Friday, November 22, 2024
More
    હોમપેજસંપાદકની પસંદઅમેરિકા પણ જે ન કરી શક્યું, એ કરી રહ્યું છે ભારત: 'ગ્લોબલ...

    અમેરિકા પણ જે ન કરી શક્યું, એ કરી રહ્યું છે ભારત: ‘ગ્લોબલ સાઉથ’માં PM મોદીને મળેલા સન્માનથી ચીનની ઊંઘ હરામ, FIPIC દ્વારા પ્રશાંત મહાસાગરમાં વધતો ભારતનો પ્રભાવ

    ચીન અત્યાર સુધી 'પેસિફિક આઇલેન્ડ્સ ફોરમ (PIF)' અને 'ચાઇના-પેસિફિક આઇલેન્ડ્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફોરમ' દ્વારા ત્યાં પોતાની હાજરી વધારી રહ્યું છે. ત્યાંના એક નેતાને માત્ર એટલા માટે પદ પરથી હટાવી દેવામાં આવ્યા કે તેઓ ચીનના અતિક્રમણના વિરોધમાં હતા. બીજી તરફ અમેરિકા આ ​​દેશોને લઈને બહુ ગંભીર નથી. તેણે 1993માં સોલોમન ટાપુઓમાં તેની એમ્બેસી પણ બંધ કરી દીધી હતી. ચીને તેનો ફાયદો ઉઠાવ્યો.

    - Advertisement -

    જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતની ભૂમિકા કેવી રીતે મજબૂત બની છે તેના પર વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. હવે એક વીડિયોએ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી છે. આ વીડિયો રવિવાર (21 મે, 2023)ની સાંજનો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. ત્યાં વડાપ્રધાન જેમ્સ મારાપે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમને પ્રણામ કર્યા. ‘ગ્લોબલ સાઉથ’ અને તેના રાજકારણ માટે હાલનો સમય ખુબ અગત્યનો બની રહ્યો છે.

    પપુઆ ન્યુ ગિનીના પીએમએ જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની આગળ નમન કરીને આદર આપ્યો, તેનાથી દરેક ભારતીયને તેમના નેતૃત્વ પર ગર્વની લાગણી થઈ. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાપુઆ ન્યુ ગિની દ્વારા દેશના સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (GCL)‘થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાંના ગવર્નર જનરલ સર બોબ દાદાએ તેમને આ સન્માન આપ્યું હતું. તેમને આ સન્માન ‘ગ્લોબલ સાઉથ’ ના હિત માટે અવાજ ઉઠાવવા અને પેસિફિક મહાસાગરમાં સ્થિત દેશોની એકતા માટે પ્રયાસ કરવા બદલ આપવામાં આવી રહ્યું છે.

    શું છે આ ‘ગ્લોબલ સાઉથ’?

    હવે તમારા મનમાં ચોક્કસથી આ પ્રશ્ન થશે કે આ ‘ગ્લોબલ સાઉથ’ શું છે? તે એવા દેશોનો ઉલ્લેખ કરે છે કે જેઓ ઓછા વિકસિત છે અને જે મૂડીવાદી અર્થતંત્ર દ્વારા નકારાત્મક રીતે પ્રભાવિત થયા છે. આવા દેશો, જેમને સમૃદ્ધ દેશો દ્વારા એક અથવા બીજા કારણોસર નુકસાન થયું હતું, જે ઉપેક્ષિત રહ્યા હતા. પ્રથમ વખત અમેરિકન સામાજિક કાર્યકર અને લેખક કાર્લ ઓગ્લેસ્બીએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આમાં ઓછી આવકવાળા એવા દેશો આવે છે, જેની ઉપેક્ષા કરવામાં આવી હતી.

