Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય પ્રધામંત્રીના મુગટમાં વધુ એક યશકલગી: પીએમ મોદીને ફિજીનું સર્વોચ્ચ 'કમ્પેનિયન ઑફ...

    ભારતીય પ્રધામંત્રીના મુગટમાં વધુ એક યશકલગી: પીએમ મોદીને ફિજીનું સર્વોચ્ચ ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર’ સન્માન આપવામાં આવ્યું

    ફિજીના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા પર પીએમ મોદીએ કહ્યું, "આ સન્માન માત્ર મારું નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું છે, સદીઓ જૂના ભારત-ફિજી સંબંધોનું છે."

    - Advertisement -

    બિન-ફિજિયન માટેના દુર્લભ સન્માનમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે તેમના વૈશ્વિક નેતૃત્વની માન્યતામાં ફિજી દેશનો સર્વોચ્ચ પુરસ્કાર, કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી એનાયત કરવામાં આવ્યો હતો.

    ફિજીના વડા પ્રધાન સિટિવેની રાબુકાએ જ્યારે બંને નેતાઓ પાપુઆ ન્યુ ગિનીમાં મળ્યા ત્યારે પીએમ મોદીને આ ટાઇટલ માટે મેડલિયન અર્પણ કર્યું હતું.

    ફિજીના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા પર પીએમ મોદીએ કહ્યું, “આ સન્માન માત્ર મારું નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું છે, સદીઓ જૂના ભારત-ફિજી સંબંધોનું છે.”

    - Advertisement -

    કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર નાગરિકો અથવા અન્ય વિદેશીઓને પ્રતિષ્ઠિત સિદ્ધિ તથા ફિજી અથવા માનવતાની સર્વોચ્ચ ગુણવત્તાની સેવાની માન્યતામાં માનદ પુરસ્કાર તરીકે એનાયત કરવામાં આવે છે.

    પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ મોદીનું કરાયું હતું ભવ્ય સ્વાગત

    આ પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યૂ ગિની નામના નાનકડા દેશમાં પહોંચ્યા. અહીં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આ દેશમાં એવી પરંપરા છે કે અહીં સૂર્યાસ્ત પછી આવનાર નેતાઓનું ઔપચારિક સ્વાગત કરવામાં નથી આવતું. પણ પીએમ મોદીના સ્વાગત માટે આ દાયકાઓ જૂની પરંપરા પણ તોડી નંખાઈ અને એટલું જ નહીં ત્યાંના વડાપ્રધાન જેમ્સ મારાપેએ રીતસર પીએમ મોદીના ચરણસ્પર્શ પણ કર્યા હતા.

    એપ્રિલ 2021માં પાપુઆ ન્યૂ ગિનીમાં કોરોનાના કારણે સ્થિતિ વધુ બગડી હતી અને સતત વધતા કોરોના કેસના કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ પડી ભાંગી હતી. ઉપરાંત, પૂરતી રસી ન હોવાના કારણે રસીકરણ કાર્યક્રમમાં પણ વિલંબનો સામનો કરવો પડી રહ્યો હતો. તે વખતે ભારતે પાપુઆ ન્યૂ ગિનીને કોરોનાની રસીના લાખો ડોઝ પૂરા પાડ્યા હતા. 

    7 એપ્રિલ, 2021ના રોજ ભારત અને પાપુઆ ન્યૂ ગિનીની સરકારો વચ્ચે કોરોનાની કોવિશીલ્ડ રસીના 1,32,000 ડોઝ માટેના કરાર થયા હતા. ત્યારબાદ બીજા અઠવાડિયે ભારત તરફથી આ ડોઝ મોકલી આપવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં