Friday, April 11, 2025
More
    હોમપેજવગેરે...કટાક્ષબાબા રામદેવનો વિરોધ કરવા રૂહ અફઝાની બાટલી ગટગટાવી ગયો સેક્યુલર ડાયાબિટીક યુટ્યુબર,...

    બાબા રામદેવનો વિરોધ કરવા રૂહ અફઝાની બાટલી ગટગટાવી ગયો સેક્યુલર ડાયાબિટીક યુટ્યુબર, દાખલ કરવો પડ્યો હૉસ્પિટલમાં: બનાવી રહ્યો હતો રીલ

    રવીશને ડાયાબિટીસ હોવાનું કહેવાય છે અને આટલા મોટા પ્રમાણમાં સુગર સિરપ ઢીંચવાના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી હતી. હજુ તો એક રીલ બનાવીને મૂકી હતી ત્યાં તો એને લઈને એના બાપે હૉસ્પિટલ ભાગવું પડ્યું.

    - Advertisement -

    2029ની લોકસભા ચૂંટણીમાં મોદીને હરાવવા માટે આકાશ-પાતાળ એક કરતો ‘હોનહાર’ યુટ્યુબર રવીશ રાઠી બીમાર પડી ગયો છે અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેવા વાવડ છે. કહેવાય રહ્યું છે કે બાબા રામદેવ વિરુદ્ધ રીલો અને વિડીયો બનાવવા માટે તે રૂહ અફઝાની આખી બાટલી ઢીંચી ગયો હતો. 

    રવીશના પિતા રોબર્ટ ગાંધીએ કહ્યું, “સાંજે ફિઝિક્સના ટ્યુશન ક્લાસમાં ગયો ત્યાં સુધી તો એ ઠીક હતો. હું તેને ટ્યુશન સેન્ટરથી ઘરે લઈ આવ્યો ત્યાં સુધી પણ એ નોર્મલ જ હતો. કારમાં પણ તે અજિત અંજુમ અને સાક્ષી જોશીના વિડીયો જ જોતો આવ્યો હતો.” વિડીયો જોતો એ પાર્કિંગ એરિયામાં પણ લગભગ પાંચેક મિનિટ સુધી રોકાયો તેવું પણ તેના બાપનું કહેવું છે.

    વિડીયોમાં અજિત અંજુમ અને સાક્ષી જોશીને રૂહ અફઝા પીતાં જોઈને રવીશ ભારે ઉત્સાહમાં આવી ગયો હોવાનું કહેવાય છે. હવે જેઓ અજાણ હોય તેમના માટે– રૂહ અફઝા રોઝ ફ્લેવર સાથેનું એક સુગર સિરપ છે. બાબા રામદેવનો વિરોધ કરવા માટે આ બધા આ સિરપ પી રહ્યા છે એ સોશિયલ મીડિયા જોનારાઓને ખ્યાલ હશે. 

    - Advertisement -

    બાબા રામદેવે હમણાં થોડા દિવસ પહેલાં જ પોતાનું એક રોઝ ફ્લેવર્ડ સુગર સિરપ લૉન્ચ કર્યું અને તેના પ્રમોશન માટેના વિડીયોમાં તેમણે રૂહ અફઝાને પણ આડેહાથ લઈ લીધું, કારણ કે તેના વેચાણનો અમુક હિસ્સો ઇસ્લામિક ચેરિટી અને કથિત રીતે આતંકવાદી ગતિવિધિ માટે પણ જાય છે. આમ તો આ બંને એક જ વાત થઈ ગઈ, એવું મને હમણાં આ લખતી વખતે કોઈકે કહ્યું, પણ આવા વિચારોને હું વખોડી કાઢું છું. 

    રવીશ પર પાછા આવીએ તો એક ખાનગી કેબ ડ્રાઈવરની નોકરી કરતા તેના બાપે જણાવ્યું કે આ બધા વિડીયો જોઈ લીધા બાદ તરત યૂટ્યુબર તેના રૂમ તરફ ભાગ્યો, પહેલાં સ્વિગી, ઝેપ્ટો, બ્લિન્કિટ અને એક બીજી એપ પરથી રૂહ અફઝાની બાટલી ઓર્ડર કરી, જેથી વહેલી આવી જાય, અને પોતાનો પણ વિડીયો બનાવવા માંડ્યો. 

    તેનો વિચાર હતો કે બાબા રામદેવને બોલતા બંધ કરી દેવા માટે પાંચેક મિનિટનો એક મોનોલોગ અને ઓછામાં ઓછી ત્રણ રીલ તો બનાવવી જ જોઈએ. તેણે અંજુમ અને જોશીની જેમ વિડીયો બનાવવા માટે રૂહ અફઝા કોરેકોરું જ પીવા માંડ્યું. હવે રીલ સરખી બને તે માટે ઘણા રિટેક લેવા પડ્યા અને ઉત્સાહમાં ને ઉત્સાહમાં પીણું પીતો રહ્યો. પહેલા વિડીયો માટે વીસેક ટેક લેવા પડ્યા અને એટલામાં તો એ ઢળી પડ્યો. – આ બધું એના બાપે હૉસ્પિટલની બહાર ભેગા થયેલા અમુક પત્રકારોને જણાવ્યું હતું. 

    રવીશને ડાયાબિટીસ હોવાનું કહેવાય છે અને આટલા મોટા પ્રમાણમાં સુગર સિરપ ઢીંચવાના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી હતી. હજુ તો એક રીલ બનાવીને મૂકી હતી ત્યાં તો એને લઈને એના બાપે હૉસ્પિટલ ભાગવું પડ્યું. હવે તેની સારવાર હાલમાં જ દિલ્હીમાં સરકાર બદલાયા બાદ શરૂ થયેલી પીએમ આયુષ્માન યોજનાથી થઈ રહી છે તેવું જાણવા મળ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં