Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહમ્મદ ઘોરીને હરાવનાર પાટણના રાણી નાયકી દેવીની કથા દર્શાવતી ફિલ્મ 'નાયિકા દેવી...

    મોહમ્મદ ઘોરીને હરાવનાર પાટણના રાણી નાયકી દેવીની કથા દર્શાવતી ફિલ્મ ‘નાયિકા દેવી – The Warrior Queen’ થઈ ગુજરાતમાં કરમુક્ત

    ગુજરાત સરકારે આજે ઐતિહાસિક પૃષ્ઠભુમી પર બનેલી ફિલ્મ નાયિકા દેવીને કરમુક્ત જાહેર કરી છે.

    - Advertisement -

    ગુજરાતની સૌથી મોટી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’, જે 6 એપ્રિલે રિલીઝ થઈ હતી, તે લોકોમાં ખૂબ લોકપ્રિય રહી હતી. અને હવે, ગુજરાત સરકારે આ ફિલ્મને કરમુક્ત ફિલ્મ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

    ફિલ્મના નિર્માતાઓ લાંબા સમયથી ફિલ્મને કરમુક્ત બનાવવા માટે સંબંધિત વિભાગ સાથે સાથે વાતચીત કરી રહ્યા હતા જે આજે સફળ સાબિત થઈ છે. આ પ્રયત્નો માટે ફિલ્મની ટીમે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ કરી હતી.

    આ ફિલ્મ 12મી સદીની ભારતની પ્રથમ યોદ્ધા રાણી પર આધારિત છે, જેણે મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. તેમ છતાં, નાયિકા દેવીની કથા મોટાભાગના પ્રેક્ષકો માટે અજાણ છે, અને તેથી, નિર્માતાઓ આ ફિલ્મને કરમુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી દરેકને નાયિકા દેવીની ગૌરવપૂર્ણ યાત્રા અને તેણીએ કરેલા બલિદાન વિશે જાણ થાય.

    - Advertisement -

    આ ફિલ્મમાં નાયિકા દેવી તરીકે અભિનેત્રી ખુશી શાહ, મુહમ્મદ ઘોરી તરીકે ચંકી પાંડે, અને ઘણા અન્ય કુશળ કલાકારો છે. નાયિકા દેવી નિપુણ દિગ્દર્શક નીતિન જી દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં સંગીત પાર્થ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે, અને ગીતોના શક્તિશાળી ગીતો ચિરાગ ત્રિપાઠી દ્વારા લખવામાં આવ્યા છે.

    નિર્માતાઓ ઉપરાંત ઘણા સામાન્ય નાગરિકોએ પણ આ ફિલ્મને કરમુક્ત કરવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી હતી. આજે એ સૌ લોકોને ગુજરાત સરકારના આ નિર્ણયથી જરૂર ખૂબ આનંદ થયો હશે.

    રાણી નાયકી દેવીનો ઇતિહાસ

    ‘રાણી નાયકી દેવી સોલંકી’ ઈતિહાસના પાનામાંથી ગાયબ એક એવી નાયિકા હતી, જેણે એ મોહમ્મદ ઘોરીને ધૂળ ચટાવી હતી, જેણે પૃથ્વીરાજ ચૌહાણને કપટથી હરાવ્યા હતા. રાણી નાયકી દેવીનો ઈતિહાસ ભારતીય ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખવો જોઈતો હતો, પરંતુ બેવડી માનસિકતાથી પીડિત ઈતિહાસકારોએ ઈતિહાસના પુસ્તકોમાંથી રાણી નાયકી દેવીનું નામ ભૂંસી નાખ્યું.

    રાણી નાયકી દેવીનો ઈતિહાસ જાણીને દરેક ભારતીયને જરૂર ગર્વ થશે કે આવી મહાન નાયિકા આપણા દેશમાં જન્મી છે. આ મહાન ભારતીય રાણીનો ગૌરવશાળી ઇતિહાસ અહી વાંચો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં