(નોંધ: પૂનમ પાંડે જીવિત અને સ્વસ્થ છે અને સર્વાઇકલ કેન્સરથી મૃત્યુની વાતો ખોટી છે. અભિનેત્રીએ આ બીમારી વિશે ‘જાગૃતિ ફેલાવવા’ માટે આ નાટક કર્યાં હતાં. પછીથી તેણે એક વિડીયો પણ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. જે અહીંથી વાંચી શકાશે. નીચેનો રિપોર્ટ આ જાહેરાત પહેલાં પ્રકાશિત થયો હતો.)
હંમેશા ચર્ચામાં રહેતી બોલિવૂડની હિરોઈન અને મોડલ પૂનમ પાંડેનું મૃત્યુ થયું છે. તેને સર્વાઈકલ કેન્સર હતું. આ જાણકારી અન્ય કોઈ નહીં પરંતુ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપવામાં આવી છે.
પૂનમ પાંડેના મૃત્યુના સમાચારને લગતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “આજની સવાર અમારા માટે દુઃખદ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. જે પણ તેને મળ્યા હતા તે દરેક તેને પ્રેમ કરતી હતી. આ દુઃખના સમયે, અમે ગોપનીયતા માટે વિનંતી કરીએ છીએ. તેણે જે પણ શેર કર્યું છે તેના માટે અમે તેને પ્રેમથી યાદ કરીશું.”
આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં જુદી જુદી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો આ સમાચાર જાણીને પોતાને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે હજુય ઘણા એવા છે જેમને આ વાત માનવામાં નથી આવી રહી.