હિંદુ તહેવારો પર વિવિધ પ્રકારનાં જ્ઞાન વહેંચવાની સેક્યુલર અને કથિત લિબરલ પત્રકારોને જૂની આદત છે. તેમાં પણ સનાતનીઓના સૌથી મોટા તહેવાર દિવાળી પર તેનું પ્રમાણ વધતું જોવા મળે. તાજેતરમાં એક ગુજરાતી પત્રકારે અયોધ્યાના દીપોત્સવ પર પોસ્ટ કરી અને કહ્યું કે, એક તરફ જ્યાં ગરીબો માટે ભોજન મળતું નથી ત્યાં આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે.
આ પત્રકાર છે ગોપી મણિયાર ઘાંઘર. X બાયોનું માનીએ તો ‘નિર્ભય ન્યૂઝ’ નામની એક યુ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. પોતાને ‘સ્વતંત્ર પત્રકાર’ ગણાવે છે. તેમણે રવિવારે (12 નવેમ્બર, 2023) દિવાળીના દિવસે X પર એક વીડિયો પોસ્ટ કરીને ગુજરાતી કવિ કરસનદાસ માણેકની બહુ જાણીતી પંક્તિ લખી.
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય pic.twitter.com/MBUAUGJ44u
— Gopi Maniar ghanghar (@gopimaniar) November 12, 2023
આ વીડિયો અયોધ્યાના દીપોત્સવ વખતેનો હોવાનું કહેવાય છે. જેમાં અમુક લોકો, જેમાં બાળકો પણ સામેલ છે, દીવડામાંથી તેલ લઈને પોતાની પાસે રહેલાં પાત્રમાં રેડતા જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરીને ગોપીએ લખ્યું કે, ‘છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય.’
મૂળ આ ગુજરાતી કવિતાની પંક્તિઓ છે, જેમાં કવિનો આશય બે વિરોધાભાસ દર્શાવતી ઘટનાઓને સરખાવવાનો છે. આ પંક્તિનો અર્થ એવો થાય કે એક તરફ ગરીબોને ભોજન માટે તેલનું ટીપું પણ નથી મળતું ને બીજી તરફ શ્રીમંતોની કબર હોય તો ત્યાં પણ ઘીના દીવા થાય છે.
જોકે, આ વીડિયો પહેલાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પણ મૂક્યો હતો. તેમણે વીડિયો પોસ્ટ કરીને દિવાળી પર અયોધ્યામાં ભવ્ય ઉજવણી કરતી યોગી આદિત્યનાથ સરકારને આડકતરી રીતે ઘેરવાના પ્રયાસ કર્યા. તેમણે લખ્યું કે, ‘દિવ્યતા વચ્ચે દરિદ્રતા…જ્યાં ગરીબી દીવામાંથી તેલ લઇ જવા માટે મજબૂર કરે ત્યાં ઉત્સવનો પ્રકાશ ધૂંધળો થઈ જાય છે. અમારી એ જ કામના છે કે એક એવું પર્વ પણ આવે જેમાં માત્ર ઘાટ જ નહીં પણ ગરીબનું ઘર પણ ઝગમગે.’
दिव्यता के बीच दरिद्रता… जहाँ ग़रीबी दीयों से तेल ले जाने के लिए मजबूर करे, वहाँ उत्सव का प्रकाश धुंधला हो जाता है।
— Akhilesh Yadav (@yadavakhilesh) November 11, 2023
हमारी तो यही कामना है कि एक ऐसा पर्व भी आये, जिसमें सिर्फ़ घाट नहीं, हर ग़रीब का घर भी जगमगाए। pic.twitter.com/hNS8w9z96B
સામાન્ય બુદ્ધિ દોડાવનારા માણસને પણ ખબર પડે કે આ બંને ભિન્ન બાબતો છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન માટે દીવડા પ્રગટાવવામાં આવે તો તે ગરીબોના ભાગના તેલ લઈને નથી પ્રગટાવાતા. યોગી આદિત્યનાથની અને નરેન્દ્ર મોદીની સરકારો ગરીબો માટે પણ એટલું જ કામ કરે છે. તાજેતરમાં જ PM મોદીએ દેશના 80 કરોડ ગરીબોને મળતું મફત અનાજ વધુ 5 વર્ષ સુધી ચાલુ રાખવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ ‘ભારત આટા’નું પણ લૉન્ચિંગ કરવામાં આવ્યું. આ સિવાય પણ અનેક યોજનાઓ અમલમાં છે.
આવી જ વાતો પછીથી લોકોએ ગુજરાતી ‘પત્રકાર’ને સમજાવી હતી. તો ઘણા લોકોએ ટ્રોલિંગ કર્યું અને એમ પણ પૂછ્યું કે આખરે અન્ય તહેવારો વખતે આ જ્ઞાન ક્યાં જાય છે?
‘મિનિસ્ટ્રી ઑફ કાઠિયાવાડ’ હેન્ડલ ધરાવતા યુઝરે યાદ અપાવ્યું કે હિંદુઓના દરેક તહેવાર ગરીબોના ચૂલા સળગતા રાખે છે. ત્યારબાદ કહ્યું કે, ફેમસ થવા માટે આવાં કૃત્યોનો સહારો ન લેવો જોઈએ.
હિન્દુઓના દરેક તહેવાર ગરીબોના ચુલા સળગતાં રાખે છે..
— ɱιɳιʂƚɾყ σϝ ƙαƚԋιყαɯαԃ (@rohitm_1144) November 12, 2023
જરના લીસ્ટ બન્યા પછી પણ જો બુદ્ધી નો છાંટો ન હોય તો…ખેર કબર વાળા ને કબર જ દેખાય…
આમ તો ફેમસ ના જ થવાય.
જગદીશ જોશીએ પ્રસિદ્ધિ મેળવવા ખાતર ખોટા બકવાસ ન કરવાની સલાહ આપી હતી.
પ્રસિદ્ધિ મેળવવા ખોટા બકવાસ ના કરાય..
— Jagdish Joshi (@JagdishBJoshi) November 12, 2023
ઘણા લોકોએ પત્રકારને પૂછ્યું કે આખરે શા માટે હિંદુ તહેવારો પર જ આ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે.
તમારું જ્ઞાન હિન્દુ તહેવાર પર જ આવે છે બહાર
— alone moj (@Thakorbaba8244) November 12, 2023
🥺🥺🥺 https://t.co/UaV9Wu8JHu pic.twitter.com/no4FGcg6cl
— sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@SidharajsinhjiC) November 12, 2023
ઘણાએ એમ પણ કહ્યું કે, બીજાના સુખ અને આનંદમાં પોતાના વિકૃત વિચાર અને આક્રોશ વ્યક્ત કરવા યોગ્ય નથી અને હવે આ પત્રકારોએ સુધરી જવું જોઈએ.
બીજા ના સુખ અને આનંદ માં પોતાનો આક્રોશ અને વિકૃત વિચાર યોગ્ય નથી. સમય છે સુધરી જાવ. https://t.co/X6nGeLASlr
— aarambh (@Apkeshchan) November 12, 2023
મેઘરાજસિંહ જાડેજાએ લખ્યું કે, આ વાત (કબરવાળી) જેની કબર બનતી હોય તેમના તહેવારોમાં કહેવી જોઈએ.
તો એ વાત કબર જેની બનતી હોય એના તહેવાર માં બોલાઈ….
— Meghrajsinh Jadeja 🇮🇳 (@jadeja_m) November 12, 2023
પારસ ગુપ્તે નામના વ્યક્તિએ કહ્યું કે, પત્રકારે ઈદ અને ક્રિસમસ પર પણ ગરીબોની ચિંતા કરવી જોઈએ.
ईद अने क्रिसमस मा पण गरीबो नी चिंता करजो 😂
— Paras Gupte (@GupteParas) November 12, 2023
ઘણા લોકોએ એ સમજાવ્યું કે કઈ રીતે સરકાર ગરીબો માટે વિવિધ યોજનાઓ લાવીને કામ કરી જ રહી છે. એક વ્યક્તિએ કહ્યું કે, 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવે તે બાબત પણ ધ્યાને દોરવી જોઈએ. એમ પણ કહ્યું કે, ઉપરથી નીચે સુધી સુધરવાની બધાએ જરૂર છે.
80 કરોડ ને જે ફ્રી રાશન અપાય છે તેની સ્ટોરી કરો…. ગરીબો ની સાથે રહી ને …પણ પછી જે લૂંટવાની ટેવ પડી હોય તેનું કઈ ના થાય…. સુધારવાનું ઉપર થી નીચે સુધી તમામે જરૂરી છે….બાકી ઠીક
— NARESH (@PUNIKAR) November 12, 2023
તો તું તેલ લય આપ જા
— Bharat Kandoriya (@BharatKandori12) November 12, 2023
બાકી દીપોત્સવ તો થશે જ
અને સરકાર તરફ થી રાશન ની સાથે સાથે તેલ પણ ગરીબો ને મળે છે
આ સિવાય પણ ઘણા યુઝરોએ સારી-નરસી ભાષામાં સમજ આપી હતી તો ઘણાએ ટ્રોલિંગ પણ કર્યું હતું.
Is diwali gyan dene wali tweet dal deti hu cool lagungi 🤣🤣🤣🤣
— devsi nandaniya (@DNandaniya) November 12, 2023