Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'રાષ્ટ્રીય ભાવનાનું ધ્યાન રાખી કન્ટેન્ટની કરીશું સમીક્ષા': મોદી સરકારની ફટકાર બાદ નેટફ્લિક્સનો...

    ‘રાષ્ટ્રીય ભાવનાનું ધ્યાન રાખી કન્ટેન્ટની કરીશું સમીક્ષા’: મોદી સરકારની ફટકાર બાદ નેટફ્લિક્સનો યુ-ટર્ન, ‘IC 814: ધ કંધાર હાઈજેક’માં હવે દર્શાવાશે મુસ્લિમ આતંકીઓના ‘અસલી’ નામ

    અનુભવ સિંહાની વેબ સિરીઝ 'IC 814: ધ કંધાર હાઈજેક' નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં સપડાઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ તે છે કે, તેમાં નિર્માતાએ કટ્ટરપંથી મુસ્લિમ આતંકવાદીઓના અસલ નામને બદલે તેમના હિંદુ નામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

    - Advertisement -

    OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તાજેતરમાં જ એક વેબ સિરીઝ રિલીઝ થઇ છે અને થતાની સાથે જ વિવાદોમાં પણ આવી ગઈ છે. વર્ષ 1999ના ભારતીય વિમાનના હાઈજેકની ઘટના પર બનેલી આ ‘IC 814: ધ કંધાર હાઈજેક’ સિરીઝ વિવાદમાં આવવાનું કારણ છે, તેમાં વાપરવામાં આવેલા આતંકવાદીઓના નામ. તેમાં અસલ મુસ્લિમ કટ્ટરપંથી આતંકવાદીઓના નામની જગ્યાએ ‘ભોલા’ અને ‘શંકર’ જેવા હિંદુ નામ રાખવામાં આવ્યા હતા. આ મામલે જેવી મોદી સરકારે નોંધ લીધી અને લાલ આંખ કરી કે ટીમ નેટફ્લિક્સ દોડતી થઇ ગઈ. સરકાર અને નેટફ્લિક્સના અધિકારીઓ વચ્ચે ચાલેલી બેઠકમાં તેમનો ઉધડો લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ હવે નેટફ્લિક્સ મુસ્લિમ આતંકીઓના અસલી નામ પણ દર્શાવશે.

    ઉલ્લેખનીય છે કે, અનુભવ સિંહાની વેબ સિરીઝ ‘IC 814: ધ કંધાર હાઈજેક’ નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં સપડાઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ તે છે કે, તેમાં નિર્માતાએ કટ્ટરપંથી મુસ્લિમ આતંકવાદીઓના અસલ નામને બદલે તેમના હિંદુ નામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આટલું જ નહીં, આતંકવાદીઓનો ‘માનવીય પક્ષ’ દેખાડીને તેમનું મહિમામંડન પણ કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં આતંકવાદીઓએ પ્લેનના કેપ્ટનને મદદ કરવાની બાહેંધરી આપી, યાત્રીઓ પાસે ક્ષમા માંગી, ભારત સરકારનું વલણ બરાબર નહોતું, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાહે આતંકવાદીઓને મુક્ત કરવાનો વિરોધ કર્યો…વગેરે-વગેરે બાબતો દર્શાવી છે, જે વાસ્તવિક ઘટનાથી સાવ વિપરીત અને તદ્દન અલગ છે.

    કેન્દ્ર સરકારે લાલ આંખ કરી અને કંપની દોડતી થઈ

    આ પ્રકારની હરકત બાદ જયારે વિરોધ અને વિવાદ શરૂ થયો અને અંતે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી કે, તરત જ નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલ દોડતા થઈ ગયા હતા. તેમણે ભારત સરકારને ખાતરી આપી છે કે, ભવિષ્યમાં કંપની તેના કન્ટેન્ટ અંગે સંવેદનશીલ રહેશે. ભારત સરકારના અધિકારીઓ અને નેટફ્લિક્સ ઇન્ડિયા વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી, જેમાં આ વેબ સિરિઝ પર ચર્ચા થઈ હતી. આ વેબ સિરીઝ 1999માં હરકત-ઉલ-મુજાહિદ્દીનના આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ભારતીય વિમાનનું અપહરણ કરીને તેને તાલીબાન શાસિત કાંધાર લઇ જવાની ઘટના પર આધારિત છે.

    - Advertisement -

    ‘Netflix India’એ ભારત સરકારને ખાતરી આપી છે કે તે તેના કન્ટેન્ટની સમીક્ષા કરશે જેથી આગામી વેબ-સિરીઝ અને ફિલ્મોમાં રાષ્ટ્રીય ભાવનાઓનું ધ્યાન રાખી શકે અને બાળકો પ્રત્યે પણ સંવેદનશીલ રહી શકે. કંપનીએ કહ્યું છે કે, તેની તમામ નવી રિલીઝ સાથે આ ખાતરીનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. મોદી સરકારની ફટકાર બાદ તરત જ નેટફ્લિક્સે આતંકવાદીઓના અસલી નામ દર્શાવવાનો નિર્ણય પણ લઈ લીધો છે. બીજી તરફ આ મામલે ભારત સરકારનું કહેવું છે કે, કોઈને પણ રાષ્ટ્રીય સંવેદનાઓ સાથે રમવાનો અધિકાર નથી અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશા સન્માન કરવું પડશે.

    કેંદ્રસ સરકાર સાથેની બેઠક બાદ નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ ચીફ મોનિકા શેરગિલે આધિકારિક નિવેદન પણ જારી કર્યું હતું. તેમણે કહ્યું કે, હવે શોના ડિસ્ક્લેમરમાં IC 814ના હાઇજેકર્સના અસલી નામ, તેમના કોડનેમની સાથે અપડેટ કરી દેવામાં આવશે. આ સાથે જ હવે વેબ-સિરીઝમાં પણ અપડેટ કરી દેવામાં આવશે, જેથી કરીને કોઈ અજ્ઞાત વ્યક્તિ શો જોઈને ગેરમાર્ગે ન દોરાય.

    સરકારે આપી ચેતવણી

    ભારત સરકારે ચેતવણી આપી છે કે, કઈપણ ખોટું બતાવતા પહેલા વિચાર કરી લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર આ બાબતોને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. નોંધવું જોઈએ કે, વિવાદ બાદ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ (MIB)એ નેટફ્લિક્સને સમન્સ પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વેબ-સિરીઝમાં આતંકીઓ ‘ભોલા’ અને ‘શંકર’ના કોડનેમ વધુ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. અનુભવ સિન્હા આ પહેલા ‘મુલ્ક’, ‘આર્ટિકલ 15’, ‘ભીડ’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે.

    નોંધનીય છે કે, પાકિસ્તાન સ્થિત રાવલપિંડીના આતંકવાદી સંગઠનના આતંકીઓએ ભારતમાં કેદ થયેલા આતંકીઓને છોડાવવા માટે થઈને વિમાન હાઈજેક કર્યું હતું. વર્ષ 2000માં ISIના 4 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોહમ્મદ રેહાન, મોહમ્મદ ઈકબાલ, યાસુફ નેપાળી અને અબ્દુલ લતીફનો સમાવેશ થતો હતો. તેમની ધરપકડ બાદ સામે આવ્યું હતું કે, વિમાન હાઈજેક કરવાનું સમગ્ર ષડયંત્ર ISI દ્વારા રચવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના દસ્તાવેજ અનુસાર, ‘IC- 814’ પ્લેન હાઈજેક કરનારાઓના સાચા નામ ઈબ્રાહિમ અતહર, શાહિદ અખ્તર સઈદ, ગુલશન ઈકબાલ, સની અહેમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિર હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં