શનિવારે વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી, ભાજપે દિલ્હીમાં ‘ડબલ એન્જિન’ સરકારનું (double engine) સ્વપ્ન સફળ કરી બતાવ્યું છે. પરંતુ BJPએ હવે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની (MCD) આગામી મેયર ચૂંટણીઓ પર નજર રાખી છે જેથી કેન્દ્ર અને શહેર-રાજ્ય સ્તરે તેના ‘ડબલ એન્જિન’થી ‘ટ્રિપલ એન્જિન’ સુધીની પહોંચનો વિસ્તાર કરી શકાય. 70માંથી 48 વિધાનસભા બેઠકો સાથે, ભાજપે AAP ના 11 વર્ષના શાસનનો અંત લાવ્યો છે અને પાર્ટીની સંખ્યા 62થી ઘટાડીને 22 કરી છે.
#ElectionsWithHT | AAP faces uncertainty in MCD after councillor defections, risking mayoral majority ahead of elections in April
— HT Delhi (@htdelhi) February 10, 2025
Read more details here: https://t.co/xxkNOsYYfg
(Reports @appriseParas) | #DelhiElections2025 pic.twitter.com/uKYdgnADJV
હવે જ્યારે એપ્રિલમાં દિલ્હીમાં મેયરની ચૂંટણી યોજાવાની ધારણા છે. ભાજપ હમણાથી પોતાની સંખ્યા મજબૂત કરવા અને AAP પાસેથી MCD પરનું નિયંત્રણ છીનવી લેવા માટે કામ કરી રહી છે. પક્ષના આંતરિક સૂત્રો કહે છે કે તે વધુ મુશ્કેલ કાર્ય નથી. કેમ કે 2022ની ચૂંટણીમાં જ્યાં AAP પાસે 134 અને BJP પાસે માત્ર 104 કાઉન્સિલર હતા, તેની જગ્યાએ હવે AAP પાસે 121 અને ભાજપ પાસે 120 કાઉન્સિલરો થઈ ગયા છે.
જે બાદ હવે સોશિયલ મીડિયા પર એવા પણ દાવા થઈ રહ્યા છે કે ભાજપ જલ્દી જ MCDમાં AAP સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે, જેથી ચૂંટણી એપ્રિલ પહેલા જ આવી જશે.
2022 અને આજની સ્થિતિમાં શું છે બદલાવ?
2022ની MCD ચૂંટણીમાં, AAPએ 250 સભ્યોના ગૃહમાં 134 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી. જ્યારે BJPએ 104 બેઠકો જીતી હતી. કોંગ્રેસ નવ બેઠકો મેળવવામાં સફળ રહી, અને ત્રણ કાઉન્સિલરો અપક્ષ હતા.
જોકે, ત્યારથી MCDનો કાર્યકાળ તોફાની રહ્યો છે, ભાજપ અને AAP બંને આક્રમક રીતે એકબીજાના કાઉન્સિલરોને પોતાની તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે.
હાલની પરિસ્થિતિ મુજબ AAP પાસે 121 અને ભાજપ પાસે 120 કાઉન્સિલરો થઈ ગયા છે. સાથે જ ધારાસભ્યોની સંખ્યા પણ વધતા હવે ભાજપ MCD પોતાના નામ કરવા નજીક પહોંચી ગયુ છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ, MCDએ નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવાની હોય છે, જેના માટે દર વર્ષે એપ્રિલમાં ચૂંટણી યોજવી જરૂરી છે.
શું હોય છે ચૂંટણીની પ્રક્રિયા?
કાઉન્સિલરો ઉપરાંત, 14 ધારાસભ્યો (દિલ્હી વિધાનસભામાં તેમના પ્રતિનિધિત્વના પ્રમાણમાં પક્ષોમાંથી નામાંકિત), સાત લોકસભા સાંસદો (બધા ભાજપ) અને ત્રણ રાજ્યસભા સાંસદો (હાલમાં, તે બધા AAPના છે) મેયર માટેના મતદાનનો ભાગ બનવા જઈ રહ્યા છે.
છેલ્લી મેયર ચૂંટણીમાં ભાજપ પાસે ફક્ત એક જ નોમિનેટેડ ધારાસભ્ય હતા. દિલ્હી વિધાનસભામાં તેમની સંખ્યા હવે વધી ગઈ છે, તેથી આગામી મેયરની ચૂંટણી દરમિયાન આ મતદાનનો ભાગ બનનારા ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યામાં પણ વધારો થશે. આમ ભાજપની પલડું આ વખતે ભારે દેખાઈ રહયું છે.