday, November 22, 2024
More
    હોમપેજદેશICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ક્રિકેટ ટીમ!: BCCIએ દુબઈ...

    ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ક્રિકેટ ટીમ!: BCCIએ દુબઈ અથવા શ્રીલંકામાં મેચ યોજવાની મૂકી શરત- રિપોર્ટમાં દાવો

    BCCIના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જાય તેવી સંભાવના નથી દેખાઈ રહી. BCCI આ મામલે ICCનો સંપર્ક કરીને વિગતે માહિતી આપશે અને ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ દુબઈ અથવા તો શ્રીલંકામાં મેચ યોજવા માટેની શરત મૂકશે.

    - Advertisement -

    આવનારા વર્ષમાં એટલે કે, 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમની ભાગીદારી શંકાના દાયરામાં આવીને ઊભી રહી ગઈ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન જવાની સંભાવના દેખાઈ રહી નથી. દાવો થઈ રહ્યો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ICC સામે દુબઈ અથવા તો શ્રીલંકામાં મેચ યોજવા માટેની શરત મૂકશે. કારણે કે, છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સાથે અણબનાવના પગલે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન ગઈ નથી. આ ઉપરાંત પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં વધુ ખટાશ પેદા થઈ હોવાથી ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જવા પર સંમતિ દર્શાવતી નથી. તેમ છતાં પાકિસ્તાની ટીમ ભારતમાં આવીને રમે છે.

    ગુરુવારે (11 જુલાઈ) ન્યૂઝ એજન્સીએ ANIએ જણાવ્યું છે કે, BCCIના સૂત્રો પાસેથી તેને માહિતી મળી છે કે, પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જાય તેવી સંભાવના નથી દેખાઈ રહી. BCCI આ મામલે ICCનો સંપર્ક કરીને વિગતે માહિતી આપશે અને ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ દુબઈ અથવા તો શ્રીલંકામાં મેચ યોજવા માટેની શરત મૂકશે. જોકે, આ અંગે આધિકારિક નિવેદન સામે આવ્યું નથી. પરંતુ ન્યૂઝ એજન્સીએ BCCIના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.

    નોંધવા જેવુ છે કે, ભારતીય ક્રિકેટ ટીમે 2008 બાદ પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. ગયા વર્ષે એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની યજમાની પણ પાકિસ્તાન કરી રહ્યું હતું. ત્યારે પણ BCCIએ પાકિસ્તાન જવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ત્યારે કહ્યું હતું કે, ભારત સરકાર તેમને આ માટે મંજૂરી આપી શકશે નહીં. જેના કારણે ICCએ વિશેષાધિકાર વાપરીને તે મેચ શ્રીલંકામાં યોજવાની પરવાનગી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લી ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 2017માં થયું હતું, ટ્રોફીનું વિજેતા પણ પાકિસ્તાન હતું.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ભારતે પોતાના નામે કર્યો છે. ફાઇનલ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વવિજેતા જાહેર થઈ હતી. ત્યારબાદ BCCI અધ્યક્ષ જય શાહે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની પણ ભવિષ્યવાણી કરી હતી. જોકે, ત્યારે પણ તેમણે પાકિસ્તાનનું નામ લીધું ન હતું. તેથી સંભાવના છે કે, આવનારા દિવસોમાં BCCI આ અંગે કોઈ મોટી કાર્યવાહી હાથ ધરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં