Sunday, September 8, 2024
More
    હોમપેજદુનિયાકેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એક વાર હિંદુ મંદિરને નિશાનો બનાવ્યું: એડમેન્ટનના BAPS...

    કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એક વાર હિંદુ મંદિરને નિશાનો બનાવ્યું: એડમેન્ટનના BAPS મંદિરમાં તોડફોડ, ભારત-મોદી વિરુદ્ધ લખાણ લખાયા

    એડમેન્ટનના BAPS મંદિરમાંતોડફોડ કરીને તેની દીવાલો પર પર ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મૂળના કેનેડીયન સાંસદ ચન્દ્ર આર્યા વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યા છે.

    - Advertisement -

    કેનેડામાં એડમેન્ટનના (Canada Edmonton) BAPS સ્વામીનારાયણ હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. હંમેશાની જેમ આ વખતે પણ આમ કરવાનો આરોપ સ્થાનિક ખાલિસ્તાન સમર્થક લોકો પર લગાવવામાં આવ્યો છે. મંદિરમાં તોડફોડ ઉપરાંત દીલાવો પર ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ લખાણ પણ લખવામાં આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિક હિંદુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર એડમેન્ટનના BAPS મંદિરમાં (BAPS Swaminarayan Temple) તોડફોડ કરીને તેની દીવાલો પર પર ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મૂળના કેનેડીયન સાંસદ ચન્દ્ર આર્યા વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યા છે. તેમાં “પીએમ મોદી (PM Narendra Modi), એન્ટી કેનેડા, હિંદુ આતંકવાદી.” જેવા આપત્તિજનક શબ્દો લખવામાં આવ્યા છે. આ મામલે શંકાની સોય ફરી એક વાર ખાલિસ્તાન સમર્થક લોકો પર જઈ રહી છે. બીજી તરફ ટોરંટો સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ દ્વારા ઘટનાની નોંધ લેવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, “અમે કેનેડીયન પ્રશાસનને આ મામલે તપાસ કરવા અને અપરાધીઓ વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.”

    સ્થાનિક સાંસદે આપી પ્રતિક્રિયા, ગુરપવંત સિંઘ પન્નૂનો કર્યો ઉલ્લેખ

    બીજી તરફ આ મામલે સાંસદ આર્યાએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર લખ્યું કે, “એડમેન્ટનના BAPS સ્વામીનારાયણ મંદિરમાં ફરી તોડફોડ કરવામાં આવી. પાછલા કેટલાક વર્ષોમાં ગ્રેટર ટોરેન્ટો એરિયા, બ્રિટીસ કોલમ્બિયા અને કેનેડાના અન્ય કેટલાક ભાગોમાં હિંદુ મંદિરોને નિશાન બનાવી ઘૃણા ફેલાવવાતી ગ્રેફિટીઓ બનાવવામાં આવી રહી છે. શીખ ફોર જસ્ટિસના ગુરપવંત સિંઘ પન્નૂએ છેલ્લા કેટલાક વર્ષોમાં સાર્વજનિક રીતે હિંદુઓને કેનેડામાંથી પલાયન કરીને ભારત જવાનું કહેવામાં આવી રહ્યું છે. બ્રેમ્પટન અને વૈંકૂવરમાં ઘાતક હથિયારો સાથે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો સાર્વજનિક ઉત્સવ મનાવવામાં આવ્યો.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું, “જેમને હું કહેતો આવ્યો છું, ખાલિસ્તાની કટ્ટરપંથી પોતાની નફરત અને હિંસા કરવાના સાર્વજનિક નિવેદનો બાદ પણ સરળતાથી બચી જાય છે. ફરી એક વાર હું નોંધવા ઈચ્છીશ કે કેનેડીયન-હિંદુ ચિંતામાં છે, ફરી એક વાર કેનેડીયન કાયદા અમલીકરણ એજન્સીઓને અનુરોધ કરું છું કે આ સુત્રોચ્ચાર હિંદુ-કેનેડીયન લોકો વિરુદ્ધ શારીરિક કાર્યવાહીમાં પરિવર્તિત થાય તે પહેલા તેને ગંભીરતાથી લેવામાં આવે.”

    વિશ્વ હિંદુ પરિષદે પણ આપી પ્રતિક્રિયા

    બીજી તરફ આ મામલે કેનેડા સ્થિત વિશ્વ હિંદુ પરિષદે પણ પ્રતિક્રિયા આપીને તેને ગંભીરતાથી લેવા અનુરોધ કર્યો છે. તેમના આધિકારિક X હેન્ડલ પરથી લખવામાં આવ્યું કે, “VHP કેનેડા એડમેન્ટનના BAPS હિંદુ મંદિરમાં હિંદુફોબીક ગ્રેફેટી (ભીંતચિત્રો) અને તોડફોડની આકરા શબ્દોમાં નિંદા કરે છે. અમે કેનેડાની સરકારને તમામ સ્તરો પર આપણા દેશમાં શાંતિપ્રિય હિંદુ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવતી વધી રહેલી ચરમપંથી વિચારધારા વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવા અનુરોધ કરીએ છીએ.”

    આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે

    ઉલ્લેખનીય છે કે કેનેડામાં ભારતીય હિંદુ સમુદાય કે હિંદુ મંદિરને આ પ્રકારે નિશાનો બનાવવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ અનેક હિંદુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે અને ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023માં કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના સરે (Surrey) શહેરમાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખના પુત્રના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

    તે પહેલા ઓકટોબર 2023માં એક જ રાત્રિમાં ત્રણ હિંદુ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરવામાં આવી હતી. ઑન્ટારિયા વિસ્તારમાં આવેલાં ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ થઇ હતી. ઓગસ્ટ 2023માં ખાલિસ્તાની સમર્થકોએ સરેમાં સ્થિત એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ નિજજરની મોતને લઈને જનમત સંગ્રહના પોસ્ટરો લગાવ્યા હતા. જેનાથી ભારતીય સમુદાયમાં ડર પેદા થઈ શકે.

    ફેબ્રુઆરી 2023માં મિસિસાગાના એક રામ મંદિરમાં તોડફોડ (Ram Mandir Vandalised) કરવામાં આવી હતી અને ભારતવિરોધી (Anti-India) નારા ચીતરવામાં આવ્યા હતા. તોડફોડ કરનારા તત્વોએ દીવાલો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અને ભારત વિરુદ્ધ અપમાનજનક બાબતો લખી હતી તો ભીંડરાનવાલેને સંત ગણાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ – Sikhs for Justice) દ્વારા આ કૃત્યની જવાબદારી લેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં