Sunday, April 28, 2024
More
    હોમપેજવગેરે...‘ખોટા સંદેશ આપનારી ફિલ્મો પણ કરોડોની કમાણી કરી રહી છે’: નસીરુદ્દીન શાહ...

    ‘ખોટા સંદેશ આપનારી ફિલ્મો પણ કરોડોની કમાણી કરી રહી છે’: નસીરુદ્દીન શાહ બાદ આમિર ખાનની પૂર્વ પત્નીએ એવી જ વાત કહી, થોડાં વર્ષો પહેલાં ભારતમાં લાગ્યો હતો ડર

    તાજેતરમાં જ નસીરુદ્દીન શાહે આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમણે ‘ધ કેરાલા સ્ટોરી’, ‘ગદર-2’, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જેવી ફિલ્મો જોઈ નથી પરંતુ એ જાણે છે કે આ ફિલ્મો કયા મુદ્દા પર બની છે. આવી ફિલ્મોનું લોકપ્રિય થવું એ હેરાન કરતી બાબત છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

    - Advertisement -

    બૉલિવુડ અભિનેતા આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ ફરી ચર્ચામાં છે. કારણ તેમનું એક નિવેદન છે. તેમણે કહ્યું કે, આજકાલ ‘ખોટા સંદેશ’ આપનારી ફિલ્મો પણ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. આવી ફિલ્મોને કમાણી કરતી જોઈને દુઃખ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અભિનેતા નસીરુદ્દીન શાહે હિંદુત્વના મુદ્દાની આસપાસ બનેલી ‘કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મોથી પોતે પરેશાન હોવાનું જણાવ્યું હતું. 

    કિરણ રાવે એક ‘ફિલ્મ કમ્પેનિયન’ નામની ચેનલ સાથે વાત કરતાં આ વાતો કહી હતી. તેમણે કહ્યું, “મને લાગે છે કે તમામ ફિલ્મનિર્માતાઓ સારી ફિલ્મો બનાવે છે, તેમનો ઇરાદો સારો જ હોય છે પરંતુ બોક્સ ઑફિસને લઈને હવે દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ફિલ્મો જોનારાઓ પાસે હવે અનેક વિકલ્પો છે. એટલે જ્યારે પણ કોઇ સારી ફિલ્મ બને તો તમામ પ્રકારના દર્શકો સુધી પહોંચવાના પ્રયાસો હોય છે.“

    કિરણ રાવે આગળ કહ્યું, “મને લાગે છે કે ખોટા મેસેજો પહોંચાડનારી ફિલ્મો સેંકડો કરોડ કમાઈ રહી છે. આ જોઈને દુઃખ થાય છે. ફિલ્મ નિર્માતાઓ પાસે સારી ફિલ્મો બનાવવાની તક હોય છે અને ત્યારે તમે તેને સાચી દિશામાં વાળી શકો છો. આ બધી બાબતો ક્યારેક દુઃખ પહોંચાડે છે.” આગળ કહ્યું કે, “તમામ ફિલ્મ નિર્માતાઓના અમુક ધ્યેય હોય છે અને તેઓ તેની પાછળ કામ કરે છે. પરંતુ જો મોટી ફિલ્મો, જેને દર્શકો પસંદ કરે અને બોક્સ ઑફિસ પર સારી કમાણી કરે તો એ સારું જ છે.” 

    - Advertisement -

    આગળ કિરણે કહ્યું, “સમાજને વધુ સકારાત્મક દિશામાં લઇ જવાની જરૂર છે, લોકોને રૂઢિવાદી બનાવવાના નથી. અમુક એવા વિચારોને તોડીને નવા મુદ્દાઓને સામાન્ય ચર્ચામાં જોડવાની જરૂર છે. હું એમ નથી કહેતી કે બધે મોટી ફિલ્મો સારી નથી હોતી પરંતું જો સારા સંદેશ ધરાવતી ફિલ્મો સફળ થાય તો સારું રહેશે. ફિલ્મો સામાજિક પરિવર્તન માટે નથી હોતી.”

    2015માં કિરણ રાવને ભારતમાં અનુભવાઈ હતી અસુરક્ષિતતા

    કિરણ રાવ આમિર ખાનની પૂર્વ પત્ની છે. વર્ષ 2021માં બંને અલગ થઈ ગયાં હતાં. એ પણ નોંધવું જોઈએ કે વર્ષ 2015માં કિરણ રાવ ચર્ચામાં આવ્યાં હતાં, જ્યારે આમિર ખાને એક કાર્યક્રમમાં તેમના હવાલે એક વાત કહી હતી. આમિરે દેશમાં વધતી તથાકથિત અસહિષ્ણુતાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેની પત્નીએ તેને કહ્યું હતું કે તે પોતે દેશમાં સુરક્ષિત અનુભવ કરતી નથી અને તેમણે ભારત છોડી દેવું જોઈએ. 

    નસીરુદ્દીન શાહે કહ્યું હતું- કાશ્મીર ફાઈલ્સ, કેરાલા સ્ટોરી જેવી ફિલ્મોની સફળતા પરેશાન કરનારી

    નોંધનીય છે કે તાજેતરમાં જ નસીરુદ્દીન શાહે આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમણે ‘ધ કેરાલા સ્ટોરી’, ‘ગદર-2’, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જેવી ફિલ્મો જોઈ નથી પરંતુ એ જાણે છે કે આ ફિલ્મો કયા મુદ્દા પર બની છે. આવી ફિલ્મોનું લોકપ્રિય થવું એ હેરાન કરતી બાબત છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમનું આ નિવેદન પણ ખાસ્સું ચર્ચામાં રહ્યું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં