Friday, November 22, 2024
More
    હોમપેજદેશમીરા રોડ બાદ હવે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર બુલડોઝર કાર્યવાહી, BMCએ...

    મીરા રોડ બાદ હવે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર બુલડોઝર કાર્યવાહી, BMCએ 40 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યાં

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આગલા દિવસે રવિવારે (21 જાન્યુઆરી, 2024) ઇસ્લામી ભીડે હિંદુઓ પર હિંસક હુમલો કર્યો હતો ઘણા લોકોને ઈજા પહોંચાડી હતી, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આ જ સ્થળે પછીથી મંગળવારે મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધાં હતાં.

    - Advertisement -

    થાણેના મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને મીરા રોડ પર સ્થિત હૈદરી ચોક ખાતે બુલડોઝર કાર્યવાહી કરીને ત્યાંનાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે આ જ પ્રકારની કાર્યવાહી મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં કરવામાં આવી. મુંબઈના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) બુધવારે (24 જાન્યુઆરી, 2024) મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં અંદાજે 40 જેટલાં બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી કરી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યાં હતાં.

    ઉલ્લેખનીય છે કે મીરા રોડ વિસ્તારમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આગલા દિવસે રવિવારે (21 જાન્યુઆરી, 2024) ઇસ્લામી ભીડે હિંદુઓ પર હિંસક હુમલો કર્યો હતો ઘણા લોકોને ઈજા પહોંચાડી હતી, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આ જ સ્થળે પછીથી મંગળવારે મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધાં હતાં. હવે આવી કાર્યવાહી મુંબઈમાં પણ કરવામાં આવી.

    આ કાર્યવાહી અંગે જ્યારે મીડિયાએ BMC અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે, મોહમ્મદ અલી રોડ પર તોડી પડાયેલાં તમામ બાંધકામો ગેરકાયદેસર હતાં. પ્રશાસને વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા અને ફૂટપાથ પર જગ્યા કરવા માટે તેને તોડી પાડ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ડીપ ક્લિનિંગ’ અભિયાનના ભાગરૂપે હાલમાં તમામ મ્યુનિસિપલ વોર્ડમાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ફૂટપાથ સ્વચ્છ રહે તે માટે અમે રસ્તાની આસપાસની હોટેલો અને વેપારીઓને દૂર કરી રહ્યા છીએ. આ ડ્રાઇવ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી કાર્યરત છે.”

    - Advertisement -

    બીજી તરફ કોંગ્રેસે કોર્પોરેશનની બુલડોઝર કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી દીધી અને સામા પ્રશ્નો કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી પ્રવક્તા અતુલ લોંધેએ આ કાર્યવાહીને ગેરકાનૂની ગણાવતાં કહ્યું કે, “બુલડોઝરનો ઉપયોગ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવાનો બંધારણીય માર્ગ નથી. કાનૂની પ્રક્રિયા પ્રમાણે પહેલાં નોટિસ આપવામાં આવે છે, આ નિયમનું પાલન કરવું જોઈએ. કોઈને પણ આશ્ચર્ય થાય કે શા માટે આવા એક્શન હંમેશા એક ચોક્કસ સમુદાયને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. તેને રોકવું જોઈએ.”

    21 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા અગાઉ મુંબઈના મીરા રોડ પર ઇસ્લામીઓએ ધમાલ મચાવી હતી અને હિંદુ ગાડીઓને ટાર્ગેટ કરી હતી. તેમણે હિંદુઓનાં વાહનો પર હુમલો કરીને તોડફોડ કરી હતી અને ધ્વજનું પણ અપમાન કર્યું તો લોકોને ઈજા પણ પહોંચાડી હતી. તેમણે લાકડી-દંડા વડે હુમલો કર્યો હતો અને વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું. ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

    હિંસક ટોળાએ શોભાયાત્રામાં સામેલ હિંદુ મહિલાઓને પણ બક્ષી ન હતી. ઘટનાના વિડીયોમાં, લોકો ધાર્મિક ઝંડા ફેંકતા, વાહનો પર હુમલો કરતા અને હિંદુઓને અપશબ્દો કહેતા જોઈ શકાય છે. નોંધનીય છે કે, મીરા રોડ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. ઘટના બાદ પોલીસે મીરા રોડ પર ફ્લેગ માર્ચ કરી સૌને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં