Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'જેલ મેં ડાલો, જેલ મેં ડાલો, જેહાદીઓ કો જેલ મેં ડાલો…': VHP,...

    ‘જેલ મેં ડાલો, જેલ મેં ડાલો, જેહાદીઓ કો જેલ મેં ડાલો…’: VHP, બજરંગ દળે દાણીલીમડા પોલીસ સ્ટેશન સામે કર્યું વિરોધ પ્રદર્શન, આખરે FIRની તજવીજ શરૂ

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં વિશ્વ હિંદુ પરિષદ ગુજરાતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, મોટી સંખ્યામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા, આખરે દાણીલીમડા પોલીસે FIR નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    અમદાવાદના ચંડોળા વિસ્તારમાં 9 ઓક્ટોબરે કેટલાક મુસ્લિમ કટ્ટરવાદી તત્વોએ હિંદુ યાત્રિકોથી ભરેલી બસને રોકી હતી અને યાત્રિકોને ધમકી આપી હતી કે ‘અમારા વિસ્તારમાં’માં જય શ્રી રામના નારા કે રામધૂન નહીં કરવાની. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જે બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યા હતા. આવા કટ્ટરવાદી તત્વો સામે FIR ન નોંધાતા VHP અને બજરંગ દળે સતત દાણીલીમડા પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી. તેમ છતાં દાણીલીમડા પોલીસે ધ્યાન ન આપતા VHP અને બજરંગ દળે ધરણાં પ્રદર્શન પર બેસવાનું આહ્વાન કર્યું હતું અને આખરે 18 ઓક્ટોબરે VHP અને બજરંગ દળના કાર્યકરોએ દાણીલીમડા પોલીસ સ્ટેશન બહાર ધરણાં પ્રદર્શન કરી રામધૂન બોલાવી હતી. જે બાદ હવે એ જાણવા મળી રહ્યું છે કે દાણીલીમડા પોલીસે FIR નોંધવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    દાણીલીમડાના ચંડોળા વિસ્તારમાં હિંદુ યાત્રિકોની બસને અમુક કટ્ટરવાદી મુસ્લિમોએ રોકી ‘અમારા વિસ્તારમાં રામધૂન નહીં કરવાની’ એવી ધમકી આપી હતી. જે બાદથી લઈને આજદિન સુધી પોલીસે એકેય કટ્ટરવાદી તત્વો સામે કાર્યવાહી નહોતી કરી.

    VHP અને બજરંગ દળે વારંવાર આ બાબતે દાણીલીમડા પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી. છતાં કોઈ ધ્યાન આપવામાં ન આવતા 18 ઓક્ટોબરે બહોળી સંખ્યામાં VHP-બજરંગ દળના કાર્યકર્તાઓ દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ત્યાં જઈને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન સામે જ ધરણાં પર બેસી ગયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા લાગ્યા હતા.

    - Advertisement -

    સૂત્રોચ્ચાર કરી, રામધૂન બોલાવી, હનુમાન ચાલીસા કરી નોંધાવ્યો વિરોધ

    દાણીલીમડા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જે બાદ પોલીસ સ્ટેશન સામે બેસીને તેમણે રામધૂન કરી, હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કટ્ટરવાદી તત્વો સામે FIR ન નોંધાવાથી કાર્યકર્તાઓમાં આકરો રોષ વ્યાપેલો હતો.

    “જેલ મેં ડાલો, જેલ મેં ડાલો, જેહાદીઓ કો જેલ મેં ડાલો’ જેવા નારા લગાવી VHP-બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈ ગયા અને ‘જય શ્રીરામ’ નારા લગાવવા લાગ્યા હતા.

    આખરે પોલીસે FIR નોંધવા તજવીજ હાથ ધરી

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં વિશ્વ હિંદુ પરિષદ ગુજરાતના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, મોટી સંખ્યામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા, આખરે દાણીલીમડા પોલીસે FIR નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. એટલે ટૂંક સમયમાં આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ આખરે હિંદુ સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.

    કાર્યવાહી માટે પોલીસ તંત્રનો આભાર: વિશ્વ હિંદુ પરિષદ

    સમગ્ર મામલે વિશ્વ હિંદુ પરિષદનું નિવેદન પણ સામે આવ્યું છે. સંગઠને એક અખબારી યાદીમાં જણાવ્યું કે દાણીલીમડા પોલીસ મથકે સાંકેતિક ધરણાં અને રામધૂનનો કાર્યક્રમ આવ્યો હતો અને જેના પ્રભાવથી પોલીસ કમિશનરે VHP ક્ષેત્ર મંત્રી અશોક રાવલને મુલાકાત આપીને મામલાની ચર્ચા કરી હતી અને ત્યારબાદ દાણીલીમડા પોલીસને આ મામલે સૂચના આપી વિધિવત ફરિયાદ લેવડાવી હતી. 

    સાભાર- વિશ્વ હિંદુ પરિષદ

    VHPએ કહ્યું કે, “વિધર્મીઓના અત્યાચારો મામલે કાયદેસર ફરિયાદ નોંધાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરની ભૂમિકા અગત્યની રહી અને અમે તેમનો અને સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ.” આ સિવાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધરણાં કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ કાર્યકર્તાઓનો પણ સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં