Sunday, June 30, 2024
More
    હોમપેજદેશમહારાષ્ટ્ર ATSએ બાંગ્લાદેશીઓને ઝડપ્યા: સુરતથી બનાવ્યા હતા ખોટા ડોક્યુમેન્ટ્સ, ખોટા ચૂંટણી કાર્ડ...

    મહારાષ્ટ્ર ATSએ બાંગ્લાદેશીઓને ઝડપ્યા: સુરતથી બનાવ્યા હતા ખોટા ડોક્યુમેન્ટ્સ, ખોટા ચૂંટણી કાર્ડ પર લોકસભા ચૂંટણીમાં વોટ પણ આપ્યા; 4ની ધરપકડ 5 ફરાર

    પકડાયેલા ચારેય આરોપીઓ એટીએસ મુંબઇની મઝગાંવ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ મામલે ફારૂક શેખને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. બાકીના આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ બાંગ્લાદેશી નાગરિકો ગુજરાતમાં રહીને નકલી પાસપોર્ટ બનાવતા હતા.

    - Advertisement -

    મહારાષ્ટ્રના મુંબઈથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. મહારાષ્ટ્ર પોલીસ ATSએ (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) રાજધાનીમાં ગેરકાયદેસર રીતે રહેતા ચાર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. આ લોકોએ સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે ચૂંટણીકાર્ડ પણ બનાવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ લોકોએ આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું. આ સિવાય એટીએસે 5 બાંગ્લાદેશીઓની ઓળખ કરી છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

    પકડાયેલા ચારેય આરોપીઓ એટીએસ મુંબઇની મઝગાંવ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ મામલે ફારૂક શેખને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. બાકીના આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ બાંગ્લાદેશી નાગરિકો ગુજરાતમાં રહીને નકલી પાસપોર્ટ બનાવતા હતા, જેનો ઉપયોગ કરીને કેટલાક લોકો વિદેશમાં જઇ નોકરી પણ કરી રહ્યા છે.

    મહારાષ્ટ્ર પોલીસ ATS દ્વારા જે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી, તે ચાર લોકોમાં રિયાઝ હુસૈન શેખ, સુલતાન સિદ્દીકી શેખ, ઇબ્રાહિમ શફીઉલ્લા શેખ અને ફારૂક ઉસ્માન ગની શેખનો સમાવેશ થાય છે. રિયાઝ હુસેન શેખ 33 વર્ષનો છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. આ તમામ યમુનાનગર, મિલ્લતનગર, લોખંડવાલા, અંધેરી (વેસ્ટ)માં રહેતા હતા. તેઓ હૃદયનગર, જિલ્લો નૌઆખલી, બાંગ્લાદેશના વતની છે.

    - Advertisement -

    બીજો આરોપી સુલતાન સિદ્દીકી શેખ 54 વર્ષનો છે. તે અંબુજવાડી, આઝાદ નગર, માલવણી, મલાડ, મુંબઈમાં રહેતો હતો અને અહીં તે રિક્ષાચાલક તરીકે કામ કરતા હતા. સુલતાન સિદ્દીક મૂળ સિનોદી, પો. ચંદેહાટ, તાલુકા બાટોયા, જિલ્લો સદર નૌઆખલી, બાંગ્લાદેશનો રહેવાસી છે.

    ત્રીજો આરોપી ઇબ્રાહિમ શફીઉલ્લા શેખ 46 વર્ષનો છે. તે મ્હાડા કોલોની અને માહુલ ગામમાં રહેતો હતો અને શાકભાજી વિક્રેતા તરીકે કામ કરતો હતો. તપાસમાં એટીએસને ખબર પડી કે તેનું અસલી સરનામું સાહેબ હટ, કાદિરપુર, પોલીસ સ્ટેશન બેગમગંજ, જિલ્લો નૌઆખલી, બાંગ્લાદેશનો રહેવાસી છે.

    ચોથા આરોપીની ઓળખ 39 વર્ષીય ફારૂક ઉસ્માન ગની શેખ તરીકે થઈ છે. ફારૂક ઓશીવારા, જોગેશ્વરી (વેસ્ટ)માં રહેતો હતો. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું હતું કે તે કબીર હાટ, મોનીનગર, જિલ્લા નૌઆખલી, બાંગ્લાદેશીનો રહેવાસી છે. આ કેસમાં અન્ય પાંચ બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે જેઓ ફરાર છે અને તેમની શોધ ચાલુ છે.

    મહત્વનું છે કે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોના તાર ગુજરાતના સુરત સાથે જોડાયેલા છે. સુરતથી જ તેઓ નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને ગેરકાયદેસર રીતે મુંબઇમાં નાગરિક તરીકે રહેતા હતા. બાકીના પાંચ ફરાર બાંગ્લાદેશી નાગરિકોમાંથી એક ભારતના બનાવટી દસ્તાવેજો બનાવીને નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હતો. આ વાતનો ખુલાસો પણ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે. આ બધા વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા.

    જૂન 2023માં સુરતમાં જ મસ્જિદની નીચેથી બોગસ દસ્તાવેજો બનાવવાનું રેકેટ ઝડપાયું હતું

    ઉલ્લેખનીય છે કે 2023ના જૂન મહિનામાં સુરત ખાતેથી નકલી ડોકયુમેન્ટ બનવાનું રેકેટ ઝડપાયું હતું. સુરત SOGએ એક વિશેષ ઓપરેશનમાં ખોટું આધાર સેન્ટર ઉભું કરીને કોમ્પ્યુટર અને લેપટોપથી કોઈ જાતના આધાર પુરાવાઓ કે દસ્તાવેજો વગર ઓળખપત્રો બનાવી આપતા શખ્સોની ધરપકડ કરી લીધી હતી.

    પોલીસે પકડેલા ઈસમોની ઓળખ આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબુબ યાકુબ શેખ, વસીમ બદરૂદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઈમ પટેલ તરીકે થઇ છે. આ તમામ સુરતના રહેવાસી છે. પોલીસે 3 લાખ 27 હજારના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, આ લોકો લેપટોપ-કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ફોટોશોપની મદદથી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો વગેરે દસ્તાવેજો બનાવતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં