Friday, May 3, 2024
More
    હોમપેજદેશAsian Games 2023: ભારતીય ટીમે મહિલા ક્રિકેટમાં સ્વર્ણ પદક જીતીને રચ્યો ઈતિહાસ,...

    Asian Games 2023: ભારતીય ટીમે મહિલા ક્રિકેટમાં સ્વર્ણ પદક જીતીને રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં આપ્યો શ્રીલંકાને ધોબીપછાડ

    આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ બંને ગોલ્ડ મેડલ સોમવારે (25 સપ્ટેમ્બરે) જ આવ્યા હતા. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.

    - Advertisement -

    એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 19 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ બંને ગોલ્ડ મેડલ સોમવારે (25 સપ્ટેમ્બરે) જ આવ્યા હતા. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.

    અહેવાલો અનુસાર એશિયન ગેમ્સ 2023 મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ ભારત અને શ્રીલંકા મેચ ચીનના હાંગઝોઉમાં ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી પિંગફેંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનો પ્રથમ મેડલ જીત્યો. ખંડીય સ્પર્ધાની 2010 અને 2014ની આવૃત્તિઓમાં ક્રિકેટ રમાઈ હતી, પરંતુ ભારતે આ ઈવેન્ટમાં પોતાની ટીમ મોકલી ન હતી.

    ભારતે 20 ઓવરમાં બનાવ્યા 116 રન

    ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મંધાનાએ આ મેચમાં 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. રોડ્રિગ્ઝે છેલ્લી કેટલીક ઓવરોમાં ઝડપી બેટિંગ કરી અને 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

    - Advertisement -

    વિજય માટે 116 રનનો બચાવ કરવા ઉતરેલી ભારતીય ટીમના બોલરોએ શ્રીલંકન ટીમને સતત ત્રણ શરૂઆતી ઝટકા આપ્યા બાદ શ્રીલંકન ટીમનો સ્કોર 14-3 થઈ ગયો હતો. ભારત તરફથી ફાસ્ટ બોલર તિતાસ સાધુએ ત્રણેય વિકેટ લીધી હતી. આખરે ભારતીય ટીમની બોલીંગ સામે શ્રીલંકન ટીમ 20 ઓવરમાં માત્ર 97 રન બનાવી શકી હતી અને તેમાં પણ તેઓએ 8 વિકેટ ગુમાવી હતી.

    રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ સમેત ભારતના ખોળામાં કુલ 11 પદક

    એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારે (25 સપ્ટેમ્બર, 2023) ભારતની શરૂઆત જ ગોલ્ડ મેડલથી થઈ હતી. પુરુષોની 10 મીટર એર રાઈફલમાં ભારતીય શૂટરોની ત્રિપુટીએ પ્રથમ શ્રેણીથી જ સારું પ્રદર્શન કરીને આગેકૂચ કરી હતી. આ લીડ જાળવી રાખીને ત્રણેય શૂટરોએ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો.

    ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતે 5 મેડલ મેળવી લીધા હતા. જેમાં પ્રથમ મેડલ શૂટિંગમાં મળ્યું હતું. મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ દરમિયાન તેમનો કુલ સ્કોર 1886.0 રહ્યો હતો. એ સિવાય ભારતને બીજો સિલ્વર મેડલ પુરુષોની રોઇંગમાં પણ મળ્યો છે.

    રોઇંગમાં પુરુષોની લાઇટવેટ ડબલ્સ સ્કલ્સમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. આ જોડી 6:28.18 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી છે. આ સિવાય ત્રીજો મેડલ પણ રોઇંગમાં જ મળ્યો છે. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સિવાય એક મેડલ શૂટિંગમાં મળ્યો છે. રમિતાએ વિમેન્સ 10 મીટર એર રાઇફલ્સમાં બ્રોન્ઝ જીત્યો છે. જ્યારે અન્ય એક બ્રોન્ઝ મેડલ રોઇંગમાં મળ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં