Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ10 દિવસ, અનેક રજૂઆત અને અલ્ટીમેટમ... છતાંય દાણીલીમડા પોલીસે ના નોંધી ફરિયાદ:...

    10 દિવસ, અનેક રજૂઆત અને અલ્ટીમેટમ… છતાંય દાણીલીમડા પોલીસે ના નોંધી ફરિયાદ: VHP કરશે પોલીસ સ્ટેશન સામે ધરણાં, હિંદુ યાત્રિકોની બસને ઘેરીને રામધૂન બંધ કરાવવાનો મામલો

    ઑપઇન્ડિયા સાથે થયેલ VHP અધિઓકારીઓની વાતચીત અનુસાર શરૂઆતમાં પોલીસ આ બાબતે ફરિયાદ નોંધવા હકારાત્મક હતી. પરંતુ બીજા દિવસે જમાલપુરના મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ભલામણો અને દબાણ બાદ પોલીસ પાણીમાં બેસી ગઈ હતી. જે બાદ તેઓ સતત હિંદુ કાર્યકર્તાઓને બહાના બતાવવા માંડ્યા હતા.

    - Advertisement -

    આજથી બરાબર 10 દિવસ (9 ઓક્ટોબર 2023) પહેલા અમદાવાદના ચંડોળા વિસ્તારનો એક વિડીયો ખૂબ વાઈરલ થયો હતો. જેમાં કેટલાક મુસ્લિમ કટ્ટરવાદી તત્વો જમાલપુરથી વડોદરા જઈ રહેલી હિંદુ યાત્રિકો ભરેલી બસને દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે ઘેરીને રોકે છે અને યાત્રિકોને ધમકી આપે છે કે ‘અમારા વિસ્તાર’માં જય શ્રીરામના નારા કે રામધૂન નહીં વગાડવાની. આ બાબતે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા ઘટનાના દિવસથી લઈને 17 ઓક્ટોબર સુધી સતત દાણીલીમડા પોલીસને આ બાબતે અનેક રજૂઆતો કરાઈ હતી અને FIR નોંધીને કાર્યવાહી કરવા જણાવાયું હતું. પરંતુ પોલીસ દ્વારા સતત ગલ્લા-તલ્લા અને બહાનાઓ આપતા હવે હિંદુ કાર્યકર્તાઓ રોષે ભરાયા છે અને ધરણાં તથા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.

    આ આખો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે જ્યારે વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા બુધવાર (19 ઓક્ટોબર 2023) ના દિવસે દાણીલીમડા પોલીસ સ્ટેશન સામે ધરણાં દેવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં VHP ગુજરાતના મંત્રી અશોક રાવલ પોતે હાજર રહેવાના છે અને તેમની સાથે મોટી સંખ્યામાં હિંદુ કાર્યકર્તાઓ પણ જોડાઈ શકે છે.

    VHPના સત્તાવાર X એકાઉન્ટ પરથી મંગળવારે પોસ્ટ કરાયું હતુંકે, “આવતીકાલે સવારે 11 વાગ્યે, VHP ગુજરાતના મંત્રી અશોક રાવલજી કર્ણાવતીના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ધરણા કરશે, જેમાં વિધર્મીઓએ બજરંગ દળના કાર્યકરોની બસ રોકી છે તે હંગામા માટે FIRની માંગણી કરશે. આ ગુનાનો 9 દિવસ જૂનો વિડીયો વાયરલ થયો હતો.”

    - Advertisement -

    જમાલપુરના MLA ઇમરાન ખેડાવાલાના દબાણમાં પોલીસ કાર્યવાહી નથી કરી રહી: VHP

    નોંધનીય છે કે 9 ઓક્ટોબરના રોજ જ્યારે આ ઘટના બની હતી અને વિડીયો વાઇરલ થયો હતો ત્યારથી જ હિંદુ સંગઠનો આ બાબતે ફરિયાદ નોંધવા માટે દાણીલીમડા પોલીસને રજૂઆત કરી રહ્યા હતા. ઑપઇન્ડિયા સાથે થયેલ VHP અધિઓકારીઓની વાતચીત અનુસાર શરૂઆતમાં પોલીસ આ બાબતે ફરિયાદ નોંધવા હકારાત્મક હતી. પરંતુ બીજા દિવસે જમાલપુરના મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ભલામણો અને દબાણ બાદ પોલીસ પાણીમાં બેસી ગઈ હતી. જે બાદ તેઓ સતત હિંદુ કાર્યકર્તાઓને બહાના બતાવવા માંડ્યા હતા.

    આ બાબતે બજરંગ દળના પ્રમુખ કાર્યકર્તા જ્વલિત મહેતાએ ઇમરાન ખેડાવાલાને આ બાબતે કોલ કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે તેઓ ફક્ત મુસ્લિમોના નહીં પરંતુ તમામ ધર્મ-જાતિઓના ધારાસભ્ય છે. આ વાતચીતનું કોલ રેકોર્ડિંગ પણ વાઇરલ થયું હતું.

    તેમ છતાય હિંદુ સંગઠનોએ એક અઠવાડિયા સુધી દાણીલીમડા પોલીસને રજૂઆત કરી, ડિજિટલ પુરાવાઓ પણ પૂરા પાડ્યા અને ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવા કહ્યું. પરંતુ પોલીસે આ બાબતે કોઇ જ કાર્યવાહી કરી નહીં. છેલ્લે હિંદુ સંગઠનોએ પોલીસને જો ફરિયાદ નહીં થાય તો પોલીસ સ્ટેશન સામે ધરણાં પ્રદર્શન કરવાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. તેમ છતાય પોલીસ દ્વારા સંતોષકારક જવાબ ના મળતા હવે VHPએ બુધવારના દિવસે સવારના 11 વાગ્યે દાણીલીમડા પોલીસ સ્ટેશનની બહાર ધરણાં ક્રવા માટેની જાહેરાત કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં