આ વર્ષે દેશભરમાં ગણેશ ચતુર્થીના હિંદુ તહેવાર દરમિયાન મુસ્લિમ ટોળાં દ્વારા ગણેશ પૂજા પંડાલો પર અનેક હુમલા કરવામાં આવ્યા છે. ઑપઇન્ડિયાએ આવી ઘણી ઘટનાઓનું દસ્તાવેજીકરણ કર્યું જેમાં સગીરો સહિત મુસ્લિમ ટોળાએ ગણપતિ પંડાલો, ગણેશ મૂર્તિઓ અને આ તહેવારની ઉજવણી કરતા હિંદુઓ પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો. આ હુમલાઓનો ઇતિહાસ સ્વતંત્રતા પહેલાના સમયમાં છુપાયેલો છે.
ગુજરાતના સુરતમાં, બે મુસ્લિમ મહિલાઓ રૂબીના પઠાણ અને લાઇમા શેખની તેમના બાળકોને ગણેશ પંડાલ પર હુમલો કરવા અને ગણેશજીની મૂર્તિઓ તોડવા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સુરતમાં અન્ય એક ઘટનામાં, કેટલાક મુસ્લિમ સગીરોએ લાલ ગેટ વિસ્તારના વરિયાવી બજારમાં ગણેશોત્સવના પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. કચ્છ જિલ્લામાં ભગવાન ગણેશની મૂર્તિ લઈ જઈ રહેલા હિંદુ યુવાનો પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો. 7મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના મોચીપુરામાં અસામાજિક તત્વોએ ભગવાન ગણેશની મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. કર્ણાટકના નાગમંગલામાં, ઉત્સવની ઉજવણી કરી રહેલા હિંદુઓ દરગાહની સામે થોડી મિનિટો માટે નાચ્યા તો મુસ્લિમ ટોળાએ ગણપતિ વિસર્જનયાત્રા પર પથ્થરમારો કરી દીધો હતો. જે પછી રમખાણો ફાટી નીકળ્યા હતા.
જોકે, આ હુમલાઓ નવા નથી. દર વર્ષે, ગણેશોત્સવ, રામ નવમી, હનુમાન જયંતિ જેવા તહેવારો પર હિંદુ શોભાયાત્રા પર ઇસ્લામવાદી ટોળાં દ્વારા કોઈને કોઈ બહાને હુમલો કરવામાં આવે છે. જો કે, ઇસ્લામવાદીઓ હિંદુઓને ધિક્કારે છે અજાણી હકીકત નથી પણ, શું તમે મુસ્લિમ ટોળા દ્વારા ગણેશ પૂજા પર થયેલા પ્રથમ હુમલાઓમાંના એક હુમલા અંગે જાણો છો? 1895માં, ગણપતિની ઉજવણીને લઈને મહારાષ્ટ્રના ધુલિયા (ધુલે)માં રમખાણો ફાટી નીકળ્યા હતા. 1895 માં ધુલિયામાં શું થયું હતું તે જાણતા કરતા પહેલા, ધુલે રમખાણોના માત્ર બે વર્ષ પહેલાં મુસ્લિમોએ હિંદુઓ પર હુમલો કરવા માટે કેવી રીતે તુચ્છ બહાનાનો ઉપયોગ કર્યો, કેવી રીતે ગણપતિની ઉજવણી લોકપ્રિય થઈ અને કેમ આ ઉજવણી ઇસ્લામવાદીઓને અણગમતી છે તેના પર એક નજર મારવી જોઈએ.
