Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દોરમાં 'રાહુલ' બનેલા આફતાબનાં હાથે હિંદુ યુવતી 36 ટુકડા થતાં બચી, ધમકી...

    ઇન્દોરમાં ‘રાહુલ’ બનેલા આફતાબનાં હાથે હિંદુ યુવતી 36 ટુકડા થતાં બચી, ધમકી બાદ ઘટનાને અંજામ આપે તે પહેલા જ હિંદુ સંગઠનોએ પોલીસને હવાલે કર્યો

    આફતાબની ધમકી બાદ યુવતીએ ઘટનાની જાણ તેના ભાઈને કરતા તેના બાઈ સહીત હિંદુ સંગઠનોએ સ્થળ પર જઈ આફતાબને ઝડપી લીધો હતો, આ દરમિયાન હિંદુ સંગઠનોએ આફતાબને માર માર્યો હોવાના પણ અહેવાલો સામે આવ્યાં છે.

    - Advertisement -

    દિલ્હીના શ્રદ્ધા વાલકર હત્યાકાંડે આખા દેશને હચમચાવી નાંખ્યો હતો. લીવ ઇનમાં રહેતા આફતાબે તેની પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના 35 ટુકડા કરીને લાશને જંગલમાં ફેંકી દીધી હતી, ત્યારે હવે લવ જેહાદનો શિકાર બનાવીને પોલ ખુલી જતા ઇન્દોરના આફતાબે હિંદુ યુવતીને 36 ટુકડા કરવાની ધમકી આપતા ફરી એક વાર લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

    અહેવાલો અનુસાર આ ઘટના ઇન્દોરના રાજા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પીડિતાએ જણાવ્યું હતું કે તે બી.કોમ.ના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. લગભગ 1 વર્ષ પહેલા તે આફતાબને ઈન્સ્ટાગ્રામ પર મળી હતી. તે સમયે આફતાબે પોતાનું નામ રાહુલ જણાવ્યું હતું. બાદમાં બંનેએ વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન રાહુલ બનેલા આફતાબે તેને પ્રપોઝ કર્યું હતું જેને યુવતીએ સ્વીકારી લીધું. ત્યાર બાદ આફતાબે તેનો વાંધાજનક વીડિયો પણ બનાવ્યો હતો. થોડા સમય બાદ જ્યારે યુવતીને ખબર પડી કે જેને તે રાહુલ સમજી રહી છે તે વાસ્તવમાં આફતાબ નામનો મુસ્લિમ વ્યક્તિ છે ત્યારથી યુવતીએ આરોપી સાથે સબંધો તોડી નાંખ્યા હતા. જે પછી ઇન્દોરના આફતાબે યુવતીને ટુકડા કરીને ફેંકી દેવાની ધમકી આપી હતી.

    36 ટુકડા કરી નાખવાની ધમકી

    - Advertisement -

    નોંધનીય છે કે દિલ્હીના શ્રદ્ધા હત્યા કાંડમાં આરોપી આફતાબે જે પ્રમાણે તેની પાર્ટનરના 35 ટુકડા કર્યા તે મુજબ જ ઇન્દોરના આ આફતાબે પણ યુવતીને હત્યા કરીને તેના ટુકડા કરવાની ધમકી આપી હતી. વાસ્તવમાં આરોપી આફતાબની પોલ ખુલી જતા યુવતીએ તેની સાથેના સબંધો તોડી નાંખ્યા હતા, જેને લઈને યુવતી પર સબંધ રાખવા આફતાબે તેના આપત્તિજનક ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તે છતાં યુવતી તેના તાબે ન થતા ઇન્દોરના આફતાબે દિલ્હીના આફતાબની જેમ જ યુવતીના 36 ટુકડા કરીને તેની લાશને જંગલમાં ફેંકી દેવાની ધમકી આપી હતી

    હિંદુ સંગઠનોને જાણ થતા મેથીપાક ચખાડ્યો

    આફતાબની ધમકી બાદ યુવતીએ ઘટનાની જાણ તેના ભાઈને કરતા તેના બાઈ સહીત હિંદુ સંગઠનોએ સ્થળ પર જઈ આફતાબને ઝડપી લીધો હતો, આ દરમિયાન હિંદુ સંગઠનોએ આફતાબને માર માર્યો હોવાના પણ અહેવાલો સામે આવ્યાં છે. જે પછી સંગઠનો પીડિતા અને આફતાબને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં યુવતીની ફરિયાદ પર આફતાબ પર ગુનો દાખલ કરી પોલીસે ગંભીરતાથી કાર્યવાહી શરું કરી હતી.

    આ ઘટનાને લઈને એડિશનલ કમિશનર રાજેશ હિંગણકરે જણાવ્યું હતું કે આરોપી આફતાબની શનિવારે સાંજે ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે યુવતી પાસે પોતાની અસલી ઓળખ છુપાવીને તેની સાથે મિત્રતા કરી અને તેની સાથે સંબંધ બાંધ્યો હતો. આરોપીનું સાચું નામ આફતાબ છે. તેની સામે હુમલો, ધમકી અને મધ્ય પ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં