સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) અધ્યક્ષ અખિલેશ યાદવ તથા કોંગ્રેસે (Akhilesh Yadav) વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) તેના માર્ગ પરથી ભટકી જવાની ટીકા કરતી એક પોસ્ટ કરીને જૂઠ ફેલાવ્યું હતું. પોસ્ટમાં ભાજપનો (BJP) પણ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અખિલેશ યાદવે એક પોસ્ટ કરીને વંદે ભારત તેના રૂટ પરથી ભટકી ગઈ એવી પોસ્ટ કરી હતી. ત્યારે આ મામલે રેલવે વિભાગે સ્પષ્ટતા આપીને અખિલેશનો ભાંડો ફોડ્યો હતો.
નોંધનીય છે કે સપા સુપ્રીમો અખિલેશ યાદવે સોશિયલ મીડિયા માધ્યમ X પર એક પોસ્ટ કરી હતો. જેમાં વંદે ભારત ટ્રેનનો ફોટો હતો, જે ફોટા પર લખેલું હતું કે, “રસ્તો ભટકી ગઈ વંદે ભારત! જવાનું હતું ગોવા, નીકળી ગઈ કલ્યાણ.”
भाजपा ‘डबल इंजन’ की सरकार नहीं, ‘डबल ब्लंडर’ की सरकार है।
— Akhilesh Yadav (@yadavakhilesh) December 24, 2024
भाजपा ने देश की गाड़ी को भी गलत पटरी पर डाल दिया है। pic.twitter.com/wcCwEhjjLb
આ ઉપરાંત અખિલેશે કહ્યું હતું કે, “ભાજપ ‘ડબલ એન્જિન’ની સરકાર નથી, ‘ડબલ બ્લન્ડર’ની સરકાર છે. ભાજપે દેશની ટ્રેનને પણ ખોટા પાટા પર ચઢાવી દીધી છે.” અખિલેશની આ પોસ્ટ પર જાતજાતની પ્રતિક્રિયાઓ આવી હતી. આ ઉપરાંત કેરળ કોંગ્રેસના હેન્ડલ પરથી પણ આ જ પોસ્ટ કરવામાં આવી હતી. ઘણી મીડિયા ચેનલોએ પણ આ જ મામલો ચલાવ્યો હતો.
In the excitement to reach Goa, the Train forgot to check its route map pic.twitter.com/yi0LaG9Sxr
— Congress Kerala (@INCKerala) December 24, 2024
રેલવેએ કરી સ્પષ્ટતા
ત્યારે આ મામલે રેલવે વિભાગે સ્પષ્ટતા આપીને કોંગ્રેસ તથા અખિલેશના જુઠને ઉઘાડું પાડ્યું હતું. સેન્ટ્રલ રેલવેના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “સાહેબ, વાસ્તવમાં આ ખોટી માહિતી છે.”
Sir, it is factually incorrect information.
— DRM Mumbai CR (@drmmumbaicr) December 24, 2024
The train was diverted because of a problem en route. The train had started from its scheduled station i.e. Chhatrapati Shivaji Maharaj Terminus, Mumbai and arrived at the predetermined scheduled station i.e. Madgaon. https://t.co/FJLdzbAmXL
આગળ ટ્રેનના રૂટને ડાયવર્ઝન આપ્યું હોવાની માહિતી આપતાં રેલવે વિભાગે લખ્યું હતું કે, “માર્ગમાં સમસ્યા સર્જાતા ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી હતી. ટ્રેન તેના નિર્ધારિત સ્ટેશન એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી રવાના થઈ અને પૂર્વ નિર્ધારિત શિડ્યુલ સ્ટેશન એટલે કે મડગાંવ પર પહોંચી હતી.”
નોંધનીય છે કે આ અગાઉ પણ અખિલેશ યાદવે એક વિડીયો પોસ્ટ કરીને એક પોલીસ અધિકારી પણ મહિલાઓને ડરાવવાનો આરોપ મુક્યો હતો. જોકે પાછળથી સામે આવ્યું હતું કે અખિલેશે અડધો વિડીયો મૂકીને આ જૂઠ ફેલાવ્યું હતું. જેની સ્પષ્ટતા પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અખિલેશે અડધો વિડીયો મૂક્યો છે વાસ્તવમાં વિડીયોમાં રહેલ અધિકારી પથ્થરમારો ન કરવા માટે, તથા પોતાના બચાવમાં લોકોને બંદૂક બતાવી રહ્યા હતા.