Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગવાન શ્રીકૃષ્ણનો ફોટો લગાવીને ‘પૂજા’ બ્રાન્ડ નેમથી બીડી બનાવીને વેચતો હતો મોહમ્મદ...

    ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો લગાવીને ‘પૂજા’ બ્રાન્ડ નેમથી બીડી બનાવીને વેચતો હતો મોહમ્મદ દિલશાદ, ફરિયાદ દાખલ: યુપીનો મામલો

    ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 295-એ હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં પોલીસે દિલશાદ એન્ડ કંપનીનું નામ નોંધવામાં આવ્યું છે. ઑપઇન્ડિયા પાસે એફઆઇઆરની કોપી ઉપલબ્ધ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં બીડી બનાવનાર કારખાનાના માલિક પર હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફતેહગઢમાં પૂજા નામથી બીડીની બ્રાંડ ચલાવનાર મોહમ્મદ દિલશાદ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. દિલશાદ એન્ડ કંપનીએ પૂજા નામની બીડીની એક બ્રાન્ડ બનાવી હતી અને તેને બજારમાં ઉતારી હતી. ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી વગાડતી તસવીર પૂજા બિડીના રેપર પર મૂકવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી. FIR શુક્રવારે (17 ફેબ્રુઆરી, 2023) નોંધવામાં આવી હતી, પરંતુ તેને 10 દિવસ થયા પછી પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

    અહેવાલો અનુસાર ફતેહગઢમાં પૂજા નામથી બીડીની બ્રાંડ ચલાવતો દિલશાદ જહાગંજ વિસ્તારનો રહેવાસી છે. આ મામલે જહાગંજ પોલીસ સ્ટેશનમાં બજરંગદળના જિલ્લા સંયોજક અંકુલ ગુપ્તા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 17 ફેબ્રુઆરીએ નોંધાયેલી પોતાની ફરિયાદમાં અંકુલે આરોપ લગાવ્યો હતો કે દિલશાદ એન્ડ કંપનીએ હિંદુઓનું અપમાન કરવા માટે બીડીના રેપર પર એક હિંદુ દેવતાનું ચિત્ર છાપ્યું હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર બીડીનો ઉપયોગ કર્યા બાદ તેમાં છપાયેલ ભગવાનની છબીવાળું રેપર ગટર અને ગંદી જગ્યાઓ પર ફેંકવામાં આવે છે, જે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે.

    બજરંગ દળના અંકુલે આ મામલે બીડી કંપનીના મેનેજર અને ડિરેક્ટર વિરુદ્ધ કેસ દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 295-એ હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં પોલીસે દિલશાદ એન્ડ કંપનીનું નામ નોંધવામાં આવ્યું છે. ઑપઇન્ડિયા પાસે એફઆઇઆરની કોપી ઉપલબ્ધ છે.

    - Advertisement -

    આરોપીની ધરપકડ ન થવાથી રોષ

    ઑપઇન્ડિયાએ આ કેસના ફરિયાદી અને બજરંગ દળના કાર્યકર્તા અંકુલ સાથે વાત કરી હતી. અંકુલે અમને જણાવ્યું હતું કે લગભગ 12 દિવસ વીતી ગયા પછી પણ કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી જેના કારણે તેઓ વ્યથિત છે. તેમના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના બજરંગ દળના સાથીઓ સાથે 21 ફેબ્રુઆરીએ ફરીથી પોલીસ સ્ટેશન ગયા હતા અને આરોપીની ધરપકડ અંગે પૂછપરછ કરી હતી, બદલામાં તેમણે હિંદુ લાગણીઓ દુભાવતા બીડીના રેપર્સ જપ્ત કરવાની ખાતરી આપી હતી.

    ફરિયાદીએ અમને વધુમાં જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા દિલશાદને ફરીથી આવું ન કરવા સમજાવી દેવામાં આવ્યો છે.” પોલીસના વલણને નિરાશાજનક ગણાવતાં અંકુલે કહ્યું હતું કે, જો આરોપીઓ સામે કડક પગલાં નહીં લેવાય તો તેઓ આ બાબતને કોર્ટમાં લઈ જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં