Friday, May 17, 2024
More
    હોમપેજદેશ80 કરોડ લોકોને વધુ 5 વર્ષ સુધી મળતું રહેશે મફત અનાજ: PM...

    80 કરોડ લોકોને વધુ 5 વર્ષ સુધી મળતું રહેશે મફત અનાજ: PM મોદીએ કર્યું એલાન, લંબાવાઈ PMGKAY યોજના

    PMGKAY યોજના દેશના 80 કરોડ ગરીબોને મફત રાશન પૂરું પાડે છે. દેશ પર જયારે કોરોના મહામારી ફાટી નીકળી, તે સમયે કેન્દ્રની ભાજપ સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરુ કરી હતી. આ યોજનાનો લાભ દેશના 80 કરોડ લોકોને મળી રહ્યો છે.

    - Advertisement -

    દેશના ગરીબ વર્ગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. છત્તીસગઢમાં વડાપ્રધાને કહ્યું હતું કે PMGKAY યોજના અંતગત 80 કરોડ લોકોને આગામી 5 વર્ષ સુધી મફત અનાજ મળવાનું ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, “મેં નિર્ણય લીધો છે કે દેશના 80 કરોડ ગરીબોને મફત રાશન પૂરું પાડનાર યોજનાને ભાજપ સરકાર વધુ 5 વર્ષ યથાવત રાખશે.” તેમણે જણાવ્યું કે જનતાનો પ્રેમ અને આશીર્વાદ તેમને આ પ્રકારના નિર્ણય લેવાની તાકાત આપે છે.

    ઉલ્લેખનીય છે કે PMGKAY યોજના દેશના 80 કરોડ ગરીબોને મફત રાશન પૂરું પાડે છે. દેશ પર જ્યારે કોરોના મહામારી ફાટી નીકળી, તે સમયે કેન્દ્રની ભાજપ સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરૂ કરી હતી. કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લાગ્યા બાદ દરરોજ મજૂરી કરીને પેટીયું રળતા ગરીબો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. ગરીબોની આ તકલીફને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે મફત રાશન વિતરણની આ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો લાભ દેશના 80 કરોડ લોકોને મળી રહ્યો છે.

    અહીં મહત્વપૂર્ણ બાબત તે છે કે આ યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (NFSA) સાથે જ શરૂ કરવામાં આવી હતી. એટલે કે NFSA અંતર્ગત મળતું રાશન તો ગરીબોને મળી જ રહ્યું છે, તે સિવાય પણ PMGKAY યોજના હેઠળ ગરીબો મફત અનાજ મેળવી રહ્યા છે. PMGKAY યોજનાને 30 જૂન 2020માં લાગુ કરવામાં આવી હતી, જે આજદિન સુધી યથાવત છે. જોકે કેન્દ્ર સરકાર આ પહેલાં પણ એકવાર આ યોજનાની અવધિ વધારી ચૂકી છે. તે સમયે યોજનાને 2023 સુધી યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના 1.70 લાખ કરોડના વાર્ષિક બજેટ સાથે લાગુ કરવામાં આવી હતી.

    - Advertisement -

    યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મફતમાં 5 કિલો ઘઉં કે પછી ચોખા અને 1 કિલો દાળ આપવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના હેઠળ ગરીબ પરિવારોને આખા ચણા પણ આપવામાં આવે છે જેનાથી ગરીબોને પરિવારનું ગુજરાન ચલાવવામાં થોડી વધુ મદદ મળી જાય છે. ભાજપ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી PMGKAY યોજનાથી ગરીબ ખેડૂતો અને દિવ્યાંગોને પણ લાભ મળી રહ્યો છે. મોદી સરકારની આ યોજનાથી ગરીબોને સારો એવો લાભ થયો છે, ખાસ કરીને કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન દેશના કરોડો લોકો ભૂખમરા સામે લડી શક્યા.

    આ જાહેરાત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ ગરીબ પરિવારના દીકરા છે એટલે તેમણે ગરીબી જોઈ છે અને તેઓ ગરીબોનું દુઃખ સમજી શકે છે. આ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “કોંગ્રેસે ગરીબોને દગા સિવાય કશું જ નથી આપ્યું, કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય ગરીબોની કદર નથી કરી અને એટલે જ જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી, ત્યાં સુધી તે ગરીબોનો રૂપિયો લૂંટીને ખાતી રહી અને પોતાના નેતાઓની તિજોરી ભરતી રહી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં