Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમઆશ્ચર્યજનક ઘટના: દિવાળી પર બોનસ ન મળ્યું તો કર્મચારીએ પોતાની જ કંપની...

    આશ્ચર્યજનક ઘટના: દિવાળી પર બોનસ ન મળ્યું તો કર્મચારીએ પોતાની જ કંપની લૂંટી, રચ્યું ખતરનાક ષડયંત્ર

    છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક કર્મચારીને દિવાળી બોનસ ન મળતાં તેણે પોતાની જ કંપનીને લૂંટવાનો પ્લાન બનાવ્યો. ત્યારબાદ પગારના દિવસે તેના મિત્રો સાથે મળીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે યુવક અને તેના સાગરિતોની ધરપકડ કરી છે.

    - Advertisement -

    દિવાળી એ વર્ષનો સૌથી મોટો તહેવાર છે, આ અવસર પર સરકારીથી લઈને ખાનગી કંપનીઓ તેમના કર્મચારીઓને પગારની સાથે દિવાળી બોનસ પણ આપતી હોય છે. પરંતુ છત્તીસગઢની રાજધાની રાયપુરથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને જાણીને દરેકને આશ્ચર્ય થયું છે. અહીં બોનસ ન મળવાના કારણે એક યુવક લૂંટારૂ બન્યો હતો. તેણે લૂંટ માટે એક ટીમ બનાવી અને તેની જ કંપનીમાંથી પૈસા લૂંટી લીધા. જોકે, પોલીસે યુવકની તેના સાગરિતો સાથે ધરપકડ કરી હતી.

    ઘટના બુધવાર, 18 ઓક્ટોબરની સિલ્યારી ગામ તારેસરની છે. અહેવાલો મુજબ, ઓડિશાના એસપી ગોયલ નામની કંપનીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ મજૂરોનો રોકડ પગાર બેગમાં ભરીને લઈ જતા હતા. ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તે લૂંટી લીધો હતો. જે બાદ કંપનીના કર્મચારી સુશાંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    તપાસમાં રોકાયેલી પોલીસે આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને જાણવા મળ્યું કે જે લોકો કંપનીના કર્મચારીઓને લૂંટતા હતા, તે લોકો પાછળથી તે જ કંપનીના કર્મચારી વિદ્યાધર સાથે પણ જોવા મળ્યા હતા. વિદ્યાધરની કડક પૂછપરછ થતાં તે ભાંગી પડ્યો હતો. તેણે કહ્યું કે તેણે તેના કેટલાક સાથીઓને લૂંટ કરવા મોકલ્યા હતા. વિદ્યાધર અને તેના સાગરિતોએ જે બેગ લૂંટી હતી તેમાં આશરે રૂ. 1 લાખ 70 હજાર હતા.

    - Advertisement -

    સિલ્યારી પહોંચતા જ વિદ્યાધરના સહયોગીઓએ સુશાંત અને અન્ય કર્મચારીઓની મારપીટ કરી હતી. ત્યારબાદ પૈસા ભરેલી થેલી લઈને ભાગી ગયા હતા. બેગમાં 1 લાખ 70 હજાર રૂપિયા હતા, જે કંપનીએ કામદારોને પગાર સ્વરૂપે આપવાના હતા.

    વિદ્યાધરે પોલીસને જણાવ્યું કે, ઓછા પગારને કારણે કંપની મેનેજમેન્ટ સાથે તેના અનેક ઝઘડા થયા હતા. દિવાળી પર પણ બોનસ નહોતું મળ્યું એટલે તેણે પૈસા કમાવવા માટે આ શોર્ટકટ અપનાવ્યો હતો.

    રાયપુરના એડિશનલ એસપી અભિષેક મહેશ્વરીએ જણાવ્યું કે લૂંટને અંજામ આપનારા બે લોકો હજુ પણ ફરાર છે. તેમની શોધખોળ ચાલુ છે. બાકીના આરોપી અને વિદ્યાધરની પણ ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં