યુપીના બદાયુંમાં બે હિંદુ બાળકોની કરપીણ હત્યા મામલે હવે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલે મૃતક બાળકોની માતાનું નિવેદન પણ સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, જાવેદ અને સાજિદ બંને મૃતક બાળકોના પરિવારજનો સાથે પહેલાંથી જ પરિચિત હતા. તેઓ સલૂનની દુકાન ધરાવતા હતા. બંને આરોપીઓ પહેલાં તેમના પાડોશીના ઘરે ગયા અને પાડોશીના પત્ની સાથે થોડી વાતો કરી ₹5000 માંગ્યા, ચા બનાવવાનું કહ્યું અને ઘરની છત પર ગયા. ત્યાં પાડોશીના ત્રણ બાળકો રમી રહ્યા હતા, તો સાજિદે વારાફરતી ત્રણેયના ગળા કાપ્યા અને ફરાર થઈ ગયા. પોલીસ સાથેની અથડામણમાં સાજિદને ઠાર કરવામાં આવ્યો છે.
બનાવની વધુ વિગતો અનુસાર, બદાયુંની સિવિલ લાઇન્સ સ્થિત બાબા કોલોનીના એક મકાનમાં વિનોદ નામના એક વ્યક્તિનો પરિવાર રહે છે. યુપીના બદાયુંમાં રહેતા વિનોદની પત્ની બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. જ્યારે વિનોદ ગાઝીપુરમાં પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. જાવેદ અને સાજિદે તેમના જ ત્રણ બાળકોને ટાર્ગેટ કર્યા હતા અને બે બાળકોની કરપીણ હત્યા કરી હતી. આ ઘટના મંગળવારે (19 માર્ચ, 2024) બનવા પામી હતી. બાળકોના માતા સંગીતા તે સમયે ઘરમાં હાજર જ હતા અને આરોપીઓએ તેમને ચા બનાવવા માટે કહ્યું હતું તેથી તેઓ ચા બનાવવા માટે ગયા હતા. તે સમયે જ બંને જેહાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગળા વાઢવાનું કામ સાજિદે કર્યું અને જાવેદ નીચે બેસી રહ્યો હતો.
બરેલીના IG રાકેશ કુમારે આ ઘટના અંગે કહ્યું છે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સાજિદ ત્યાંથી ભાગવાના પ્રયાસો કરી રહ્યો હતો. પોલીસને જોઈને જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જે બાદ જવાબી કાર્યવાહી તેને ઠાર કરવામાં આવ્યો છે. તેની ઉંમર 25થી 30 વર્ષ વચ્ચેની છે. આ હુમલામાં બે બાળકોની મોત થઈ ગઈ છે. એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
‘₹5000 લીધા, ચા મંગાવી અને કરી નાખી હત્યા’
આ મામલે મૃતક બાળકોના માતા સંગીતાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “એક આરોપી ભાગી ગયો છે, બે આરોપીઓ હતા. બંનેનું નામ જાવેદ અને સાજિદ હતું. તેઓ બંને દુકાન વહેલી બંધ કરીને મારા ઘરે આવ્યા હતા.” તેમણે કહ્યું કે, આરોપીઓએ સૌથી પહેલાં બ્યુટીપાર્લરની કોઈ વસ્તુ મંગાવી હતી અને સંગીતાએ તે વસ્તુઓ તેને આપી હતી. જે બાદ તેમણે કહ્યું, “ત્યારપછી તેમણે (આરોપીઓએ) લહેકાથી કહ્યું કે, ભાભી કોઈ કામ માટે આવ્યા છીએ. તો મે પૂછ્યું શું કામ છે બેટા?.”
"I gave Sajid and Javed 5000 Rupees as one of the ladies in their home was pregnant. I also gave them tea and yet they k!led Ayush and Ahaan" – Mother of the two kids. #Budaun
— Roop Darak (Modi Ka Parivar) (@RoopDarak) March 20, 2024
Moral of the story – You help them, you feed them, and they come back to bite you. pic.twitter.com/qo6QQXNH0C
સંગીતાએ વધુમાં જણાવ્યું હતું કે, તે બાદ આરોપીઓએ તેમની પાસે ₹5000ની માંગણી કરી હતી. ત્યારે પણ સંગીતાએ બંનેને પૈસા આપ્યા હતા. આરોપીઓને હોસ્પિટલનું બહાનું આપીને પૈસાની માંગણી કરી હતી. સંગીતાએ ઉમેર્યું કે, “મે તેના માટે ચા પણ બનાવી, તેણે ચા છત પર મંગાવી હતી. જે બાદ તેણે બાળકોને ઉપર બોલાવ્યા અને મોટા બાળકને ત્યાં રોકી રાખ્યો અને નાનાને પાણી માટે નીચે મોકલ્યો અને વચ્ચેના બાળકને ગુટખા લેવા માટે મોકલ્યો. નાનો બાળક પાણી લઈને ગયો તો તેના હાથમાંથી ગ્લાસના પડવાનો અવાજ આવ્યો. મે તે અવાજ લગાવ્યો પણ સામેથી કોઈ પ્રતિક્રિયા ના આવી.”
સંગીતાએ વધુમાં કહ્યું કે, “એક બાળક બચીને આવી ગયો અને તે લોહીથી લથપથ હતો. બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બીજો આરોપી તો નીચે જ બેઠો હતો. તે પણ ભાગી ગયો. ” મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને જેહાદીઓએ બાળકોની હત્યા કરીને તેમનું લોહી પણ પીધું હતું. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.