1893 બોમ્બે રમખાણો: જેણે લોકમાન્ય ટિળકને ગણેશોત્સવ દ્વારા હિંદુઓને એક કરવા પ્રેરણા આપી
1893માં લોકમાન્ય બાલ ગંગાધર ટિળકના પ્રયાસોથી મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં ગણેશ ચતુર્થીની ભવ્ય સાર્વજનિક ઉજવણીને મહત્વ મળ્યું હતું. ભારતમાં ગણપતિની શોભાયાત્રા અને પંડાલો પર ઇસ્લામી ટોળાં દ્વારા હુમલો કરવાની પેટર્ન નવી નથી, પરંતુ તે 1893માં મુંબઈમાં થયેલા રમખાણોથી સબંધિત છે. આ રમખાણો એ હિંદુ ધાર્મિક ઉજવણી અને ખાસ તો ગણેશ ઉત્સવમાં મુસ્લિમો દ્વારા હિંદુઓ સામે હિંસા ફેલાવવાની પ્રથમ દસ્તાવેજીકૃત ઘટનાઓમાંની એક છે. હુમલાઓનું આ વલણ દાયકાઓથી યથાવત છે, હિંદુ તહેવારોના સમયગાળા આસપાસ એકસમાન હુમલાઓ થાય છે. જે હિંદુઓ અને તેમના તહેવારો સામે અમુક ઇસ્લામી જૂથોના ધિક્કારનો લાંબો ઇતિહાસ દર્શાવે છે.
11મી ઓગસ્ટ 1893ના રોજ પાયધોનીના હનુમાન મંદિરમાં ઔપચારિક સંગીત વગાડવામાં આવી રહ્યું હતું તે દરમિયાન મુંબઈમાં એક વિશાળ કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. આ રમખાણો પહેલા, જૂનાગઢના નવાબના તાબા હેઠળના પ્રભાસ પાટણમાં સમાન રમખાણો ફાટી નીકળ્યા હતા. 25મી જુલાઈ 1893 ના રોજ, મુસ્લિમોએ હિંદુઓ પર હુમલો કર્યો અને મોહરમ દરમિયાન સોમનાથમાં આવેલ મંદિરોને અપમાનિત કર્યા. જૂનાગઢમાં મુસ્લિમો રાજ્યની તમામ સરકારી નોકરીઓ પર નિયંત્રણ મેળવવા અને આઝમગઢ રમખાણોનો બદલો લેવા માટે પોકાર કરી રહ્યા હતા.
2
— Savitri Mumukshu – सावित्री मुमुक्षु (@MumukshuSavitri) September 1, 2022
Lokmanya Tilak & many others led the transformation of Ganesh Utsav into a social movement to unify Hindus across classes, revive Hindu identity, express political dissent & defend against increasing violent attacks by Muslim extremists, who were being appeased by the British. pic.twitter.com/22fcdOjrS3
સોમનાથ રમખાણો બાદ ધરપકડ કરાયેલા મુસ્લિમોને છોડાવવા માટે દાન મેળવવા ઘણા મુસ્લિમ તત્કાલીન બૉમ્બે ગયા હતા. આ જ દરમિયાન સોમનાથમાં થયેલા વિનાશના પ્રતિભાવરૂપે, બૉમ્બેમાં અગ્રણી ગુજરાતી હિંદુઓએ હિંદુ પીડિતો માટે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું. આ જ સમયે સમગ્ર ભારતમાંથી મુસ્લિમો તત્કાલીન બૉમ્બે આવી રહ્યા હતા, જેમાં પઠાણો, મરચાં ચોર અને ગંગા વિસ્તારના જુલાહાનો સમાવેશ થાય છે. આ એ જ છે જેમણે માઉ અને રંગૂન રમખાણો દરમિયાન હિંદુઓ પર હુમલો કર્યો હતો. જ્યારે બોમ્બેમાં હિંદુઓએ ગાય સંરક્ષણ માટે સોસાયટીની રચના કરી, ત્યારે હિંદુઓ પર હુમલો કરવાની યોગ્ય તક શોધી રહેલા મુસ્લિમ ટોળાં ઉશ્કેરાયા હતા.
આ જ દરમિયાન ઇસ્લામવાદીઓને પાયધોનીના હનુમાન મંદિરમાં વગાડવામાં આવતું સંગીત એક બહાનું મળી ગયું હતું. આ હનુમાન મંદિર જામા મસ્જિદની નજીકમાં આવેલું હતું. આ દરમિયાન લાઠીઓ લઈને, મુસ્લિમ તોફાનીઓ બોમ્બેની જામા મસ્જિદની બહાર ધસી આવ્યા. તેમણે હિંદુઓને માર્યા અને હનુમાન મંદિરમાં તોડફોડ કરી હતી. તથા દાવો કર્યો કે મંદિરની ઘંટડીઓ નમાઝને ‘ખલેલ પહોંચાડે છે.’ લૂંટફાટ, આગચંપી અને હત્યા સાથે ત્રણ દિવસ સુધી રમખાણો ચાલ્યા હતા. ઘણા હિંદુઓ મૃત્યુ પામ્યા હતા. મંદિરો અને ભંડારોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ઐતિહાસિક અહેવાલો અનુસાર આ રમખાણોમાં લગભગ 80 લોકો માર્યા ગયા હતા.
જો કે, લોર્ડ હેરિસની આગેવાની હેઠળના અંગ્રેજોએ તોફાની મુસ્લિમોને સતત સમર્થન આપતા રહ્યા અને રમખાણો માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા. આ રમખાણ માટે ગાય સંરક્ષણ આંદોલનને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. આ સિવાય 1894માં પણ ડેક્કન રમખાણો દરમિયાન, હેરિસે વ્યાપક હિંસા અને આજ્ઞાભંગ માટે બ્રાહ્મણોને દોષી ઠેરવ્યા હતા. આ રીતે વારંવાર થતા અન્યાયથી ટિળકને ખાતરી થઈ ગઈ હતી કે બ્રિટિશ સરકાર મુસલમાનોની પડખે જ હતી, તેથી તેમની પાસેથી હિંદુઓનું રક્ષણ કરવાની અપેક્ષા રાખવી એ અર્થહીન છે; પરિણામે, હિંદુઓને સ્વ-બચાવમાં જાતે જ કઈક કરવાનો અધિકાર હતો. ત્યારે ટિળકે ગ્રીક લોકો રાષ્ટ્રીય સંસ્કૃતિના પ્રચાર અને એકતાને પ્રોત્સાહન આપવા જે રીતે કાર્ય કરતા હતા એ જ રીતે હિંદુ તહેવારને લોકપ્રિય બનાવવાનું નક્કી કર્યું. ગણેશોત્સવ પહેલેથી જ જ્ઞાતિની રેખાઓને પરે રાખીને ઉજવવામાં આવતો તહેવાર હતો. ટિળક આ તહેવારને હિંદુઓના સંભવિત એકીકરણ, હિંદુ એકતા અને રાષ્ટ્રવાદની લાગણીઓને ઉત્તેજન આપનાર તહેવાર તરીકે જોતા હતા.
1895 ધુલિયા રમખાણો: ગણેશોત્સવની ઉજવણી પર પ્રથમ ઇસ્લામિક હુમલો
નોંધનીય છે કે, ગણેશોત્સવ પહેલા, મુહર્રમ એ બોમ્બેના અગાઉના પ્રેસિડન્સીમાં સૌથી લોકપ્રિય તહેવાર હતો. સંગીત સરઘસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર ‘ગણપતિ મેળાઓ’એ, હિંદુઓમાં લોકપ્રિયતા મેળવી, મેળાઓએ સામૂહિક એકત્રીકરણના શક્તિશાળી સાધનો તરીકે કાર્ય કર્યું. જો કે, ઇસ્લામવાદીઓ સ્પષ્ટ કારણોસર નારાજ હતા. એવું કહેવાય છે કે 1895માં, ભગવાન ગણેશની મૂર્તિ ધુળેની પાંજરા (પાંઝારા) નદીમાંથી મળી આવી હતી. ત્યારબાદ હિંદુઓએ આ મૂર્તિ માટે મંદિરનું નિર્માણ કર્યું અને ધાર્મિક વિધિ મુજબ મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના કરી.
ટિળક દ્વારા પ્રચલિત સામુહિક ગણેશોત્સવની પરંપરાથી પ્રેરાઈને, ધુલિયાના રહેવાસી અને સ્વાતંત્ર્ય સેનાની ખંભેતે ગુરુજીએ ગણપતિ ઉત્સવની પરંપરા શરૂ કરી. જયારે ગણપતિ વિસર્જનયાત્રા ધુલિયા/ધુલેની જૂની શાહી જામા મસ્જિદ પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે સ્થાનિક મુસ્લિમોએ હિંદુઓ પર હુમલો કર્યો જે કોમી હિંસામાં પરિણમ્યો. આ દરમિયાન બ્રિટિશ પોલીસે ભીડ પર ગોળીબાર કર્યો અને ઘણા લોકો માર્યા ગયા. આ રમખાણો બાદ ભગવાન ગણેશને સમર્પિત મંદિર “ખૂની ગણપતિ” મંદિર તરીકે જાણીતું બન્યું અને શાહી જામા મસ્જિદને “ખૂની મસ્જિદ” કહેવામાં આવી. ધીમે ધીમે તણાવ ઓછો થઇ ગયો, પરંતુ આ ઘટના ગણેશોત્સવ દરમિયાન મુસ્લિમો દ્વારા કરાયેલા હુમલાની પ્રથમ ઘટના હતી. આવી જ એક ઘટનામાં પુણેના દારૂવાલા બ્રિજ પર મુસ્લિમોએ એક શોભાયાત્રા પર હુમલો કર્યો હતો. જેમાં સ્વાતંત્ર્ય સેનાની સરદાર ‘તાત્યાસાહેબ’ હરિ રામચંદ્ર નટુ ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે 6ઠ્ઠી ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી ઢાંચાને ધ્વસ્ત કર્યા પછી ધુળેમાં મોટા હિંદુ વિરોધી રમખાણો થયા. લગભગ 1000 મુસ્લિમો ભેગા થયા અને લાલા સરદાર નગરમાં હિંદુ ઘરો પર હુમલો કર્યો હતો. મુસ્લિમ ટોળાએ કેટલાક હિંદુઓના ઘર તોડી નાખ્યા અને કેટલાકને આગ ચાંપી દીધી.
1895થી લઈને 2024 સુધી, મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાંથી પસાર થતી હિંદુ શોભાયાત્રાપર હુમલાઓ એ મુસ્લિમોની હિંસા પર પ્રકાશ પાડનારી ઘટનાઓ બની રહી છે. 1893 થી, ઇસ્લામિક જૂથોએ વારંવાર ગણેશ શોભાયાત્રા પર હુમલા કર્યા છે. વીસમી અને એકવીસમી સદીમાં અનેક કોમી રમખાણો એ જ મુખ્ય મુદ્દાની આસપાસ ફરે છે: શોભાયાત્રા જ્યારે મસ્જિદોની નજીકથી પસાર થાય છે અથવા મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા હોય એવા વિસ્તારોમાંથી પસાર છે ત્યારે હુમલો કરવામાં આવે છે. જો કે, હવે સુરતમાં જોવા મળેલી ઘટના અનુસાર ઇસ્લામવાદીઓ સગીરોનો ઉપયોગ કરીને હિંદુઓની મૂર્તિ પૂજા પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરી રહ્યા છે.
ભૂતકાળના રમખાણો અને તાજેતરના હુમલા સૂચવે છે કે સદીઓથી, ઘણું બદલાઈ ગયું છે, ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી છે અને ભારતમાંથી બે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનું વિભાજન પણ થયું છે. તેમ છતાં કાફિરો માટે અને ખાસ કરીને હિંદુઓ માટે ઇસ્લામવાદી તિરસ્કાર ઓછો થતો જણાતો નથી. ઇસ્લામવાદીઓ પોતાનું વર્ચસ્વ જમાવવાનું પસંદ કરે છે અને સ્પષ્ટપણે તેમની ધાર્મિકતા વ્યક્ત કરે છે, પરંતુ આ જ ઇસ્લામીઓ નિર્ભયપણે પોતાની ધાર્મિકતા વ્યકત કરતા હિંદુઓ પ્રત્યે અસહિષ્ણુતા દર્શાવે છે. ઇસ્લામવાદીઓએ હંમેશા જાહેર ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના હિંદુ પુનરુત્થાન અથવા સાંસ્કૃતિક ઓળખનો પ્રતિકાર કર્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે આવી પ્રવૃત્તિઓ મોટા પાયે યોજવામાં આવે છે. પરંતુ જેમ ટિળકનું સપનું હતું તેમ, ગણપતિની ઉજવણી માત્ર ભગવાન ગણેશના જન્મની જ નહીં પરંતુ હિંદુ પુનરુત્થાન અને એકતાની ઉજવણી તરીકે ચાલુ રહેવી જોઈએ.