Thursday, November 21, 2024
More
    હોમપેજદેશ'આ જગ્યા મુસલમાનોની છે, ખાલી કરો નહીં તો બૉમ્બથી ઉડાવી દઈશું': રાજસ્થાનના...

    ‘આ જગ્યા મુસલમાનોની છે, ખાલી કરો નહીં તો બૉમ્બથી ઉડાવી દઈશું’: રાજસ્થાનના એક હિંદુ ટેલરને કન્હૈયાલાલ જેવા હાલ કરવાની ધમકી, PFIના નામે આવ્યો પત્ર

    PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા લખાયેલા પત્રમાં ટેલર સોહનલાલ જાટવને તેમની દરજીકામની દુકાનને 31 ડિસેમ્બર પહેલાં ખાલી કરવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં સોહનલાલ જાટવની દુકાનને મુસ્લિમોની દર્શાવવામાં આવી હતી.

    - Advertisement -

    રાજસ્થાનના બહુ ચર્ચિત કનૈયાલાલ મર્ડર કેસ જેવી જ એક ઘટના હાલ પ્રકાશમાં આવી છે. અહિયાં હાલ તો કોઈની હત્યા થઇ નથી પરંતુ કનૈયાલાલની જેમ દરજીકામ કરતા સોહનલાલ ટેલરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે સોહનલાલે પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    રાજસ્થાનના અલવર જિલ્લાના ચિકાના ગામમાં રહેતા 76 વર્ષીય સોહનલાલ જાટવને પત્ર દ્વારા એક ધમકી મળી છે. PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા) નામના એક પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠનના નામે મળેલા આ પત્રમાં ટેલરને બૉમ્બથી ઉડાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સોહનલાલ જાટવના જણાવ્યા અનુસાર આ ધમકી ભરેલો પત્ર તેમને 13 દિવસ પહેલાં મળ્યો હતો. પરંતુ વિધાનસભાની ચુંટણીનો સમય હોવાથી કોઈ અનુચિત ઘટના ન ઘટે એ માટે તેમણે એ વિશે કોઈને જાણ કરી ન હતી. જે બાદ તેઓએ 7 ડિસેમ્બર 2023ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી સમગ્ર ઘટના વિશે પ્રશાસનને જાણકારી આપી હતી.

    PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા લખાયેલા પત્રમાં ટેલર સોહનલાલ જાટવને તેમની દરજીકામની દુકાનને 31 ડિસેમ્બર પહેલાં ખાલી કરવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં સોહનલાલ જાટવની દુકાનને મુસ્લિમોની દર્શાવવામાં આવી હતી.

    - Advertisement -

    સોહનલાલ ટેલરને મળેલા આ પત્રમાં લખ્યું હતું, “દુકાન જલ્દી ખાલી કરી દે, નહિ તો અમે બૉમ્બથી ઉડાવી દઈશું. તારી દુકાન મુસલમાનોની જગ્યાએ બની છે. એ નહિ ચાલે. હું ખુબ શાંતિથી વાત કરું છું. આ જગ્યાની યોગ્ય કિંમત લઇ લે અને દુકાન ખાલી કરી દે. હું PFIમાંથી છું. જો દુકાન ખાલી નહિ કરે તો બૉમ્બથી ઉડાવી બધું નસ્ટ કરી નાખીશ. PFI તને 31 ડિસેમ્બર સુધીનો સમય આપે છે. નહીંતર પછી દુનિયા PFIને જ ઓળખે છે.”

    પીડિત સોહનલાલે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું, “મેં આ જમીન 1971માં ખરીદી હતી. ત્યાર બાદ આ મામલે રતી મોહમ્મદ અને અન્ય એક વ્યક્તિ સામે કાયદાકીય કેસ ચાલી રહ્યો છે. હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.” રાજસ્થાનના ટેલરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ રાજસ્થાન પોલીસ પ્રશાસને હવે સઘન તપાસ ચાલુ કરી છે.

    આ પહેલા ટેલર કનૈયાલાલની કરવામાં આવી હત્યા

    રાજસ્થાનમાં આ જ પ્રકારે કટ્ટરપંથીઓએ એક હિંદુ ટેલર કનૈયાલાલની નિર્મમ હત્યા કરી દીધી હતી અને હત્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. જે બાદ સમગ્ર દેશ આ ઘટનાથી હચમચી ઉઠ્યો હતો.

    28 જુન 2022ના રોજ ટેલર કનૈયાલાલની મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ દ્વારા બર્બરતાપૂર્વક હત્યા કરવામાં હતી અને હત્યા કરવાનું કારણ કનૈયાલાલના છોકરા દ્વારા સોશિયલ મીડિયા પર નૂપુર શર્માને સપોર્ટ કરવાનું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં