Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકનૈયાલાલ હત્યા કેસ: 2 પાકિસ્તાની સહિત 11 લોકો પર NIAએ ચાર્જશીટ દાખલ...

    કનૈયાલાલ હત્યા કેસ: 2 પાકિસ્તાની સહિત 11 લોકો પર NIAએ ચાર્જશીટ દાખલ કરી; હત્યા કાવતરું હોવાની પુષ્ટિ

    NIA પ્રવક્તાએ કહ્યું, "તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિઓ, આતંકવાદી ગેંગ-મોડ્યુલ તરીકે કામ કરતા, બદલો લેવાનું ષડયંત્ર રચતા હતા

    - Advertisement -

    કનૈયાલાલની 28મી જૂને તેની દુકાનમાં ઘૂસીને મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો અને ઈન્ટરનેટ પર અપલોડ કર્યો હતો.

    રાજસ્થાનના ઉદયપુરમાં જૂન મહિનામાં કનૈયાલાલ નામના દરજીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ગુરુવારે (22 ડિસેમ્બર) એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે મુખ્ય હુમલાખોરો મોહમ્મદ રિયાઝ અત્રી અને મોહમ્મદ ગૌસ સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બે પાકિસ્તાની નાગરિકોના નામ પણ છે.

    કનૈયા લાલ મર્ડર કેસમાં NIAની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. NIA દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે કનૈયા લાલની હત્યાનું કાવતરું પાકિસ્તાનથી ઘડવામાં આવ્યું હતું કારણ કે ચાર્જશીટમાં કરાચીના રહેવાસી સલમાન અને અબુ ઈબ્રાહિમ સહિત 11 આરોપીઓના નામ છે. ચાર્જશીટ મુજબ આ લોકો આતંકી નેટવર્કના મોડ્યુલ છે અને બદલો લેવા માટે કનૈયાની હત્યા કરવામાં આવી હતી. NIAની તપાસ મુજબ તમામ આરોપીઓ ઈસ્લામિક કટ્ટરપંથીઓથી પ્રભાવિત હતા.

    - Advertisement -

    અત્રે એ નોંધનીય છે કે ગત 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં સુપ્રીમ ટેલર્સ નામની દુકાન ચલાવતા કનૈયાલાલનું તીક્ષ્ણ હથિયારથી માથું કાપી નાખવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝ મોહમ્મદની ધરપકડ કરી હતી.. આ કેસ શરૂઆતમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ધનમંડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને બાદમાં NIA ને કેસ સોંપવામાં આવ્યો હતો.

    ભારતીય દંડ સંહિતા, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

    NIA પ્રવક્તાએ કહ્યું, “તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિઓ, આતંકવાદી ગેંગ-મોડ્યુલ તરીકે કામ કરતા, બદલો લેવાનું ષડયંત્ર રચતા હતા (ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની પ્રોફેટ મુહમ્મદ પરની કથિત ટિપ્પણી સામે). “આરોપીઓ કટ્ટરપંથી હતા અને ભારતની અંદર અને બહાર પ્રસારિત થતા ઓડિયો/વિડિયો/સંદેશાઓમાંથી તેમણે પ્રેરણા લીધી હતી,” NIAએ જણાવ્યું હતું કે આરોપીએ ઘાતક છરી ગોઠવી હતી અને કનૈયાલાલની ફેસબુક પોસ્ટના જવાબમાં દિવસના પ્રકાશમાં તેની હત્યા કરી હતી અને તેની દુકાનમાં કામ કરતા બીજ એક સહકર્મી પર પણ હુમલો કર્યો હતો.

    આ કેસમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં મોહમ્મદ રિયાઝ અત્તારી, ગૌસ મોહમ્મદ, મોહસીન ખાન, આસિફ હુસૈન, મોહમ્મદ મોહસીન, વસીમ અલી, ફરહાદ મોહમ્મદ શેખ, મોહમ્મદ જાવેદ, મુસ્લિમ ખાન ઉર્ફે મુસ્લિમ રઝા અને પાકિસ્તાની નાગરિકો સલમાન અને અબુ ઈબ્રાહિમનો પણ સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં