Friday, October 4, 2024
More
    હોમપેજદેશરોડ ધસી પડવાનો વિડીયો બ્રાઝિલનો, અયોધ્યા અને ગુજરાતનો હોવાના દાવા સાથે સોશિયલ...

    રોડ ધસી પડવાનો વિડીયો બ્રાઝિલનો, અયોધ્યા અને ગુજરાતનો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર ફેલાવાયો અપપ્રચાર: UP પોલીસે FIR નોંધીને શરૂ કરી કાર્યવાહી

    ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરતી કરવામાં આવી હતી. જેમાં વિડીયો પોસ્ટ કરીને દાવા કરવામાં આવ્યા કે આ વિડીયો અયોધ્યાના રામપથનો છે, જેને કરોડોના ખર્ચે ગુજરાતની કંપનીએ બનાવ્યો છે. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક રોડ ચાલુ વરસાદમાં ધસી પડતો જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો ગુજરાતનો છે. ક્યાંક વિડીયો અયોધ્યાનો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. અનેક યુઝરોએ આ વિડીયો શૅર કર્યો છે અને ગુજરાત કે UPનો હોવાના દાવા કર્યા છે. 

    પ્રજ્ઞા ગુપ્તા નામના એક અકાઉન્ટે 4 જુલાઈની સવારે એક 6 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો હતો, જે CCTV ફૂટેજ હતા. જેમાં એક મહિલાને રસ્તા પર ચાલતી જોઈ શકાય છે. તે થોડી આગળ વધે છે ત્યાં એક ખાડામાં પગ પડતાં જ તે અંદર પડી જાય છે. ત્યારબાદ આસપાસના લોકો દોડી આવે છે. 

    વિડીયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું કે, “અયોધ્યામાં બનાવવામાં આવેલા રામપથની પહેલા જ વરસાદમાં આવી હાલત છે. તેની લંબાઈ 13 કિલોમીટર જેટલી છે અને ખર્ચ ₹844 કરોડ થયો હતો. એટલે કે એક કિલોમીટરના રોડના બાંધકામમાં 65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.” અહીંથી આગળ ગુજરાતવિરોધી પ્રોપગેન્ડા પણ ચલાવવમાં આવ્યો. લખવામાં આવ્યું કે, જે કંપનીએ આ રોડ બનાવ્યો હતો તે ગુજરાતની છે અને તેનું નામ છે ભુવન ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ. એવું પણ કહેવામાં આવ્યું કે, લોકો પોતાની રીતે તથ્યો જાણે નહિંતર રામનામ સત્ય થઈ જશે. 

    - Advertisement -

    આવા જ દાવા સાથે ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરતી કરવામાં આવી હતી. જેમાં વિડીયો પોસ્ટ કરીને દાવા કરવામાં આવ્યા કે આ વિડીયો અયોધ્યાના રામપથનો છે, જેને કરોડોના ખર્ચે ગુજરાતની કંપનીએ બનાવ્યો છે. 

    દાવો કરવામાં આમ આદમી પાર્ટીના સમર્થકો પણ સામેલ છે. તેમના ઘણા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં સજા કાપી રહ્યા છે અને અહીં તેમણે વિડીયો પોસ્ટ કરીને UPની ભાજપ સરકાર અને ગુજરાતની કંપની પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને સરકાર પર કંપનીને બચાવવાનો પણ આક્ષેપ લગાવ્યો. 

    અમુકે આ વિડીયો ગુજરાતનો ગણાવીને ‘ગુજરાત મોડેલ’ પર કટાક્ષ કર્યો હતો. 

    શું છે હકીકત? 

    હકીકતે આ વિડીયો ન તો અયોધ્યાનો છે કે ન ગુજરાતનો. વિડીયો ભારતના કોઇ પણ શહેરનો નથી. તે બ્રાઝિલનો છે, તે પણ જૂનો. રિવર્સ ઇમેજ સર્ચિંગ થકી જાણવા મળ્યું કે, આ ઘટના જૂન, 2022ની બ્રાઝિલના એક શહેરની છે. સ્થાનિક મીડિયામાં તેને લગતા સમાચાર પણ પ્રકાશિત થયા હતા. સાથે વિડીયો પણ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે મેળ ખાય છે. 

    સોશિયલ મીડિયા પર અપપ્રચાર બાદ અયોધ્યા પોલીસે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે ગુનો નોંધ્યો છે. X પર જાણકારી આપતાં અયોધ્યા પોલીસે કહ્યું કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભ્રામક વિડીયો શૅર કરીને અયોધ્યાનો રામપથ ગણાવવા સંદર્ભે પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાઇટમાં પોલીસકર્મીએ જણાવ્યું કે, હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ તે તથ્યો સામે આવે, તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    પોલીસે કાર્યવાહી શરૂ કર્યા બાદ હવે એક પછી એક ફેક ન્યૂઝનાં ટ્વિટ અને પોસ્ટ ડિલીટ કરવામાં આવી રહ્યાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં