અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) સંભલ ખાતેની કથિત જામા મસ્જિદ (Sambhal Jama Mosque) ખાતે રંગરોગાન કરાવવાની મસ્જિદ સમિતિની માંગ ફગાવી દીધી છે. મસ્જિદ પ્રબંધન સમિતિએ રમજાન આવી રહી હોવાનું કહીને મસ્જિદને રંગરોગાન કરવાની અનુમતિ માંગી હતી. જોકે કોર્ટે આ વિનંતી પહેલા સ્વીકારી અને બાદમાં ફગાવી દીધી હતી. કોર્ટે આ નિર્ણય ASI દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે લીધો હતો.
અલ્હાબાદ હાઇકોર્ટે ASIને 27 ફેબ્રુઆરીએ મસ્જિદમાં રંગરોગાનની આવશ્યકતા છે કે નહીં તે ચકાસવા કહ્યું હતું. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે 28 ફેબ્રુઆરીની સવારે 10 વાગ્યા સુધીમાં ASI તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે. ત્યારે ASIએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના આધારે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે સુનાવણી કરી હતી.
"संभल के जामा मस्जिद की नहीं होगी पेंटिंग"
— News1India (@News1IndiaTweet) February 28, 2025
हाईकोर्ट ने सिर्फ सफाई की दी इजाजत
संभल मस्जिद की रंगाई पुताई पर इलाहाबाद हाईकोर्ट का फैसला
"साफ सफाई हो,रंगाई पुताई की जरूरत नहीं"
ASI की रिपोर्ट के बाद आया आदेश#Sambhal #ASI pic.twitter.com/9f7m0aDBDu
ASIએ કોર્ટમાં પોતાનો સંયુક્ત રિપોર્ટ રજૂ કરતી વખતે કહ્યું કે મસ્જિદની હાલની સ્થિતિમાં, કોઈપણ પ્રકારની કલરકામની જરૂર નથી. ASI રિપોર્ટ અનુસાર, મસ્જિદમાં એવી કોઈ માળખાકીય સમસ્યા નથી કે જેને સમારકામ કે રંગરોગાન કરવાની જરૂર હોય. આ રિપોર્ટના આધારે અલ્હાબાદ હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે મસ્જિદ સમિતિ મસ્જિદમાં સાફ-સફાઈ કરી શકે છે, પરંતુ રંગરોગાન કરવાની પરવાનગી આપી નહોતી.
આ સાથે જ કોર્ટે મસ્જિદ પક્ષને 4 માર્ચ સુધી કોઈપણ વાંધા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે આ સુનાવણી દરમિયાન મસ્જિદ સમિતિનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ SFA નકવીએ દલીલ કરી હતી કે ASI રંગરોગાન કરવાના કામ સામે બિનજરૂરી રીતે વાંધો ઉઠાવી રહી છે જ્યારે વાસ્તવમાં આવા કામ કરવાની જવાબદારી ASIની છે.
તેના જવાબમાં, ASI ના વકીલ, એડવોકેટ મનોજ કુમાર સિંઘે જણાવ્યું હતું કે મસ્જિદ સમિતિના અધિકારીઓ ASI અધિકારીઓને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આનાકાની કરે છે.
શું હતો સમગ્ર મામલો
નોંધનીય છે કે મસ્જિદ સમિતિએ પહેલાં સંભલ ASP સમક્ષ અરજી કરી હતી. તેમણે 11 ફેબ્રુઆરીએ આપેલ પત્રમાં જણાવ્યું હતું કે કથિત મસ્જિદ એક સંરક્ષિત સ્મારક હોવાના કારણે ત્યાં આવું કોઈ પણ કામ કરાવતા પહેલાં મસ્જિદ સમિતિએ ASI પાસેથી મંજૂરી મેળવવી આવશ્યક છે. ત્યારે આ પત્રને પડકારતા મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
Uttar Pradesh: The Allahabad High Court denied permission to repaint Sambhal Shahi Jama Masjid after the Archaeological Survey of India reported no need for improvement. Meanwhile, police forces, including RRF and PAC, have been deployed around the mosque to maintain security… pic.twitter.com/YEG0UXioqc
— IANS (@ians_india) February 28, 2025
અલ્હાબાદ હાઇકોર્ટે 27 ફેબ્રુઆરીએ આ અંગે સુનાવણી કરતા ASI અધિકારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ નિરીક્ષણ કરે કે શું વાસ્તવમાં મસ્જિદમાં રંગરોગાન કરવાની આવશ્યકતા છે કે કેમ. ત્યારે ASIએ 28 ફેબ્રુઆરીની સવારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં ઉલ્લેખ હતો કે મસ્જિદમાં કોઈક જગ્યાએ રંગ ઉખડયો છે છતાં તાત્કાલિક રંગરોગાન કરવું પડે એવી કોઈ આવશ્યકતા નથી.
ASI રિપોર્ટમાં અન્ય ઘણી બાબતોના ખુલાસા
આજતકના અહેવાલ અનુસાર ASI નિરીક્ષણમાં જાણવા મળ્યું કે મસ્જિદ સમિતિએ અગાઉ સમારકામ અને પુનઃસ્થાપન કાર્ય હાથ ધર્યું હતું, જેના પરિણામે ઐતિહાસિક માળખામાં ઘણા ફેરફારો થયા હતા. મસ્જિદના તળિયાને સંપૂર્ણપણે ટાઇલ્સ અને પથ્થરોથી બદલી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસ્જિદના અંદરના ભાગમાં સોનેરી, લાલ, લીલા અને પીળા રંગો પેઈન્ટ કર્યા છે જે તેની મૂળ સપાટીને ઢાંકી દેય છે.
ASI ટીમના જણાવ્યા અનુસાર, મસ્જિદની અંદરનો રંગ સારી સ્થિતિમાં છે અને તેને તાત્કાલિક સમારકામની જરૂર નથી. જોકે, બહારના ભાગમાં કેટલીક જગ્યાએ પેઇન્ટ ઉખડી જવાના ચિહ્નો છે, પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર નથી કે તાત્કાલિક કોઈ પગલાં લેવાની જરૂર પડે.