Saturday, March 8, 2025
More
    હોમપેજરાજકારણઑપઇન્ડિયાએ ઇતિહાસકાર રિઝવાન કાદરી સાથે વાત કરી, જેઓ કરી રહ્યા છે ગાંધી...

    ઑપઇન્ડિયાએ ઇતિહાસકાર રિઝવાન કાદરી સાથે વાત કરી, જેઓ કરી રહ્યા છે ગાંધી પરિવાર સમક્ષ એડવિના-નહેરુના પત્રો PMMLમાં પરત કરવાની માંગ

    કાદરીએ કહ્યું કે ભારતના ઇતિહાસની ખાતર, આપણે નહેરુના પત્રોના વિશાળ સંગ્રહની એક્સેસ સંશોધકોને આપવી જોઈએ. આ મામલે PMML કાયદાકીય વિકલ્પો શોધી રહ્યું છે.

    - Advertisement -

    ઇતિહાસકાર રિઝવાન કાદરી (Rizwan Kadri) જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru)  અને એડવિના માઉન્ટબેટનના (Edwina Mountbatten) ખાનગી પત્રોને સાર્વજનિક કરવાની તેમની માંગને લઈને ચર્ચામાં છે. આ મામલે ઑપઇન્ડિયાએ રિપોર્ટ કર્યો હતો કે કેવી રીતે વર્ષ 2008માં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વ્યક્તિઓ સાથેના પત્રવ્યવહાર ધરાવતા 51 બોક્સ ગાયબ કરવામાં આવ્યા હતા. આ બોક્સ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીમાંથી (Nehru Memorial Museum and Library), જે હવે પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (Prime Minister’s Museum and Library) તરીકે ઓળખાય છે, લઈ જવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે આ પત્રો સોનિયા ગાંધીના (Sonia Gandhi) કહેવા પર લઇ જવામાં આવ્યા હતા. જે પરત લેવા માટે ઇતિહાસકાર અને PMMLના સભ્ય રિઝવાન કાદરીએ સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધી અને ડિસેમ્બરમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) પત્ર લખ્યો હતો. ત્યારે ઑપઇન્ડિયાએ રિઝવાન કાદરી સાથે તાજેતરના ઘટનાક્રમ અને તેમણે ગાંધી પરિવારને જે પત્રો લખ્યા છે તે અંગે વાતચીત કરી હતી.

    પ્રશ્ન: તમે નહેરુના પત્રો કેમ સાર્વજનિક કરવા માંગો છો?

    - Advertisement -

    રિઝવાન કાદરી: જ્યારે હું 2019માં વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયનો (PMML) સભ્ય બન્યો ત્યારે હું તે પત્રો વાંચવા માંગતો હતો. ત્યારથી હું આ અંગે વાત કરી રહ્યો છું. હાલમાં જનતા પાસે ઘણી બધી માહિતી છે, પરંતુ નહેરુના પત્રો નથી. ખાસ કરીને જવાહરલાલ નેહરુ અને જે.પી. નારાયણ અને એડવિના માઉન્ટબેટન વચ્ચે થયેલા પત્રોની આપ-લે મામલે આ વાત સાચી પણ છે.

    તેમણે કહ્યું હતું કે અમે આ વર્ષે ફેબ્રુઆરીમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરી હતી. તમામ સભ્યોએ માંગ કરી છે કે વ્યક્તિગત કાગળોનો સંગ્રહ PMMLને પરત કરવામાં આવે. મીટિંગની મિનિટ્સમાં એ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધીના કહેવા પર 2008માં નહેરુના પત્રોનો સંપૂર્ણ સંગ્રહ 51 બોક્સમાં ભરીને લઇ જવામાં આવ્યો હતો.

    આ વિશાળ સંગ્રહમાં ભારતીય ઇતિહાસના એવા છુપાયેલા પાસાઓ છે જે આપણે હજી સુધી શોધી શક્યા નથી. મેં સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને વિનંતી કરી હતી કે નહેરુના પત્રો PMMLને પરત કરો અથવા અમને ડિજિટલ અથવા ફિસીકલ સ્વરૂપમાં આ પત્રો ઍક્સેસ કરવાની મંજૂરી આપો. તેમણે કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય આ વિષય પર અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરવાનો છે.

    પ્રશ્ન: તમે ગાંધી પરિવારનો સંપર્ક કેવી રીતે અને શા માટે કર્યો?

    રિઝવાન કાદરીઃ મેં આ વર્ષે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને સ્પીડ પોસ્ટ દ્વારા પત્ર મોકલ્યો હતો. ઇ-મેઇલ પણ મોકલ્યો હતો. જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે મેં રાહુલ ગાંધીને પત્ર અને ઇ-મેઇલ મોકલ્યો. મેં તેમને કહ્યું કે વિપક્ષના નેતા તરીકે તેમની પણ આ જવાબદારી છે કે નહેરુના પત્રોના સંગ્રહને ઉપલબ્ધ કરાવીને સાંસ્કૃતિક જાળવણી અને ભાવિ સંશોધનને સુનિશ્ચિત કરાવવામાં આવે.

    એ પત્રોમાં રહેલો ઇતિહાસ પબ્લિક ડોમેનમાં આવવો જોઈએ. અત્યારે, તે પત્રોમાં ખરેખર શું લખ્યું છે તે વિશે કેટલીક અટકળો છે. પત્રોના ખાનગી સંગ્રહને પાછા લઇ લેવા પાછળ ચોક્કસ કોઈ કારણ હોવું જોઈએ.

    પ્રશ્ન: શું ઇતિહાસકારોએ સ્વતંત્રતા પછી ક્યારેય નહેરુના પત્રો જોયા છે?  

    રિઝવાન કાદરીઃ જો પહેલાં અમારે નહેરુના પત્રોના સંગ્રહને જોવો હોત તો અમારે શ્રીમતી સોનિયા ગાંધીની પરવાગની લેવી પડતી છતાં વર્ષો સુધી અમને આ પત્રો બતાવવામાં આવતા નહોતા. થોડા વર્ષો પહેલાં, લગભગ 21 સંગ્રહો વર્ગીકૃત કરવામાં આવ્યા હતા અને સાર્વજનિક કરવામાં આવ્યા હતા.

    આ બાબત જ મને આશ્ચર્યચકિત કરે છે કે ઐતિહાસિક સામગ્રીની ઍક્સેસને કેવી રીતે બંધ કરી દેવામાં આવે અથવા તેનો અસ્વીકાર કરવામાં આવે. તમે સંશોધકો માટે સંસાધનો જેટલા વધુ સુલભ બનાવશો એટલી જ ઐતિહાસિક સામગ્રીની અધિકૃતતા વધુ સારી બનશે.

    પ્રશ્ન: અમારા પ્લેટફોર્મ દ્વારા તમે ગાંધી પરિવારના વંશજોને શું સંદેશ આપવા માંગો છો?

    રિઝવાન કાદરી: નહેરુના પત્રો સંશોધકો માટે સ્ત્રોત સામગ્રી છે. ગાંધી પરિવાર પત્રોની અસલ નકલો પોતાની પાસે રાખવા માંગે તો અમને કોઈ વાંધો નથી. પરંતુ, સંશોધકોને તેની ડિજિટલ ઍક્સેસ આપવી આવશ્યક છે. દેશભરના સંશોધકો માટે દિલ્હી આવવું, અહીં રહેવું અને સંશોધન ચાલુ રાખવું મુશ્કેલ છે. તેથી, ભારતના ઇતિહાસની ખાતર, આપણે નહેરુના પત્રોના વિશાળ સંગ્રહની એક્સેસ આપવી જોઈએ. આ મામલે PMML કાયદાકીય વિકલ્પો શોધી રહ્યું છે.

    રિઝવાન કાદરી ઇતિહાસકાર છે જે અમદાવાદમાં રહે છે. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક પરના તેમના વિશિષ્ટ અધ્યયન માટે જાણીતા છે . તેઓ હાલમાં અમદાવાદની શ્રી સ્વામિનારાયણ આર્ટસ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરે છે અને PMMLના સભ્ય તરીકે સેવા આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં