Monday, November 4, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સએશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સ્ક્વોશ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ: ટેનિસમાં પણ...

    એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સ્ક્વોશ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ: ટેનિસમાં પણ ગોલ્ડ, 38 મેડલ સાથે ચોથા સ્થાને ભારત

    ભારતે 30 સપ્ટેમ્બરે કુલ પાંચ મેડલ પોતાને નામ કર્યા. જેમાંથી ટેનિસ અને સ્ક્વોશમાં ગોલ્ડ, એથ્લેટિક્સ અને શૂટિંગમાં સિલ્વર અને એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

    - Advertisement -

    ભારતની સ્ક્વોશ ટીમે એશિયન ગેમ્સ 2023માં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે ફાઈનલમાં પહેલાં 0-1થી પાછળ પડ્યા બાદ 2-1થી જીત મેળવી લીધી હતી. અગાઉ ટેનિસમાં રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જોડીએ તાઈવાનના લો હાઓ અને સુઓને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે અત્યાર સુધીમાં 10 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

    ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સના 7મા દિવસે (30 સપ્ટેમ્બર) પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ બરકરાર રાખ્યો હતો. સ્ક્વોશ ટીમ માટે ફાઈનલની શરૂઆત સારી રહી નહતી. પ્રથમ સેટમાં મહેશ માનગાંવડને પાકિસ્તાની ખેલાડી નાસિર ઇકબાલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં સ્ક્વોશ સ્ટાર સૌરવ ઘોષાલે પાકિસ્તાનના મોહમ્મદ આસિમ ખાનને હરાવીને ભારતની જીતવાની આશા જીવંત રાખી હતી. 

    ત્યારબાદ ત્રીજા સેટમાં અભય સિંઘે પાકિસ્તાની નૂર ઝમાનને હરાવીને ભારતને એશિયન ગેમ્સ 2023નો 10મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અગાઉ ભારતીય ટેનિસ સ્ટાર અને ઓલિમ્પિયન રોહન બોપન્ના તેમજ રુતુજા ભોસલેએ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મિક્સ ડબલ્સની ફાઈનલમાં ભારતનો મુકાબલો તાઈવાનના સુંગ હાઓ ઔડ એન શુઓ સામે થયો. જ્યાં ભારતે તાઇવાનને સીધા સેટમાં 2-6, 6-3થી હરાવીને જીત મેળવી હતી.

    - Advertisement -

    આ રીતે ભારતે 30 સપ્ટેમ્બરે કુલ પાંચ મેડલ પોતાને નામ કર્યા. જેમાંથી ટેનિસ અને સ્ક્વોશમાં ગોલ્ડ, એથ્લેટિક્સ અને શૂટિંગમાં સિલ્વર અને એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 

    એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં કુલ 38 મેડલ્સ જીત્યા છે. જેમાંથી 10 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ છે. ભારતને શૂટિંગમાં સૌથી વધુ 19 મેડલ મળ્યા છે. જેમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ સામેલ છે. રેન્કિંગની વાત કરીએ તો ભારત ચોથા નંબર પર છે. બીજી તરફ ચીન 107 ગોલ્ડ સાથે પ્રથમ, જાપાન 28 ગોલ્ડ સાથે બીજા અને કોરિયા 27 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં કુલ મેડલના આધારે નહીં પણ ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે પોઈન્ટ્સ ટેબલમાં સ્થાન આપવામાં આવે છે. 

    એશિયન ગેમ્સની શરૂઆત 23 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. જે 8 ઓક્ટોબર સુધી ચાલશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં