Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમહલ્દ્વાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકને આશરો આપનારની હવે ખેર નહી, પોલીસ...

    હલ્દ્વાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકને આશરો આપનારની હવે ખેર નહી, પોલીસ તપાસમાં ખુલ્યા મોટા નામ: ગુજરાતથી ભોપાલ સુધી થઇ રહી છે તપાસ

    હલ્દ્વાનીમાં થયેલી હિંસા બાદથી અબ્દુલ મલિક ફરાર થઈ ગયો હતો. જે પછી 24 ફેબ્રુઆરીએ તેની ધરપકડ થઈ હતી. આરોપી અબ્દુલ મલિક સામે લોકોને ઉશ્કેરવા અને ષડયંત્ર રચવા સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -

    હલ્દ્વાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિકની ધરપકડ બાદ પોલીસે હવે તે લોકોની શોધખોળ કરી રહી છે જેમણે પોલીસ દ્વારા લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યા પછી અને વોન્ટેડ હોવા છતાં અબ્દુલ મલિકને આશ્રય આપ્યો હતો અથવા તેને ભાગવામાં મદદ કરી હતી. અહેવાલો પ્રમાણે હવે હલ્દ્વાની પોલીસે આવા કેટલાક વ્યક્તિઓને શોધી કાઢ્યા છે જેઓએ આરોપીની મદદ કરી હતી. આ લોકોમાં મોટા બિઝનેસ અને રાજકીય ચહેરાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં દિલ્હીથી લઈને ભોપાલ સુધીના કેટલાક મોટા નામ સામે આવ્યા છે, જેઓએ આરોપીને ભાગવામાં અને તેને પોલીસથી છુપાવી રાખવામાં મદદ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, હલ્દ્વાનીના બનભૂલપુરામાં થયલી હિંસા બાદ આરોપી અબ્દુલ મલિક દેશના અલગ અલગ ખૂણે ભાગતો ફરતો હતો. જેમાં તે પોલીસથી બચતો-ભાગતો 16 દિવસ સુધી દિલ્હી, ગુજરાત, ચંદીગઢ અને ભોપાલ સહિત ઘણા શહેરોમાં છુપાયેલો રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મલિક જ્યાં રોકાયો હતો ત્યાં તેના માટે ઉત્તમ વ્યવસ્થા કરાઈ હતી. આ મામલે પોલીસે કેટલાક વ્યક્તિ અને સ્થળોની ઓળખ કરી છે જેમણે મલિકને મદદ કરી હતી, પરંતુ પોલીસને આ અંગે માહિતી આપી ન હતી. અત્યાર સુધીની પોલીસ તપાસમાં દિલ્હીથી લઈને ભોપાલ સુધીના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ, રાજકીય કનેક્શન અને ઉચ્ચ પહોંચ ધરાવતા લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જે મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

    હાલ પોલીસ આરોપી અબ્દુલ મલિકના હુમલાના પ્લાનથી લઈને તેના ભાગવા સુધી, અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોણે કેવી રીતે મદદ કરી તે જાણવામાં લાગી છે. હલ્દ્વાની હિંસા બાદ આરોપી અબ્દુલ મલિક અલગ અલગ રાજ્યોના શહેરોમાં છુપાયો હતો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે હલ્દ્વાનીમાં થયેલી હિંસા બાદથી અબ્દુલ મલિક ફરાર થઈ ગયો હતો. જે પછી 24 ફેબ્રુઆરીએ તેની ધરપકડ થઈ હતી. આરોપી અબ્દુલ મલિક સામે લોકોને ઉશ્કેરવા અને ષડયંત્ર રચવા સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હિંસાના મૂળ કારણ એવા ગેરકાયદે મદરેસા અને નમાઝ સ્થળનું નિર્માણ પણ તેણે જ કરાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે અબ્દુલ મલિક દેશમાં વિવિધ જગ્યાએ અબજોનું સામ્રાજ્ય ધરાવે છે. મલિક પાસે નૈનીતાલ, હલ્દ્વાની, ગુજરાત, મુંબઈ, ચંદીગઢ અને ભોપાલ જેવા અનેક શહેરોમાં અબજોની સંપત્તિ છે. આ ઉપરાંત તેની પાસે ઘણી જગ્યાએ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં