Friday, October 11, 2024
More
    હોમપેજક્રાઈમકર્ણાટકમાં હિંદુ યુવતીની હત્યાને યોગ્ય ઠેરવનાર સાદિક અને આદિલની ધરપકડ: પોસ્ટ કરીને...

    કર્ણાટકમાં હિંદુ યુવતીની હત્યાને યોગ્ય ઠેરવનાર સાદિક અને આદિલની ધરપકડ: પોસ્ટ કરીને લખ્યું હતું ‘જસ્ટિસ ફોર લવ’; ફયાઝે છરાના ઘા ઝીંકી નેહાની કરી હતી હત્યા

    વિદ્યાગીરી પોલીસ સ્ટેશનમાં કેટલાક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ ફરિયાદ કર્યા બાદ સાદિક અને આદિલની ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એવો દાવો કર્યો હતો કે, નેહા અને ફયાઝ બંને રિલેશનશિપમાં હતા.

    - Advertisement -

    20 એપ્રિલના રોજ હુબલી-ધારવાડ પોલીસે ધારવાડના રહેવાસી સાદિક ઈમામ સાબ તાડકોડા અને આદિલ નામના બે શખ્સોની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ધરપકડ કરી છે. પોસ્ટમાં તેમણે ફયાઝ દ્વારા નેહાની છરાના ઘા મારીને કરવામાં આવેલી હત્યાને યોગ્ય ઠેરવી હતી. નોંધવું જોઈએ કે, 18 એપ્રિલના રોજ કર્ણાટકમાં સહિત હુબલીની બીવી ભૂમિરદ્દી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ફયાઝે છરાના ઘા ઝીંકીને નેહાની હત્યા કરી નાખી હતી. કારણ માત્ર એટલું હતું કે, નેહાએ તેના પ્રપોઝલને નકારી કાઢ્યું હતું.

    વિદ્યાગીરી પોલીસ સ્ટેશનમાં કેટલાક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ ફરિયાદ કર્યા બાદ સાદિક અને આદિલની ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એવો દાવો કર્યો હતો કે, નેહા અને ફયાઝ બંને રિલેશનશિપમાં હતા. બંને આરોપીઓએ નેહા અને ફયાઝની તસવીર પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું- ‘નેહા-ફયાઝ ટ્રુ લવ, જસ્ટિસ ફોર લવ’. આ જ કેપ્શન સાથે અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી. આવી મોટા ભાગની પોસ્ટ ઈસ્લામવાદીઓ દ્વારા કરવામાં આવી હતી.

    માત્ર એટલું જ નહીં, પરંતુ કેટલાક કથિત પત્રકારોએ પણ તે પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો છે કે, નેહા અને ફયાઝ રિલેશનશિપમાં હતા. નબીલા જમાલ નામની એક પત્રકારે એક પોસ્ટ કરીને કહ્યું કે, “એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નેહા અને ફયાઝની એક તસવીર સામે આવી છે, તેમાં બંને મિત્ર તરીકે સહજ જોવા મળી રહ્યાં છે.”

    - Advertisement -
    ફોટો: X

    તેણે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં નેહા અને ફયાઝ સાથે જોવા મળી રહ્યા હતા. આ ફોટો પણ સંભવતઃ નેહાના ડિલીટ થઈ ચૂકેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યો હતો. તે સિવાય વિડીયોમાં ઇન્ડિયા ટુડેનો લોગો પણ દેખાઈ રહ્યો હતો.

    નેહાની કરવામાં આવી હતી હત્યા

    નોંધનીય છે કે, કર્ણાટકમાં આવેલા હુબલીમાં નેહા હિરેમથ નામની 24 વર્ષની યુવતીની ફયાઝ નામના મુસ્લિમ યુવકે ચાકુ મારીને હત્યા કરી હતી. યુવતીએ મુસ્લિમ યુવકનું પ્રપોઝલ સ્વીકાર્યું નહીં, તેથી તેણે તેના પર હુમલો કરી દીધો હતો. નેહા કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમઠની પુત્રી હતી. ફયાઝે કોલેજ કેમ્પસમાં જ તેના પર આ ઘાતકી હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બીવી ભૂમિરદ્દી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં બની હતી. નેહા ત્યાંથી એમસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. બેલાગવી જિલ્લાના સાવદત્તીનો ફયાઝ એ જ કોલેજમાંથી બીસીએનો અભ્યાસ કરતો હતો અને અમુક સમયે તે નેહાનો સહાધ્યાયી પણ હતો.

    ફયાઝ કોલેજની બહાર નેહાની રાહ જોઈ રહ્યો હતો અને જેવી નેહા બહાર આવી કે તરત જ આરોપી તેના પર છરાથી હુમલો કરી દીધો હતો. તેણે નેહાના ગળા પર જોરથી છરાના ઘા ઝીંક્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ફયાઝ ચહેરો ઢાંકીને આવ્યો હતો. નેહાના ગળામાંથી લોહી વહેવા લાગ્યું કે તરત જ તે હાથમાં હથિયાર લઈને ત્યાંથી ભાગી ગયો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં