ગત 30 માર્ચ 2023ના દિવસે ગીર-સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના ઉપલક્ષમાં રામજી ભગવાનની એક શોભાયાત્રા યોજાઈ હતી. જે બાદ યોજાયેલ ધર્મસભામાં હિંદુ વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ કર્યું હતું. તે ભાષણ વિવાદિત હોવાનું બહાનું કાઢીને સ્થાનિક મુસ્લિમોએ આખા શહેરને બાનમાં લીધું હતું અને 2 દિવસ સુધી પથ્થરમારા અને આગચંપી કરી હતી. જે બાદ હવે કાજલ સિંગલા (Kajal Hindustani) મોટા ભાગના ઇસ્લામવાદીઓ સમેત કથિત ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર દ્વારા ટાર્ગેટ થયેલા જોવા મળે છે.
ગુજરાત અને દેશભરમાં રામનવમીની શોભાયાત્રાઓ પર ઠેર ઠેર થયેલ પથ્થરમારાની ઘટનાઓ સામે આવ્યા બાદ ઇસ્લામવાદીઓ હંમેશાની જેમ તેનો આરોપ હિંદુઓ પર જ થોપવા માટે મથી રહ્યા છે. તેવા જ એક પ્રયાસમાં તેઓએ કાજલ હિન્દુસ્તાનીને નિશાન બનાવી છે.
નવરાત્રીની એ શોભાયાત્રાથી લઈને હવે જયારે હિન્દુત્વ વોચ અને ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર જેવા પંકાયેલા ઇસ્લામવાદીઓએ ટ્વીટર પર કાજલ હિન્દુસ્તાનીએ ટાર્ગેટ કરવા સુધીના સમગ્ર ઘટનાક્રમ પર આપણે એક નજર મારીએ.
30 માર્ચ- ઉનામાં રામજીની શોભાયાત્રા અને ધર્મસભા
30 માર્ચ 2023ના દિવસે હિંદુઓના આરાધ્ય એવા ભગવાન શ્રીરામનો જન્મોત્સવ એટલે કે રામનવમી હતી. આ દિવસે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે રામજીની એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં પ્રખર હિંદુત્વવાદી વક્તા એવા કાજલ હિન્દુસ્તાની પણ પહોંચેલા હતા. આ શોભાયાત્રા બાદ એક વિષયલ જાહેર સભા ‘ધર્મસભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલો મુજબ ઉનામાં યોજાયેલ આ રામજીની શોભાયાત્રામાં 30 હજારથી વધી લોકો જોડાયા હતા. શોભાયાત્રા બાદ ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત સનાતની વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ આપ્યું હતું. જ્યાં કાજલ હિન્દુસ્તાનીએ પોતાના ભાષણમાં લવજેહાદ અને લેન્ડ જેહાદ સહિતના મુદ્દાઓ પર બોલ્યાં હતાં.
31 માર્ચ- મુસ્લિમોએ કર્યો ચક્કાજામ અને લગાવ્યા ‘સર તન સે જુદા’ના નારા
ઉનામાં થયેલ રામનવમીની શોભાયાત્રા દરમિયાન યોજાયેલી જાહેર સભામાં થયેલાં ભાષણોને ‘વિવાદિત’ ગણાવીને શુક્રવારે (31 માર્ચ, 2023) મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો.
નોંધનીય છે કે આ જુમ્માનો દિવસ હતો. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં મુસ્લિમ યુવાનો ‘સર તન સે જુદા’ના નારા લગાવતા જોવા મળે છે. પોલીસ સ્ટેશનની સામે જ આ ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ના નારા લાગતા જોવા મળ્યા હતા.
Again, Sar tan se juda slogan raised by jihadi radicals in Una, Gujarat
— Krishna Rathod (@KrishnrathodGuj) April 1, 2023
Muslim goons raised slogans in front of the police post, @sanghaviharsh now in what language will you answer them? You used to say that you will forget to look at the stone !#HindusUnderAttack pic.twitter.com/uPwCHJ5era
1 એપ્રિલ- સવારે ગીર-સોમનાથ એસપી દ્વારા સમાધાનનો પ્રયાસ, સાંજે ઇસ્લામવાદીઓનો પથ્થરમારો
શુક્રવારે સાંપ્રદયિક તણાવને લઈને ઉના પોલીસે બીજા દિવસે બંને સમુદાયના અગ્રણીઓને બોલાવીને સમાધાન માટે એક બેઠકનું આયોજન કર્યું હતું પરંતુ આ બેઠકમાં પણ વિખવાદ થયો હતો. બેઠકમાં બંને સમુદાયો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ માહોલ તંગ બનતાં મુસ્લિમ આગેવાનો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જેની જાણ શહેરમાં પણ થતાં વેપારીઓએ પણ ટપોટપ દુકાનો બંધ કરવા માંડી હતી અને સમગ્ર બજાર બંધ રહ્યું હતું.
પછીથી ગીર સોમનાથ એસપીએ બંને સમુદાયના માત્ર પાંચ-પાંચ આગેવાનોને સર્કિટ હાઉસ ખાતે બોલાવીને સમાધાન કરાવ્યું હતું તો બીજી તરફ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
જોકે, આ બેઠક બાદ ફરી સાંજે વાતાવરણ બગડ્યું હતું અને શહેરમાં પથ્થરમારાની ઘટના બની હતી. મોડી સાંજે ઉનામાં કુંભારવાડા, કોળીવાડ અને ચંદ્રકિરણ સોસાયટી વિસ્તારોમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને આ દરમિયાન સોડાની બોટલો પણ ફેંકવામાં આવી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ટોળું ફરી એક વખત રસ્તા પર ઉતરી આવતાં પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
2 એપ્રિલ- પોલીસ દ્વારા 70 તોફાનીઓની અટકાયત, કોમ્બિંગમાં મળ્યા હથિયારોના ઢગ, હમલો પૂર્વઆયોજિત હોવાની શંકા
શુક્રવારે (31 માર્ચ, 2023) મુસ્લિમ યુવાનોએ ચક્કાજામ કર્યો હતો તો ‘સર તન સે જુદા’ના નારા પણ લાગ્યા હતા. ત્યારબાદ શનિવારે સાંજે પથ્થરમારો થયો હતો. જે બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.
પોલીસે ઉનામાં પથ્થરમારો કરનારા તોફાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને 70 લોકોની ધરપકડ કરી લીધી હતી. આ માટે પોલીસે આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું અને આરોપીઓને ઝડપી લીધા હતા. બીજી તરફ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, તેમજ SRPની ટીમો પણ તહેનાત કરવામાં આવી હતી.
ઉનામાં પથ્થરમારા બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને તોફાનોમાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાં હતાં. જે પૂર્વનિયોજિત કાવતરા તરફ પણ ઈશારો કરી રહ્યાં છે.
Weapons found in Una of #GirSomnath during police combing#Gujarat #TV9News pic.twitter.com/1vPWeSrqPc
— Tv9 Gujarati (@tv9gujarati) April 2, 2023
આ હથિયારોમાં તલવાર, કુહાડી, છરી, ધારિયાં, લોખંડના પાઇપ, લાકડાં તથા જથ્થાબંધ કાચની બોટલો મળી આવી હતી. હાલ પોલીસે આ હથિયારો જપ્ત કરી લીધાં છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
2 એપ્રિલ: કાજલ હિન્દુસ્તાનીએ એક ઈન્ટરવ્યુંમાં આપ્યા ઉઠી રહેલા સવાલોના જવાબ
હવે જયારે જેહાદીઓ કાજલ હિન્દુસ્તાનીને ‘સર તન સે જુદા’ની ધમકીઓ આપવાનું શરૂ કરી ચુક્યા હતા, ત્યારે લોકો કાજલ હિન્દુસ્તાની પાસેથી પણ અપેક્ષા રાખીને બેઠા હતા કે તેઓએ પોતાના ભાષણમાં જે કહ્યું હતું તેના પર સફાઈ આપે.
ઈન્ડિયા ટીવીના શો ‘સવાલ તો બનતા હૈ‘માં હિન્દુત્વની ફાયરબ્રાન્ડ નેતા કાજલ સિંગલા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે આજે દેશમાં જો કોઈ હિંદુ શ્વાસ લે છે તો પણ કેટલાક લોકોને તે નફરતનું ભાષણ લાગે છે.
કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે “આજે દેશમાં મુસ્લિમ બહેનોને સમાન હક્ક અને અધિકારો આપવામાં આવી રહ્યાં નથી. ભારતમાં મહિલાઓને પુરૂષો કરતા વધુ અધિકારો છે પરંતુ મુસ્લિમ સમાજમાં મહિલાઓને તેમના અધિકારો આપવામાં આવતા નથી.”
તેમણે કહ્યું કે “મેં આજ સુધી ક્યારેય કોઈ જાતિ, ધર્મ અને કોઈના ભગવાન વિશે ખરાબ નથી કહ્યું. મેં સાચું કહ્યું છે અને જો આમાં પણ કોઈને ખરાબ લાગતું હોય તો તેના માટે હું જવાબદાર નથી.”
તેમણે કહ્યું કે “PFIની આ યોજના હેઠળ દેશમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્મ પરિવર્તનની ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કે PFI ભારત માટે એક ઝેરીલું સંગઠન છે, જે મુસ્લિમ યુવાનોને કટ્ટરવાદ, આતંકવાદ અને અલગતાવાદ શીખવે છે.”
તેમણે કહ્યું કે “હું તેમની યોજનાની વિરુદ્ધ બોલું છું જે લવ અને લેન્ડ જેહાદ છે, તેથી મને નથી લાગતું કે હું કંઈ ખોટું બોલી રહી છું અથવા તે નફરતનું ભાષણ છે.” કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે “જ્યારે હું મુસ્લિમ સમાજની મહિલાઓના હિત માટે સમાન સિવિલ કોડની વાત કરું છું ત્યારે તે લોકોને ખરાબ લાગે છે.”
નોંધનીય છે કે જયારે કોઈ મુસ્લિમ અથવા ઈસાઈ વ્યક્તિ દ્વારા પોતાની સાચી ઓળખ અને ધર્મ છુપાવીને કોઈ હિન્દૂ યુવક/યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં આવે, લગ્ન કરવામાં આવે અથવા તો લગ્ન બાદ તેમના પર ધર્માંતરણ કરવામાં આવે તેને લવ જેહાદ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ગુજરાતભરમાં લવ જેહાદના કિસ્સાઓમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે.
આ જ રીતે જયારે કોઈ મુસ્લિમ અથવા ઈસાઈ વ્યક્તિ દ્વારા પોતાની ઓળખ અથવા ધર્મ છુપાવીને, અથવા બીજાના નામ સાથે, અથવા બળજબરી પૂર્વક અન્યની કે સરકારની માલિકીની જમીન પચાવી પાડવામાં આવે ત્યારે તેને લેન્ડ જેહાદ તરીકે ઓળખવામાં આવે છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગે આવી પચાવી પડેલી જમીનો પર મસ્જિદો કે મજારો બનાવેલી હોવાનું માલુમ પડતી હોય છે.
3 એપ્રિલ- કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ
રામનવમીની શોભયાત્રા દ્વારા યોજાયેલ ધર્મસભામાં પોતાના વકતવ્યમાં કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ‘મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે’.
બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી.
જે બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 295 A 153 એ અને 505 મુજબ ગુનો નોંધાયો છે. જે પૈકી 153 A અંતર્ગત કોઈપણ વ્યક્તિ બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવું નિવેદન કે ભાષણ કરે તેવા કિસ્સામાં આ ધારાનો ઉપયોગ થાય છે તથા 295 A ઉશ્કેરીણીજનક ભાષણ આપવાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે.
આ દરમિયાન સતત જુદા જુદા સોશિયલ મીડિયા પર ઇસ્લામવાદીઓ પુરી ઉગ્રતા સાથે કાજલ હિન્દુસ્તાની પર નિશાન તાકી રહ્યા હતા.
4 એપ્રિલ- ઈકોસીસ્ટમ થઇ એક્ટિવ, હિન્દુત્વવોચ અને ઝુબૈર જેવા હિંદુદ્વેષીઓએ ટ્વીટર પર ઝહેર ઓકવાની કર્યું શરૂ
આખરે હંમેશાની જેમ ઇસ્લામવાદીઓએ કરેલી હિંસા અને તોફાનોનું ઠીકરું હિંદુઓના માથે ફોડવાનું આયોજનપૂર્વકનું કાવતરું શરૂ કરી દીધું. હમણાં સુધી છૂટાછવાયા ઇસ્લામવાદીઓ સોશિયલ મીડિયા પર કાજલ હિન્દુસ્તાનીને ટાર્ગેટ કરી રહ્યા હતા.
પરંતુ હવે આ વિષયના કુખ્યાત અને પંકાયેલા ખેલાડીઓ મેદાનમાં આવી ગયા હતા. સૌ પહેલા કુખ્યાત હિન્દુત્વવૉચ નામના ટ્વીટર અકાઉન્ટે કાજલ હિન્દુસ્તાનીનો એક વિડીયો ટાંકીને લખ્યું કે, “હિંદુ જાગૃતિ સંમેલનમાં, કાજલ શિંગ્લા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની, જે પુનરાવર્તિત અપરાધી છે, તેણે મુસ્લિમોને ટાર્ગેટ કરીને દ્વેષપૂર્ણ ભાષણ આપ્યું અને હિંદુઓને જાગી જવા અને પોતાનો બચાવ કરવા માટે હથિયાર ઉપાડવાનું આહ્વાન કર્યું.”
Location: New Delhi
— HindutvaWatch (@HindutvaWatchIn) April 3, 2023
At Hindu Jagruti Samelan, Kajal Shingla aka Kajal Hindusthani, a repeat offender, delivered hate speech targeting Muslims and called on Hindus to wake up and pick arms to defend themselves. pic.twitter.com/o8P2aTcvwe
અહીંયા જેમ કે વીડિયોમાં સાંભળી શકાય છે અને જે હિન્દુત્વવૉચે પોતે લખ્યું એમ હિન્દુસ્તાની હિંદુઓને પોતાના પર આવી રહેલા સંકટ સામે પોતાની રક્ષા માટે હથિયાર ઉઠાવવાનું કહી રહ્યા છે. વિડીયોના કોઈ પણ ભાગમાં તેઓ ક્યાંય હિંદુઓને સામેથી હથિયાર લઈને કોઈના પર હુમલો કરવાનું કહ્યું હોય એવું સંભળાતું નથી.
જે બાદ થોડી જ વારમાં ઓલ્ટન્યુઝના સહ-સ્થાપક અને કથિત ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર પણ મેદાનમાં આવી ગયા. તેણે હિન્દુત્વવૉચના જ એ વીડિયોને ક્વોટ કરીને દિલ્હી પોલીસને મેંશન કરીને લખ્યું કે, “કાજલ સિંગલા (કાજલ હિન્દુસ્તાની) કહે છે, ‘ઉઠો હિંદુઓ, ઉભા થાઓ, તમારી જાતને સુરક્ષિત કરો’
શું આ હથિયાર ઉપાડવાની ઉશ્કેરણી નથી?”
Kajal Singla (Kajal Hindustani) says, “Utho Hinduon shastra apne aap uthao, apni raksha apne aap karo”.
— Mohammed Zubair (@zoo_bear) April 3, 2023
Isn’t this provocation to pick up arms? @DelhiPolice 👋 https://t.co/EETZzknITe
અહીં પણ આ ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર પોતાની રક્ષા માટે હથિયાર ઉઠાવવાના આહવાનને ઉશ્કેરણીજનક દર્શાવી રહ્યો છે. નોંધનીય છે કે આ એ જ ફેક્ટચેકર છે જેણે ભૂતકાળમાં આવી જ રીતે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માને પણ આ રીતે સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કર્યા હતા અને પરિણામે તેમને ઇસ્લામવાદીઓ તરફથી ‘સર તન સે જુદા’ કરવાની ધમકીઓ મળી હતી.
ઝુબૈરની એ ઉશ્કેરણી બાદ જ કટ્ટરવાદીઓએ ઉદયપુરમાં કન્હૈયા લાલ નામના એક દરજીની માત્ર એટલા માટે હત્યા કરી હતી, કારણ કે તેમણે સોશિયલ મીડિયામાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકી હતી.
તે બાદ તેની જ ઉશ્કેરણીમાં આવીને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની પણ ઇસ્લામવાદીઓએ ગાળું કાપીને ક્રૂર હત્યા કરી દીધી હતી. તેમનો ગુન્હો પણ એટલો જ હતો કે તેમણે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.
જે રીતે આ ઇસ્લામવાદીઓ અને ખાસ કરીને ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર જેવા ઉશ્કેરણીખોરોએ સોશિયલ મીડિયા માથે લઈને નૂપુર શર્માનું જીવવું હરામ કરી દીધું હતું તેવી જ પરિસ્થિતિ હવે તેઓ કાજલ હિન્દુસ્તાની માટે ઉભી કરવા માંગતા હોય તેવું જોઈ શકાય છે.
નોંધનીય છે કે 2 એપ્રિલ બાદથી કાજલ હિન્દુસ્તાનીના કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર કોઈ પોસ્ટ કે સ્ટેટ્સ જોવા નથી મળ્યા. ઑપઇન્ડિયાની ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમનો સંપર્ક પણ નથી થઇ રહ્યો. જો યાદ કરીએ તો આવી જ પરિસ્થિતિ જયારે પૂર્વ ભાજપા પ્રવક્તા નૂપુર શર્માને ‘સર તન સે જુદા’ની ધમકીઓ મળવાની શરૂ થઇ ત્યારે જોવા મળી હતી.
જોવાનું એ પણ રહેશે કે શું કાજલ હિન્દુસ્તાનીને પણ પોતાની આગળની જિંદગી નૂપુર શર્માની જેમ જેહાદીથી ડરીને છુપાઈને કાઢવાની રહેશે કે પછી આ વખતે સરકાર અને તંત્ર સ્થિતિ બગાડતા પહેલા તેને રોકવા માટે કોઈક પગલાં લેશે!