Monday, October 14, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક'મુસ્લિમ યુવતીઓને ફસાવો, શારીરિક સબંધ બનાવો': વાંચો '10 લાખ મુસ્લિમ યુવતીઓની ઘર...

    ‘મુસ્લિમ યુવતીઓને ફસાવો, શારીરિક સબંધ બનાવો’: વાંચો ’10 લાખ મુસ્લિમ યુવતીઓની ઘર વાપસીના લક્ષ્ય’ સાથે RSSના નામે વાયરલ થઈ રહેલા પત્રની વાસ્તવિકતા

    આ પત્રને RSSના અખિલ ભારતીય પ્રચાર વડા સુનિલ અંબેકરે બનાવટી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામે સોશિયલ મીડિયાની આ પત્રિકા સંપૂર્ણપણે ખોટી છે."

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના નામે એક પત્ર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં મુસ્લિમ યુવતીઓને ઘર વાપસીના માધ્યમથી હિંદુ બનાવવાનું કહેવામાં આવ્યું છે. આટલું જ નહી, આ પત્રમાં મુસ્લિમ યુવતીઓને ફસાવવા 15 દિવસનું પ્રશિક્ષણ આપવાની પણ વાત કરવામાં આવી છે. જોકે RSSના વાયરલ પત્રની વાસ્તવિકતા ત્યારે સામે આવી જયારે સંઘે આ પત્રને “ખોટો” હોવાની જાહેરાત કરી.

    RSSના વાયરલ પત્રની વાસ્તવિકતા જાણતા પહેલા આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેના પર એક નજર કરીએ. આ પત્રને સર સંઘકાલક મોહન ભાગવતના ગોપનીય કથનના નામે વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે મોહન ભાગવતે દર વર્ષે 10 લાખ મુસ્લિમ યુવતીઓની ઘર વાપસીનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પત્રમાં મુસ્લિમ યુવતીઓની ઘર વાપસી માટેની 12 રીતો પણ જણાવી છે. જેમાં યુવતીઓ સાથે વાતચીતની શરૂઆત કરવાથી માંડીને સોશિયલ મીડિયામાં ચેટ કરવા સાથે જ શારીરિક સબંધ બનાવવા સુધીની વાત કરવામાં આવી છે.

    સોશિયલ મીડિયા પર ખોટો પત્ર વાયરલ

    આરએસએસના નામે સતત સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા આ પત્રને શાહનવાઝ અંજુમ નામના યુઝરે ટ્વીટ કરતા લખ્યું હતું કે, “RSSની મુસ્લિમો વિરુદ્ધ ધૃણાસ્પદ રમત. હિંદુ યુવકો કોલેજ, કોચિંગ, યુનિવર્સિટી, ઓફિસ, સોશિયલ મીડિયામાં મુસ્લિમ યુવતીને પ્રેમની જાળમાં ફસાવો. તેની સાથે શારીરિક સંબંધ બાંધો. જેથી તે પોતાના પરિવારને છોડીને ભાગવા માટે મજબુર થઈને તૈયાર થઈ જાય.”

    - Advertisement -

    તેણે આગળ લખ્યું, “ઘર વસાવવા માટે 5 લાખ સહાય પણ આપવામાં આવશે. RSS ખુલ્લેઆમ મુસ્લિમ યુવતીઓની ગરિમા સાથે રમત રમવાનું કાવતરું ઘડી રહ્યું છે. આખું વાંચો. તમારી બહેનો, પુત્રીઓ અને અન્ય તમામ મુસ્લિમોને આ ષડયંત્રથી બચાવવા માટે આ પોસ્ટને રીટ્વીટ કરો અને શેર કરો.”

    ત્યાર બાદ તનવીર નામના યુઝરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, “આ પત્ર વાંચીને તમારી આંખો ખોલો મુસ્લિમ બાળકીઓ, RSS તમને મૂર્તદ બનાવી રહ્યું છે. તમારા ભોળપણનો લાભ લઈ રહ્યું છે. જો આવો પત્ર કોઈ મુસ્લિમ સંગઠને બહાર પાડ્યો હોત તો અત્યાર સુધીમાં ટીવી પર ડીબેટ થવા લાગી હોત. સંગઠનના લોકો જેલમાં હોત. તેને હિંદુ સમાજ પરનો હુમલો ગણાવ્યો હોત. આરબ દેશો તરફથી ફંડિંગની વાત કરવામાં આવી હોત. આટલું મોટું ષડયંત્ર મુસ્લિમોની બહેન-દીકરીઓ સાથે થઈ રહ્યું છે, પરંતુ અમારા મુસ્લિમ સંગઠનના લોકો પણ ચૂપ છે. “

    @savemuslimgirls નામના યુઝરે લખ્યું, “હિંદુ છોકરાઓ, કોલેજ, ઓફિસમાં મુસ્લિમ છોકરીઓને પ્રેમમાં ફસાવો. તેની સાથે શારીરિક સંબંધ બાંધો. જેથી તે પોતાના પરિવારને છોડીને ભાગવા માટે તૈયાર થઈ જાય. તેને 5 લાખ રૂપિયા ઘર વસાવવા માટે આપવામાં આવશે. આખું વાંચી લો અને તમારી બહેનો અને દીકરીઓને બધા મુસ્લિમોને મોકલો. “

    ઇમરાન હાશમી નામના યુઝરે લખ્યું, “આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, આર્ય સમાજ મંદિર જેવા કટ્ટરપંથી સંગઠનો હિંદુ છોકરાઓને કોલેજ, ઓફિસ, સુપરમાર્કેટમાં મુસ્લિમ છોકરીઓને ફસાવવા, શારીરિક સંબંધ બનાવવા અને ખાનગી વીડિયો ફોટા રેકોર્ડ કરવા માટે કહી રહ્યા છે.”

    RSSના વાયરલ પત્રની વાસ્તવિકતા

    આ પત્રને RSSના અખિલ ભારતીય પ્રચાર વડા સુનિલ અંબેકરે બનાવટી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામે સોશિયલ મીડિયાની આ પત્રિકા સંપૂર્ણપણે ખોટી છે.”

    આ મામલે સૌથી મોટી વાત એ હતી કે ઓપઇન્ડિયા જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પત્રની સત્યતા તપાસી રહ્યું હતું, ત્યારે આ વાત સામે આવી કે આ પત્ર શેર કરનારા મોટાભાગના લોકો ઇસ્લામવાદી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં