Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમુસ્લિમ નિકાહ અને તલાક નોંધણી અધિનિયમ રદ: સીએમ સરમાએ આસામમાં ફરી બાલવિવાહ...

    મુસ્લિમ નિકાહ અને તલાક નોંધણી અધિનિયમ રદ: સીએમ સરમાએ આસામમાં ફરી બાલવિવાહ સહિતની બદીઓ નાબુદ કરવા છેડી જુંબેશ, દર છ મહીને ચાલશે વિશેષ અભિયાન

    આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ અને રૂલ્સ 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે આસામ રિપીલ બિલ 2024 લાવવામાં આવશે. આ જાણકારી ખુદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આપી છે.

    - Advertisement -

    આસામ સરકારે મુસ્લિમ નિકાહ અને તલાક અંગે મોટો નિર્ણય તેમજ બાળવિવાહ રોકવા માટે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ અને રૂલ્સ 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે આસામ રિપીલ બિલ 2024 લાવવામાં આવશે. આ જાણકારી ખુદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આપી છે. ગુરુવારે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “અમે અમારી દીકરીઓ અને બહેનોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે બાળ લગ્નો સામે વધારાની સલામતી લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અમે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ અને નિયમો 1935 ને આસામ રિપીલ બિલ 2024 દ્વારા રદ કરવાનો નિર્ણય લીધો છે.”

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લગ્ન અને છૂટાછેડાની નોંધણીમાં સમાનતા લાવવા માટે રાજ્ય મંત્રીમંડળે આસામ રિપીલ બિલ 2024 ને મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ આસામ મુસ્લિમ રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ, 1935 અને આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન રૂલ્સ, 1935ને રદ કરવાનો છે. આ બિલને આસામ વિધાનસભાના આગામી સત્રમાં વિચારણા માટે મૂકવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળે એવો પણ નિર્દેશ આપ્યો છે કે આસામમાં મુસ્લિમ લગ્નની નોંધણી માટે યોગ્ય કાયદો લાવવામાં આવે. વિધાનસભાના આગામી સત્રમાં આ મામલે વિચારણા કરવામાં આવશે.”

    બાલવિવાહ વિરુદ્ધ સરામા સરકારનું અભિયાન

    મુખ્યમંત્રી સરમાસે કરેલી પોસ્ટમાં તેઓ બાલવિવાહને લઈને જણાવે છે કે, “બાળલગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી અને અમારું અભિયાન ચાલુ રહેશે. દર છ મહિને વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને બાળલગ્ન અંગે આગામી કાર્યવાહી માટે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં પ્રાથમિક સર્વે હાથ ધરવા ડીજીપીને સૂચના આપવામાં આવી છે.” તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં કેટલાક લોકો બાળલગ્ન સામેની કાર્યવાહીથી ખુશ ન હતા, પરંતુ હવે લોકો લઘુમતી વિસ્તારોમાં પણ આ સામાજિક બદીઓને ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સીએમ સરમાએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન (આઇસીપી) રિપોર્ટમાં જે આંકડા છે તે નારી શક્તિને સશક્ત બનાવવાના અમારા સતત પ્રયાસોની સાક્ષી પૂરે છે. ચાઇલ્ડ મેરેજ ફ્રી ઇન્ડિયા, જે આઇસીપી એક ભાગ છે, તે 2022 માં શરૂ કરવામાં આવેલું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે અને દેશભરમાં લગભગ 200 એનજીઓ ભાગીદારો કાર્યરત છે.

    - Advertisement -

    મુખ્યમત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, “@IndiaCPOrgનો આ અસાધારણ રીપોર્ટ નારી શક્તિને સશક્ત બનાવવાના અમારા સતત પ્રયાસોનો ઉત્કૃષ્ટ પુરાવો છે. અમારા ઝીરો-ટોલરન્સ અભિગમ અને 3,000 થી વધુ ધરપકડોને કારણે 2021 થી બાળલગ્નોમાં 81% ઘટાડો થયો છે. જ્યાં સુધી અમે આ સામાજિક અનિષ્ટને નાબૂદ નહીં કરીએ ત્યાં સુધી અમે જંપીશું નહીં. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને આ વર્ષના અંતમાં બાળલગ્નો પર આગામી રાઉન્ડની કાર્યવાહી માટે પ્રાથમિક સર્વે હાથ ધરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.” નોંધનીય છે કે આસામ સરકાર બાળલગ્ન અટકાવવા પહેલા પણ મહત્વપૂર્ણ પગલા લઈ ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં