સોશિયલ મીડિયામાં એક મુદ્દો અત્યંત ચર્ચાસ્પદ બન્યો છે અને તેને લગતી પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં એક મહિલાએ દાવો કર્યો છે કે મુસ્લિમ હોવાને કારણે શાળામાં તેની દીકરીના મોં પર એક છોકરી થૂંકી હતી. હિંદુઓને નિશાન બનાવતી કેટલીક ગેંગ આ સ્ટોરી વાયરલ કરી રહી છે. આમ તો આ મુદ્દાની વાસ્તવિકતા તપાસ કર્યા બાદ જ સામે આવશે. પરંતુ, અમને જાણવા મળ્યું છે કે અબીરા દિલ્હીની વાયરલ પોસ્ટમાં જે મુસ્લિમ છોકરીને ‘પીડિત’ તરીકે રજૂ કરવામાં આવી છે, તેની અમ્મી પોતે સોશિયલ મીડિયામાં હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકી રહી છે. હિંદુ સંતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માટે પોતાની નફરતનું તે જાહેરમાં પ્રદર્શન કરી રહી છે.
અબીરા દિલ્હીની વાયરલ પોસ્ટમાં શું કહેવામાં આવ્યું છે?
અબીરા દિલ્હી (Abeera Delhi) નામની પ્રોફાઈલ પર 11 એપ્રિલ 2023ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી કે, “આજે મારી દીકરીનો નવી શાળામાં બીજો દિવસ હતો. ઘરે આવતાં જ મારી દીકરીએ મને રડતાં રડતાં પૂછ્યું, ‘મમ્મા, આપણે મુસ્લિમ લોકો બહુ ગંદા છીએ’. તેના મોઢેથી આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. તેણે આખી વાત મને કહી ત્યારે મને ખબર પડી કે આજે મારી દીકરી અબીરા ઇર્શાદને આ સવાલ તેની જ ઉંમરની એક છોકરીએ પૂછ્યો હતો, જે તેની પાસે બેઠી હતી અને ત્યારબાદ તેના મોં પર થૂંકી હતી.“
અબીરા દિલ્હીની વાયરલ પોસ્ટમાં આ ઘટના કઈ શાળાની છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે સ્કૂલ બહુ જાણીતી છે. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આમાં એડમિનિસ્ટ્રેશનનો કોઈ વાંક નથી દેખાતો, કારણકે અબીરાએ ફરિયાદ કર્યા બાદ શિક્ષકે આવું કરનારી છોકરીને સમજાવી હતી.
પરંતુ પોસ્ટમાં હિંદુઓને લઈને પોતાની નફરતનું પ્રદર્શન કરનારી અબીરાની અમ્મીએ લખ્યું કે, “નફરતનું ઝેર નિર્દોષ બાળપણને પોતાના કબજામાં લઈ ચૂક્યું છે. આટલી મોટી શાળામાં બાળકો ભદ્ર શિક્ષિત પરિવારમાંથી આવતા હશે. હવે સવાલ એ છે કે આખરે તે બાળકીને અત્યારથી જ નફરતભર્યો પરમાણુ બોમ્બ કેમ બનાવવામાં આવે છે. આ બધા માટે હું કોને દોષ આપું? પેલી માસૂમ બાળકીના માતા-પિતાને? ભગવા બ્રિગેડને કે પછી રાત-દિવસ હિન્દુ-મુસ્લિમ કરનારા ઝોમ્બિઝને?”
હિંદુઓને ટાર્ગેટ કરી રહી છે ગેંગ
સોશિયલ મીડિયામાં સક્રિય તમામ પ્રોપેગન્ડાબાજ, જે પોતાને લેખક, પત્રકાર વગેરે કહેતા રહે છે તેઓ આ પોસ્ટ શેર કરી રહ્યા છે. તેમાંથી ઘણાએ અબીરાને તેમના ઓળખીતાના દીકરી ગણાવી છે. હિંદુઓને નિશાન બનાવ્યા છે. આમાંની કેટલીક પોસ્ટમાં, આ શાળાનું નામ દિલ્હીની ‘તક્ષશિલા પબ્લિક સ્કૂલ’ કહેવામાં આવ્યું છે. નીચે તમે આવી કેટલીક પોસ્ટના સ્ક્રીનશોટ જોઈ શકો છો.
અબીરાની અમ્મી પોતે હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકે છે
ઑપઇન્ડિયાએ અબીરા દિલ્હી નામની ફેસબુક યુઝરની પ્રોફાઈલ ચેક કરતા જોયું કે યુઝરે પોતાને પ્રોડ્યુસર/ડિરેક્ટર કહ્યા છે. ભલે આ પ્રોફાઈલ અબીરા ઈર્શાદના નામે બની હોય, જેને ‘પીડિત’ બાળકી કહેવામાં આવી રહી છે, પરંતુ એવું લાગે છે કે બધી જ પોસ્ટ અબીરાની અમ્મી કરે છે. તેમણે જેટલી પણ પોસ્ટ કરી છે એ હિંદુઓને નીચા અને મુસ્લિમોને પીડિત બતાવવાના ઈરાદાથી કરવામાં આવી હતી. તેમની હિંદુ સંતો અંગેની પોસ્ટમાં પણ ઘૃણા સ્પષ્ટ દેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માટે પણ અમુક પોસ્ટમાં વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અમને કેટલીક પોસ્ટ એવી જોવા મળી, જેમાં ખોટા સંદર્ભોનો ઉપયોગ કરીને તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. અમુક પોસ્ટનું તો ફેક્ટ-ચેક પણ થઈ ચૂક્યું છે. ફેસબુક પ્રોફાઈલ પરથી અમને એ પણ જાણવા મળ્યું કે અબીરાની અમ્મી ટ્વિટર પર @SocialNagar હેન્ડલથી સક્રિય છે. હિંદુ સંતો વિરુદ્ધ ઘૃણાથી ભરેલી પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.
અબીરાના અબ્બૂને પણ મળી લ્યો!
‘અબીરા દિલ્હી’ પ્રોફાઈલ જોઈને અમને એ પણ જાણવા મળ્યું કે અબીરાનો અબ્બૂ ઈર્શાદ દિલ્લીવાલા (Irshad Dilliwala) છે. ફેસબુક પર તેણે પોતાને એડિટર, લેખક, ફિલ્મ નિર્માતા કહ્યા છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ અબીરાની અમ્મીની જેમ નફરત અને પ્રોપેગન્ડાથી છલોછલ છે. ઈર્શાદે પોતાની પોસ્ટમાં અબીરાના ચહેરા પર થૂંકનાર છોકરીનું નામ કાવ્યા જણાવ્યું છે.
મુસ્લિમ હોવાને કારણે થૂંકવાની ઘટનામાં કેટલું સત્ય છે, તે તપાસનો વિષય છે. પરંતુ જે ઇરાદાથી તેને લંબાવવામાં આવી રહ્યું છે, તેની વાસ્તવિકતા પર સવાલ થઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છીએ કે ચોક્કસ ગેંગના લોકો તેમના એજન્ડા અને પ્રોપેગન્ડા માટે બાળકોને ખોટી રીતે સામેલ કરે છે. આ મામલામાં પણ એવી જ આશંકા છે. હિંદુ બાળકો અને તેમના માતા-પિતાના ઉછેર પર પ્રશ્ન કરતા લોકોને સોશિયલ મીડિયામાં અબીરાની અમ્મી અને અબ્બૂ દ્વારા ફેલાવવામાં આવતું ‘ઝેર’ નહીં દેખાતું હોય? તેમણે એ પૂછવું જોઈએ કે નિર્દોષ અબીરાના મનમાં નફરતના બીજ કેમ રોપી રહ્યા છો?