મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં લવ જેહાદની વધુ એક ઘટના સામે આવી છે. આરોપ છે કે એક મુસ્લિમ યુવકે નામ બદલીને પરણિત હિન્દૂ મહિલા સાથે સંબંધ બાંધ્યા અને બાદમાં લગ્નનું દબાણ કરવા માંડ્યો હતો. મહિલાને જયારે ખબર પડી કે યુવાન હિન્દૂ નહિ પણ મુસ્લિમ છે ત્યારે તેણે પોલીસમાં જઈને ફરિયાદ કરી હતી.
પોતાની ફરિયાદમાં મહિલાએ પોલીસને જણાવ્યું કે તે મુસ્લિમ યુવકે તેને હિન્દૂ નામ જણાવીને અંધારામાં રાખી અને પછી સંબંધ બાંધ્યા હતા. બાદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા લાગ્યો હતો. પીડિત મહિલાએ પહેલા સ્થાનિક હિન્દૂ સંગઠનના લોકોને વાત કરી હતી બાદમાં તેમને સાથે લઇ જઈને હીરાનગર પોલીસ સ્ટેશન પર આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
પીડીતાએ પોલીસને જણાવ્યું કે તે તેના પતિ સાથે વિવાદ થતા તેનાથી અલગ રહેતી હતી. તેની સાથે તેનો 11 વર્ષો દીકરો પણ રહેતો હતો. આ દરમિયાન તે જ વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા એક યુવાનને મળી જેણે પોતાનું નામ નવીન જણાવ્યું હતું. તેમની મિત્રતા થઇ અને સંબંધ આગળ વધવા લાગ્યા હતા.
જયારે મહિલાને અસલિયત ખબર પડી તો સામે આવ્યું કે તેનું નામ નવીન નહિ પરંતુ નાબીલ હતું. સત્ય ખબર પડતા મહિલાએ તેને લગ્નની ના પડી દીધી હતી. પરંતુ નાબીલ તેને લગ્ન અને ધર્માંતરણ માટે સતત દબાણ કરતો હતો. પીડીતાએ આરોપમાં આગળ જણાવ્યું કે સત્ય સામે આવ્યા બાદ પણ નાબીલે અનેકવાર તેની સાથે બળાત્કાર કર્યા હતા.
પીડીતાએ આગળ જણાવ્યું કે જયારે તે ધર્મ પરિવર્તન માટે બધું દબાણ કરવા માંડ્યો ત્યારે તેણે વિસ્તારના અમુક હિન્દૂ સંગઠનોના કાર્યકર્તાઓને તમામ વાત કરી હતી જેઓએ તેને મદદ કરી હતી. તે કાર્યકર્તાઓની મદદથી મહિલાએ ગત રવિવારે મોદી રાતે હીરાનગર પોલીસ સ્ટેશન ખાતે નાબીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી તાજેતરમાં જ વધુ એક ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો.
અહેવાલો અનુસાર આ ઘટના ઇન્દોરના રાજા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પીડિતાએ જણાવ્યું હતું કે તે બી.કોમ.ના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. લગભગ 1 વર્ષ પહેલા તે આફતાબને ઈન્સ્ટાગ્રામ પર મળી હતી. તે સમયે આફતાબે પોતાનું નામ રાહુલ જણાવ્યું હતું. બાદમાં બંનેએ વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન રાહુલ બનેલા આફતાબે તેને પ્રપોઝ કર્યું હતું જેને યુવતીએ સ્વીકારી લીધું. ત્યાર બાદ આફતાબે તેનો વાંધાજનક વીડિયો પણ બનાવ્યો હતો.
થોડા સમય બાદ જ્યારે યુવતીને ખબર પડી કે જેને તે રાહુલ સમજી રહી છે તે વાસ્તવમાં આફતાબ નામનો મુસ્લિમ વ્યક્તિ છે ત્યારથી યુવતીએ આરોપી સાથે સબંધો તોડી નાંખ્યા હતા. જે પછી ઇન્દોરના આફતાબે યુવતીને ટુકડા કરીને ફેંકી દેવાની ધમકી આપી હતી.