    - Advertisement -
    'ગ્લોબલ સાઉથ'
    સાભાર: World Population Review

    આ હેઠળ આવતા દેશોમાં માથાદીઠ આવક ખૂબ જ ઓછી છે, બેરોજગારીનું ઊંચું સ્તર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. ઘણા લોકો આનો અર્થ દક્ષિણમાં સ્થિત દેશ તરીકે સમજે છે, પરંતુ એવું નથી. હા, એવું ચોક્કસપણે કહી શકાય કે આમાં આવતા મોટાભાગના દેશો માત્ર ઉષ્ણકટિબંધીય દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત છે. અહીં ‘દક્ષિણ’ નો અર્થ ‘ગરીબ’ તરીકે લઈ શકાય છે, જે ઘણા લોકોને ગમતું પણ નથી અને તેને અયોગ્ય વ્યાખ્યા કહે છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિજી દ્વારા પણ તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ફિજી માટે કોઈ વિદેશી નાગરિકને આ સન્માન આપવું ખૂબ જ દુર્લભ છે. તેમને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી (CF)‘ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક વૈશ્વિક રાજનેતા તરીકે તેમણે કરેલા કાર્યોને કારણે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો જૂના ભારત-ફિજી સંબંધો વિશે વાત કરતાં આ એવોર્ડ ભારતના લોકોને સમર્પિત કર્યો હતો.

    ફિજીના વડા પ્રધાન સિટિવેની રાબુકાએ ત્યાંના રાષ્ટ્રપતિ વતી તેમને આ સન્માન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી FIPICની બેઠકમાં ભાગ લેવા માટે ત્યાં ગયા છે.

    FIPIC શું છે?

    તમે વિચારતા જ હશો કે FIPIC શું છે અને તે શા માટે એટલું મહત્વનું છે. તેનો અર્થ છે – ‘ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન’, જે પેસિફિક મહાસાગરમાં સ્થિત નાના દેશો અને ભારત સાથેના તેમના જોડાણ માટે બનાવવામાં આવ્યું છે. તેની રચના નવેમ્બર 2014માં થઈ હતી જ્યારે પીએમ મોદી ફિજીની મુલાકાતે ગયા હતા.

    જેમાં ભારત ઉપરાંત, આ 14 દેશોનો સમાવેશ થાય છે – કુક આઇલેન્ડ્સ, ફિજી, કિરીબાતી, માર્શલ આઇલેન્ડ્સ, માઇક્રોનેશિયા, નૌરુ, નિયુ, પલાઉ, પાપુઆ ન્યૂ ગિની, સમોઆ, સોલોમન આઇલેન્ડ્સ, ટોંગા, તુવાલુ અને વનુઆતુ. આ બધા ટાપુ દેશો છે. આ દેશો માત્ર ક્ષેત્રફળમાં જ નાના નથી, પરંતુ તે ભારતથી દૂર પણ સ્થિત છે. આમાંના મોટા ભાગના મોટા ‘એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)’ નો ભાગ છે, જેનો અર્થ છે કે તેઓને દરિયાઇ વિસ્તારો પર નોંધપાત્ર અધિકારો છે.

    ભારતની મોટાભાગની સક્રિયતા હિંદ મહાસાગરમાં રહી છે, જેનો ઉપયોગ તે તેના વ્યાપારી અને સુરક્ષા હિતોના રક્ષણ માટે કરી રહ્યો છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ આ દેશો અને ભારત વચ્ચેના વેપાર સંબંધોને આગળ વધારવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે દર વર્ષે 300 મિલિયન ડોલર (રૂ. 2486 કરોડ)નો વેપાર થાય છે. ભારતે સ્વચ્છ ઉર્જા અને જળવાયુ પરિવર્તન સામે લડવા માટે આ દેશોને $1 મિલિયનની સહાય પણ આપી છે.

    ઉપરાંત, ભારતમાં તેમના માટે વેપાર કાર્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમને ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા પણ આપવામાં આવી છે, એટલે કે ભારત પહોંચ્યા પછી એરપોર્ટ પર વિઝા આપવા. સ્પેસ ટેક્નોલોજીમાં પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના માટે એક ‘વિઝિટર પ્રોગ્રામ’ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે આપવામાં આવતી સહાયને વધારીને 2 લાખ ડોલર કરવામાં આવી છે.

    ભારત હાલમાં G20ની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશાંત મહાસાગરના ટાપુ દેશોને ખાતરી આપી છે કે તેઓ તેમના મુદ્દાઓ વૈશ્વિક મંચ પર પણ ઉઠાવશે. ઈન્ડો-પેસિફિક ફોરમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન વિકસિત દેશો પર પણ નિશાન સાધ્યું, જેમણે કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન ‘ગ્લોબલ સાઉથ’ છોડી દીધી હતી અને તેમને મદદ કરી ન હતી. આવા સમયે ભારતે ‘વેક્સિન ફ્રેન્ડશિપ’ દ્વારા આ દેશોની મદદ કરી હતી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાપુઆ ન્યુ ગિની અને ફિજી દ્વારા સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે તે દર્શાવે છે કે તેમના નેતૃત્વ પર માત્ર ભારતના ગરીબો જ નહીં પરંતુ ગરીબ દેશો પણ ભરોસો કરે છે. ભારતે ઈન્ડો-પેસિફિક દેશો માટે 80 લાખ રસીના ડોઝની વ્યવસ્થા કરી હતી. 1,32,000 કોવિડ-19 રસીના ડોઝ પાપુઆ ન્યુ ગિનીમાં પણ મોકલવામાં આવ્યા હતા. મુશ્કેલ સમયમાં ભારતે આપેલી મદદની અસર છે કે આજે આ દેશોમાં ભારત અને ભારતના નેતા માટે આટલું સન્માન છે.

    ભારત આ વિસ્તારમાં પોતાની પકડ કરી રહ્યું છે મજબૂત

    અમેરિકાના પ્રમુખ જો બિડેન પણ આ બેઠકમાં હાજરી આપવાના હતા, પરંતુ વોશિંગ્ટનમાં દેવા અંગેની કટોકટીની ચર્ચાઓને કારણે તેમનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો. ચીન આ દેશો સાથે 80ના દાયકાથી જોડાયેલું છે. હાલમાં જ ચીને સોલોમન ટાપુઓ સાથે એક કરાર કર્યો હતો, જે મુજબ તે ત્યાં પણ સેનાનો ઉપયોગ કરી શકે છે. તે સોલોમન ટાપુઓની જમીનનો ઉપયોગ પોતાના સુરક્ષા હિત માટે કરી શકે છે.

    આવી સ્થિતિમાં ભારતે ત્યાં પોતાની હાજરી મજબૂત કરવી એ પણ સમયની જરૂરિયાત છે. માર્શલ ટાપુઓ, નૌરુ, પલાઉ અને તુવાલુ સિવાય, ચીને ત્યાંના બાકીના દેશો સાથે ઘણી નિકટતા કેળવી છે અને તેમનો વિશ્વાસ મેળવવામાં સફળતા મેળવી છે. ચીને સોલોમન ટાપુઓને $730 મિલિયનની સહાયની જાહેરાત કરી છે. ત્યાંના લોકોમાં ચીન પ્રત્યે નારાજગી છે, પરંતુ તેમ છતાં ત્યાંની સરકારે સમજૂતીનો સ્વીકાર કર્યો છે.

    ચીન અત્યાર સુધી ‘પેસિફિક આઇલેન્ડ્સ ફોરમ (PIF)’ અને ‘ચાઇના-પેસિફિક આઇલેન્ડ્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફોરમ’ દ્વારા ત્યાં પોતાની હાજરી વધારી રહ્યું છે. ત્યાંના એક નેતાને માત્ર એટલા માટે પદ પરથી હટાવી દેવામાં આવ્યા કે તેઓ ચીનના અતિક્રમણના વિરોધમાં હતા. બીજી તરફ અમેરિકા આ ​​દેશોને લઈને બહુ ગંભીર નથી. તેણે 1993માં સોલોમન ટાપુઓમાં તેની એમ્બેસી પણ બંધ કરી દીધી હતી. ચીને તેનો ફાયદો ઉઠાવ્યો.

    હવે જ્યારે ચીને તેના ‘બેલ્ટ એન્ડ રોડ’ પ્રોજેક્ટ માટે ત્યાંના દેશો સાથે આક્રમક રીતે સંબંધો વધારવાનું શરૂ કર્યું ત્યારે અમેરિકાની ઊંઘ ઊડી ગઈ અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત આ ટાપુ દેશો માટે નવી નીતિઓ ઘડવા લાગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એ કરી રહ્યું છે જે અમેરિકા નથી કરી શક્યું. ભારતની મજબૂત હાજરીને કારણે ચીન ચોક્કસપણે ત્યાં ખતરો અનુભવશે. ભારત હંમેશા ‘પીપલ ટુ પીપલ’ કનેક્ટિવિટી પર ભાર મૂકે છે અને ભારતનો કોઈ છૂપો ઈરાદો નથી, એ રીતે ત્યાંના લોકો પણ ભારતથી ખુશ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં